ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. શરદ પૂનમ
Written By
Last Updated : શુક્રવાર, 11 ઑક્ટોબર 2019 (11:00 IST)

શરદ પૂર્ણિમાના દિવસે મા લક્ષ્મીને આ રીતે આપો ઘરે આવવાનું આમંત્રણ

અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા શરદ પૂર્ણિમાના નામથી પ્રસિદ્ધ છે.  આ પૂર્ણિમાથી શિયાળાની શરૂઆત થઈ જાય છે.. આ જ કારણથી તેનુ નામ શરદ પૂર્ણિમા પડ્યુ. આમ તો આ પૂર્ણિમાને રાસ પૂર્ણિમા, કૌમુદી પૂર્ણિમા અને કોજાગરી પૂર્ણિમા પણ કહેવાય છે. શાસ્ત્રમુજબ ભગવાન શ્રી કૃષ્ણએ આ પૂર્ણિમાની રાત્રે ગોપીઓ સાથે મહારાસ રચાવ્યો હતો તેથી આ  પૂર્ણિમા રાસ પૂર્ણિમાના રૂપમાં પણ ઉજવવામાં આવે છે. 
 
શુ મહત્વ ? 
 
કહેવાય છે કે ચન્દ્રમાની 16 કલાઓ છે અને આ પૂર્ણિમાની રાત્રે ચન્દ્રમાં પોતાની 16 કલાઓથી પરિપૂર્ણ થાય છે અને તેની ચાંદનીમાંથી અમૃત વરસે છે.  આ અમૃતનો લાભ મેળવવા માટે ચાંદની રાતમાં ખીર તૈયાર કરવામાં આવે છે અને તેમા ચન્દ્રમાંની ચાંદનીનો અમૃત પડવાથી તે પ્રસાદ બની જાય છે. આમ તો દરેક મહિનામાં પૂર્ણિમા આવે છે અને મંદિરોમાં આ દિવસે રાત્રે સંકીર્તન થાય છે.  પણ શરદ પૂર્ણિમાનું વિશેષ મહત્વ હોય છે. અને અમૃતમય ખીરનો પ્રસાદ બીજા દિવસે પ્રાત ભક્તોમાં વહેચાય છે. એવુ માનવામાં આવે છેકે જ્યારે ચન્દ્રમાં પોતાની અલૌકિક કિરણો વિખેરે છે તો આ શુભ મુહૂર્તમાં લક્ષ્મીજીનુ આગમન થાય છે. આ દિવસે લક્ષ્મીજીના પૂજનનુ વિશેષ મહત્વ છે. માન્યતા છે કે આ રાત્રે જે ભક્ત પ્રેમ અને શ્રદ્ધાથી મા ને પોતાના ઘરે આવવાનુ આમંત્રણ આપે છે. તે તેના આશિયાનામાં જરૂર આવે છે. લક્ષ્મીજીના સ્વાગત માટે સુંદર રંગોળી સજાવવાનુ વિધાન છે. 
 
 
ચંદ્રની ઉત્પત્તિ કેવી રીતે થઈ ?
 
પુરાણો મુજબ ભગવાન વિષ્ણુજીના નાભિ કમલ પરથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ અને બ્રહ્માજીના પુત્ર અત્રિ મુનિના નેત્રોમાંથી ચન્દ્રમાની ઉત્પત્તિ થઈ હતી અને બ્રહ્માજીએ ચન્દ્રમાંને સંસારમાં ઉપલબ્ધ સમસ્ત ઔષધિઓ અને નક્ષત્રોનુ સ્વામિત્વ પ્રદાન કર્યુ.  પ્રભુ નામથી જેવા જીવના બધા પાપ નષ્ટ થઈ જાય છે. એ જ રીતે ચન્દ્રમાંની શીતળ ચાંદની સંસારની સમસ્ત વનસ્પતિયોમાં જીવન પ્રદાયિની ઔષધિનુ નિર્માણ કરે છે.  શરદ પૂનમની કિરણોથી અનેક રોગોની વિશેષ ઔષધિયો તૈયાર કરવામાં આવે છે.  આર્યુર્વેદના મુજબ જે ખીરમાં ચંદ્રની ચાંદનીની કિરણ પડે છે તે અમૃત સમાન છે. તેને ખાવાથી અનેક માનસિક અને અસાધ્ય રોગનુ નિવારણ થાય છે. આ રાત્રિને અનેક આયુર્વેદિક ઔષધિઓ પણ તૈયાર કરવામાં આવે છે. 
 
કોનુ કેવી રીતે કરશો પૂજન 
 
આ મહિલાઓ પોતાના ઘરની સુખ સમૃદ્ધિ માટે વ્રત કરે છે. તે સવારે નાહી ધોઈને ધૂપ દીપ નૈવૈદ્ય ફળ અને ફૂલોથી ભગવાન વિષ્ણુ અને શ્રી સત્યનારાયણ ભગવાનનુ પૂજન કરીને વ્રત રાખે છે. જળના પાત્રને ભરીને અને હાથમાં 13 દાણા ઘઉના લઈને મનમાં શુદ્ધ ભાવનાથી સંકલ્પ કરીને પાણીમાં નાખે છે રાત્રે ચાંદ નીકળતા એ જળથી અર્ધ્ય આપીને વ્રત પૂરુ કરે છે. પૂજામાં કમળના ફુલ શુભ છે અને નારિયળના લાડુઓનો ભોગ લગાવવામાં આવે છે. માન્યતા છે કે રાત્રે રાજા ઈન્દ્ર પોતાના એરાવત હાથી પર સવાર થઈને નીકળે છે. તેથી રાત્રે મંદિરમાં વધુ થી વધુ દીવા પ્રગટાવવા જોઈએ અને શ્રીમહાલક્ષ્મીજીનુ પૂજન જાગરણ અને લક્ષ્મી સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. 
 
શુ છે પુણ્ય ફળ ?
વ્રતના પ્રભાવથી આ દિવસે કરવામાં આવેલ અનુષ્ઠાન નિર્વિધ્ન સંપન્ન થાય છે અને જેણે લગ્ન પછી પૂર્ણિમાનુ વ્રત શરૂ કરવુ હોય તે આ દિવસથી જ તેની શરૂઆત કરી શકે છે .  આ વ્રતને કરવાથી ઘરમાં સુખ સંપત્તિ આવે છે અને બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. જે કન્યાઓ 25 પુણ્યા (પૂર્ણિમા) વ્રત કરે છે તે જો આ પૂર્ણિમાથી વ્રત કરે તો તે અતિ ઉત્તમ છે.