sama pancham 2022- સામા પાંચમ વ્રત ક્યારે છે, જાણો વ્રતના નિયમ અને વિધિ
હિન્દુ ધર્મમાં તીજ તહેવારનો સમય દર મહિને ચલૌ રહે છે. તેથી હવે લોકો ઋષિ પંચમીની તૈયારીમાં લાગી ગયા છે. ઉલ્લેખનીય છે કે આ વખતે ઋષિ પંચમી 1 સપ્ટેમ્બર એટલે કે મંગળવારના દિવસે ઉજવાશે.
આ વ્રત ભાદરવા સુદ પાંચમના દિવસે કરવામાં આવે છે. મોટે ભાગે સ્ત્રીઓ રજોદર્શન દરમિયાન જાણે-અજાણે થતા દોષો નિવારવા માટે આ વ્રત કરે છે. આ વ્રત ઋષિપંચમી તરીકે પણ ઓળખાય છે. વ્રત કરનારે સવારે વહેલા ઊઠીને અઘેડાનું દાંતણ કરી, શરીર પર માટી ચોળી, માથામાં આંબળાની ભૂકી નાંખી નહાવું.
ઋષિ પંચમીના દિવસે મહિલાઓ વ્રત કરે છે. જેનાથી તેમને જીવનમાં કરેલા પાપોથી મુક્તિ મળે છે. ગણેશ ચતુર્થીના પાવન પર્વના એક દિવસ પછી ઋષિ પંચમીનુ વ્રત ભાદરવા મહિનાની શુક્લ પક્ષની પંચમીના દિવસે રાખવામાં આવે છે.. મહિલાઓ માટે આ વ્રત ખૂબ લાભદાયક થાય છે ..