ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. શીખ
  4. »
  5. 10 ગુરુ
Written By વેબ દુનિયા|

નાનક ઉત્તમ નીચ ન કોઈ

N.D
શ્રી ગુરૂનાનક દેવજીનું આગમન એવા યુગમાં થયું હતુ જે દેશનો સૌથી અંધારીયો યુગ હતો. તેમનો જન્મ 1469માં લાહોરથી 30 મીલ દૂર દક્ષિણ-પશ્ચિમમાં તલબંડી રાયભોય નામના સ્થાને થયો હતો જે હવે પાકિસ્તાનમાં છે. ત્યાર બાદ ગુરૂજીના સન્માનમાં આ સ્થળનું નામ નાનકાના સાહેબ રાખવામાં આવ્યું.

ઉત્તરી ભારત માટે આ કુશાસન અને અંધાધુંધીનો સમય હતો. સામાજીક જીવનમાં ભ્રષ્ટાચાર હતો. અને ધાર્મિક ક્ષેત્રમાં દ્વેષ અને ખેંચમતાણનો સમય હતો. ફક્ત હિંદુઓ અને મુસલમાનો વચ્ચે જ નહિ પરંતુ બંને મોટા ધર્મોના અલગ અલગ સંપ્રદાયની વચ્ચે પણ હતો. ધર્મ કેટલાયે સમયથી માત્ર રીત-રિવાજ અને પોથીના રિવાજ માત્ર બનીને રહી ગયો હતો. આ કારણોને લીધે જુદા જુદા સંપ્રદાયોમાં વધારે કટ્ટરતા અને વેરની ભાવના પેદા થઈ ગઈ હતી. વધારે પડતો ઉદાર માનવતાવાદી અને મેલ ઉત્પન્ન કરનાર દ્રષ્ટિકોણ અને મનુષ્ય માત્રને પ્રત્યે સહાનુભુતિ જે પ્રાચીનકાળથી ભારતની વિશેષતા રહી હતી તે ક્યાંય પણ ધર્મના ઉપદેશમાં અને આચરણમાં જોવા નહોતી મળતી.

તે વખતે સમાજની પરિસ્થિતિ ખુબ જ ખરાબ હતી. બ્રાહ્મણવાદે પોતાનો એકાધિકાર બનાવી રાખ્યો હતો. તેનું પરિણામ તે હતું કે ગૈર-બ્રાહ્મણને વેદ શાસ્ત્રાધ્યાપનથી હતોત્સાહિત કરવામાં આવતાં હતાં. નીચી જાતના લોકોને તેને વાંચવાની મંજુરી ન હતી. આ ઉંચ નીચની ગુરૂનાનક દેવજી પર ઘણી ઉંડી અસર પડી. ઉંચ નીચનો વિરોધ કરતાં ગુરૂનાનકદેવજીએ પોતાની મુખવાણી 'જપજી સાહેબ'માં કહે છે કે 'નાનક ઉત્તમ નીચ ન કોઈ' જેનો અર્થ થાય છે કે ઈશ્વરની નજરમાં બધા જ સમાન છે. તે છતાં પણ જો કોઈ પોતાને ઈશ્વરની નજરમાં નાનો સમજે છે તો ભગવાન હંમેશા તેની સાથે રહે છે. અને આ ત્યારે જ થઈ શકે છે જ્યારે વ્યક્તિ ઈશ્વરના નામ દ્વારા પોતાના અહંકારને દૂર કરી લે છે. ત્યારે વ્યક્તિ ઈશ્વરની નજરમાં સૌથી મોટો છે અને તેને સમાન કોઈ નથી. ગુરૂનાનકદેવજી પોતાની વાણી સિરી-રાગમાં કહે છે કે-

नीचा अंदर नीच जात, नीची हूँ अति नीच ।
नानक तिन के संगी साथ, वडियाँ सिऊ कियां रीस ॥

સમાજમાં સમાનતાનું સુત્ર આપવા માટે તેમણે કહ્યું કે ઈશ્વર આપણા પિતા છે અને આપણે બધા જ તેના બાળકો છીએ અને પિતાની નજરમાં નાનું-મોટુ કોઈ જ નથી હોતુ. તે જ આપણને જન્મ આપે છે અને આપણું પેટ ભરવા માટે ખાવાનું આપે છે.

नानक जंत उपाइके,संभालै सभनाह ।
जिन करते करना कीआ,चिंताभिकरणी ताहर ॥

ગુરૂ સાહેબ જાતપાતનો વિરોધ કરે છે. તેમણે સમાજને જણાવ્યું કે માણસ જાતિ તો એક જ છે તો પછી આ જાતિના લીધે ઉંચ-નીચ કેમ? ગુરૂનાનક દેવજીએ કહ્યું કે મનુષ્યની જાતિ વિશે ન પુછશો, જ્યારે વ્યક્તિ ઈશ્વરના દરબારમાં જશે ત્યારે ત્યાં જાતિ પુછવામાં નહિ આવે પણ તેના કર્મ જોવામાં આવશે.