રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: બુધવાર, 12 ઑક્ટોબર 2016 (14:48 IST)

કબડ્ડી વિશ્વકપ – ૨૦૧૬; બાંગ્લાદેશ સામે વિજયની ભારતની દશેરા ગીફ્ટ

કબડ્ડી વિશ્વ કપ - ૨૦૧૬ની રસાકસી ભરી પહેલી મેચમાં  ભારતે એક પછી એક વ્યુહાત્મક ભુલ પરંપરાને પગલે  દક્ષિણ કોરીયાને હાથે પહેલા જ હારનો સ્વાદ ચાખ્યા બાદ ઓસ્ટ્રેલીયા સામેની વિજયી વ્યૂહરચના વધુ અભેદ  અને એગ્રેસીવ રાખી હતી.આજે  ભારત અને બાંગ્લાદેશની બંને ટીમો  સેમી પ્રવેશ માટે કરો યા મરોની સ્થિતિ સાથે મુકાબલામાં ઉતરી હતી.

અમદાવાદમાં રમાઈ રહેલા  કબડ્ડી વિશ્વકપ ૨૦૧૬ની પાંચમાં  દિવસની બીજી મેચમાં  ભારતે બાંગ્લાદેશને ને ૫૭-૨૦ ના ભારે    માર્જિનથી હરાવી વિજય મેળવ્યો  અને અત્યંત જરૂરી સ્ટ્રાઈક રેટ મેળવી ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. પ્રથમ મેચના ધબડકા બાદ ભારત માટે આવા નોંધપાત્ર માર્જિનથી બીજી જીત  જરૂરી બની ગઈ હતી. રસાકસી ભરેલી મેચના પ્રથમ ચરણમાં જ ભારતે બાંગ્લાદેશને  ગણતરીની મિનિટમાં જ બે વખત ઓલ આઉટ કરી દીધું હતું. પ્રદીપ નરવાલ, અજય ઠાકુર સફળ રેઈડર રહ્યા હતા જયારે અનુપ કુમાર અને સુરજીત સફળ ડીફેન્ડર રહ્યા હતા. અજય ઠાકુરે સુપર ટેન પ્રાપ્ત કરી ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કર્યું હતું.
 રમતમાં બાંગ્લાદેશે જરૂર મુજબ આક્રમક અને  રક્ષણાત્મક  નીતિ અપનાવી હતી  જે  ભારત જેવા ખમતીધર સામે   સ્વાભાવિક વ્યૂહરચના હતી પરંતુ  અનુભવ અને રમતના દાવપેચથી મામલે  નીવડેલી છતાં બાંગ્લાદેશ ટીમે  ભારત સામે ઘણા પાઠ ભણવા  પડશે.  કપ્તાન મોહમદ અર્દુજમાન મુંશીની  રમત  કે ટીમના ઝડપી રેઈડર અને  ઓલરાઉન્ડર શબુઝ  મિયાં બાંગ્લાદેશની વહારે આવી શક્યા નહોતા. ફિરદોસ શેખે ટેકલ પોઈંટ દ્વારા સુંદર રમત દર્શાવી હતી.પહેલા અંતરાલમાં ભારત ૨૭-૧૦ થી આગળ રહ્યું.


બાંગ્લાદેશ બીજા અંતરાલમાં  પણ બે વાર ઓલઆઉટ થઇ ગયું હતું. બાંગ્લાદેશનુ  રેઇડર પાસું લગભગ ઝાકીર અને મુનશી પર અવલંબિત હતું જેનો આજે રકાસ થયો હતો. આખી મેચમાં બાંગ્લાદેશ ચાર વાર ઓલઆઉટ થયું. આ   જીત સાથે જ ભારત માટે હજી આગળ કપરાં  ચઢાણ શરુ થયા છે.  આજની બાંગલાદેશની આરંભની અને ઈરાનની   રમત જોતાં કોઈ પણ હરીફને ઓછો આંકવો ભારતને પોસાય તેમ નથી. એ પછીની વાત આજે તો  ભારતીય ટીમની જલેબી જેવી વ્યૂહ રચનામાં બાંગ્લાદેશ ફાફડાની જેમ સલાવતું ગયું હતું. આજના આ વિજય સાથે જ ભારતે  સેમી તરફની દોડ ઝડપી અને લગભગ નિશ્ચિત  બનાવી છે.