ભોપાલ. સેનાના અશોક કુમારને અહીંયા રમાઈ રહેલ 54મી રાષ્ટ્રીય પુરૂષ તેમજ 12 મી મહિલા કુશ્તી પ્રતિયોગીતાના પુરૂષ વર્ગની 96 કિલોગ્રામ ગ્રીકો રોમન શ્રેણીમાં પહેલું સ્થાન મળ્યું છે, જ્યારે કે દિલ્હી 'એ' ટીમના બિરજુ બીજા સ્થાન પર આવેલ છે.
18 ફિડે રૈંકિગ અને 23 આંતરરાષ્ટ્રીય ખેલાડી સહિત 250 ખેલાડી 24 ઓક્ટોબરના રોજ નેત્રહીનો માટે અહીં શરૂ થનારા પ્રથમ અખિલ ભારતીય ઓપન ચેસ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. નેત્રહીનોના અખિલ ભારતીય શતરંજ મહાસંઘ પહેલા રાષ્ટ્રીય સ્તરના પાંચ દિવસીય ટૂર્નામેંટમાં ચેસ ...
ભારતીય બૈડમિંટન સંઘ ‘બાઈ’ ના સચિવ એલસી ગુપ્તાનું આજે અહીં નિધન થયું છે. તે લાંબા સમયથી બીમાર હતાં. ગુપ્તા 79 વર્ષના હતાં. તેમના પરિવારમાં ત્રણ પુત્ર અને એક પુત્રી છે. તે અનેક બીમારીઓથી પીડિત હતાં.ભૂતપૂર્વ બૈડમિંટન ખિલાડી ગુપ્તાએ 1952 થી 1972 સુધી ...
પ્રખ્યાત ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલને બ્રિટિશ ફુટબોલમાં સૌથી ધનિક વ્યક્તિ તરીકે નિમવામાં આવ્યાં છે. મિત્તલની ફુટબોલ ક્લબ 'ક્વીન્સ પાર્ક રેંજર્સ' માં ભાગીદારી છે.
બ્રિટેનના સ્ટાર ટેનિસ ખિલાડી એંડી મરે ઈજાના કારણે આગામી સપ્તાહથી શરૂ થઈ રહેલા શંધાઈ માસ્ટર્સ ટેનિસ ટૂર્નામેંટથી પોતાનું નામ પરત લઈ લીધું છે. આ ટૂર્નામેન્ટમાં ન રમવાના કારણે મરે વિશ્વ વરીયતા ક્રમમાં ત્રીજામાંથી ચોથા સ્થાને ખસી શકે છે.
ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રમંડળ રમત પ્રમુખ પૈરી ક્રાસવાઇટ ભલે જ અહીં આગામી વર્ષે યોજાનારી રાષ્ટ્રમંડળ રમતોની સુરક્ષાને લઈને આશંકિત હોય પરંતુ ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટરો માટે આ કોઈ મુદ્દો નથી અને તેમણે કહ્યું છે કે, દિલ્હી સુરક્ષિત સ્થાન છે.
ઓલિમ્પિયન નેહા અગ્રવાલ અને અચંતા શરત કમલનો 16 થી 22 મી નવેમ્બર સુધી લખનૌ ખાતે યોજાનારી 19 મી એશિયાઇ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ માટે પસંદ કરવામાં આવેલા સંભવિત ૨૦ ખેલાડીઓની યાદીમાં સમાવેશ કરાયો છે.
34 મા રાષ્ટ્રીય રમતોત્સવમાં ભાગ લેવા આવનારા ખેલાડીઓ માટે રહેવાની વ્યવસ્થા માટે રાજધાની રાંચીમાં હોટવાર વિસ્તારમાં બનેલા ‘રમતગામ’ ખાતે 1200 જેટલા ફલેટો લગભગ પૂરા થવાની તૈયારીમાં છે.
રાષ્ટ્રમંડળ રમતોની તૈયારીઓની ધીમી ગતિની આલોચના કરવા અને આ સંબંધમાં વડાપ્રધાનથી મળવાની માગણી કરનારા રાષ્ટ્રમંડળ રમત મહાસંઘ સીજીએફના અધ્યક્ષ માઇક ફેનેલ 12 ઓક્ટોબરના રોજ યોજાનારી સીજીએફની મહાસભા માટે અહીં પહોંચ્યા છે. રાષ્ટ્રમંડળ રમતોની સામાન્ય સભામાં ...
દેશની ખ્યાતનામ બોક્સર એમસી મેરીકોમને ગુસ્સો આવ્યો છે અને તે ખુબ જ નારાજ છે. એમસી મેરીકોમનો ગુસ્સા બોકસિંગના નિર્ણાયકો પર છે. હકીકતમાં મેરીકોમને આ ગુસ્સો એ સમયે ચરમસીમાએ પહોંચ્યો જ્યારે તે હરિયાણાની એક ખેલાડી પિંકી ઝાંગરાથી હારી ગઈ. ત્યાર બાદ ...
ઉડનપરી પીટી ઉષા સાથે કાલે અહીં કથિત અપમાનકજનક વ્યવહારને દુર્ભાગ્યપૂર્ણ જણાવતા મધ્યપ્રદેશના રમત અને યુવા કલ્યાણ મંત્રી તુકોજીરાવ પવારે કહ્યું છે કે, તે જે કાર્યક્રમ માટે અહીં આવી હતી તેની રાજ્ય સરકારને કોઈ માહિતી ન હતી.
ઓલિમ્પિયન એથલીટ પીટી ઉષા ભોપાલમાં પોતાની ઉપેક્ષા અને અપમાનથી એટલી દુ:ખી થઈ કે મીડિયાની સામે તેના આંસુ છલકી પડ્યા. તેમણે કહ્યુ કે દુનિયામાં રમતોમાં ભારતનુ નામ રોશન કરનારાઓની સાથે આ પ્રકારનો વર્તાવ ન થવો જોઈએ.
કેન્દ્રિય રમત મંત્રી મનોહર સિંહ ગિલનું કહેવું છે કે, રાષ્ટ્રમંડળ રમતો માટે પાયાગત માળખુ તૈયાર કરવામાં મોડુ જરૂર થયું છે પરંતુ કેન્દ્ર સરકાર, તેનું મંત્રાલય, ભારતીય રમત પ્રાધિકરણ : એસએઆઈ અને સંબંધિત એજન્સીઓ મળીને આ કામને સમય પર પૂર્ણ કરી લેશે.
ભારતના દિગ્ગજ ખેલાડી લિએંડર પેસનું માનવું છે કે, ભારત જો ઘણા બધા ટેનિસ સ્ટાર ઉત્પન્ન કરી શક્યું ન હોય તો તેનું કારણ એ છે કે, ખેલાડી શારીરિક ફિટનેસમાં પાછળ પડી રહ્યાં છે અને તેમને તાલીમ માટે ‘સ્પોર્ટ્સ સાઇંસ સેંટર’ની જરૂરિયાત છે. ભારતમાં જ્યારે ટેનિસ ...