રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 16 મે 2024 (13:04 IST)

ભારતીય ફુટબોલ ટીમના કપ્તાન સુનીલ છેત્રીએ લીધો સંન્યાસ, આ દિવસે રમશે પોતાની અંતિમ મેચ

Sunil Chhetri
Sunil Chhetri Retirement: ભારતીય ફુટબોલ સ્ટાર સુનીલ છેત્રીએ ઈંટરનેશનલ ફુટબોલમાંથી સંન્યાસ લેવાનુ એલાન કરી લીધુ છે. તેમણે જણાવ્યુ કે પોતાની અંતિમ ઈંટરનેશનલ મેચ 6 જૂનના રોજ કલકત્તાના સાલ્ટ લેક સ્ટેડિયમમાં કુવેત વિરુદ્ધ રમશે.   સુનીલ છેત્રીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉંટ પર પોસ્ટ કરવામાં આવેલ એક વીડિયો દ્વારા પોતાની ફેંસને આ માહિતી આપી.  વીડિયોમાં તેમણે પોતાની યાત્રા પર વાત કરી છે અને કહ્યુ કે હવે નવા લોકોને તક આપવાનો સમય છે.  39 વર્ષના સુનીલ છેત્રી ભારત માટે રમતા અનેક મોટા રેકોર્ડ્સ પોતાને નામે કર્યા છે. 
 
સુનીલ છેત્રીએ કર્યુ સંન્યાસનુ એલાન 
સુનીલ છેત્રી ભારતીય ફુટબોલનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેમણે દેશ માટે 150 મેચમાં 94 ગોલ કર્યા. ઈંટરનેશનલ ગોલસ્કોરરોની યાદીમાં તે આ સમયે ચોથા સ્થાન પર છે. સંન્યાસની જાહેરત કરતા છેત્રીએ પોતાની યાત્રાને યાદ કરી અને કહ્યુ કે મને આજે પણ યાદ છે કે મે મારી પહેલી મેચ રમી હતી.  મારો પહેલો ગોલ, આ મારી યાત્રાનો સૌથી યાદગાર ક્ષણ રહ્યો. મે ક્યારેય વિચાર્યુ નહોતુ કે હુ દેશ માટે આટલી મેચ રમી શકીશ.  તેમણે આગળ કહ્યુ કે જ્યારે તેમણે સંન્યાસ લેવાનુ નક્કી કર્યુ તો તેમણે સૌથી પહેલા પોતાના માતા-પિતા અને પત્નીને આ વિશે બતાવ્યુ. 

 
પાકિસ્તાન વિરુદ્ધ રમી હતી પહેલી મેચ 
સુનીલ છેત્રીએ 12 જૂન 2005 ના રોજ પોતાનુ ઈંટરનેશનલ ડેબ્યુ કર્યુ હતુ. તેમણે પોતાની પહેલી મેચ પાક્સિતાન વિરુદ્ધ રમી હતી. આ મેચમાં તેમને પોતાનો પહેલો ઈંટરનેશનલ ગોલ પણ કર્યો હતો. છેત્રીએ પોતના શાનદાર કરિયરમાં છ વાર એઆઈએફએફ પ્લેયર ઓફ ઘ ઈયર એવોર્ડ જીત્યો.  આ ઉપરાંત તેમણે 2011 માં અર્જુન એવોર્ડ અને 2019માં પદ્મ શ્રી થી સન્માનિત કરવામાં આવ્યા. 
 
ભારતીય ટીમને રમવાની છે બે મહત્વની મેચ 
કુવૈત અને કતર વિરુદ્ધ ફીફા વર્લ્ડ કપ 2026 અને એએફસી એશિયાઈ કપ 2027ના શરૂઆતના સંયુક્ત ક્વાલિફિકેશનના બીજા ચરણની મેચો માટે તાજેતરમાં ટીમ ઈંડિયાનુ એલાન કરવામાં આવ્યુ હતુ. ભારતીય ટીમ ગ્રુપ એ ના પોતાની અંતિમ બે મેચમાં છ જૂનના રોજ કલકત્તામાં કુવૈત વિરુદ્ધ મેચ પછી 11 જૂના ના રોજ દોહામાં કતરનો સામનો કરશે.  ભારત ચાર મેચોમાં ચાર અંક સાથે ગ્રુપ ટેબલમાં બીજા સ્થાન પર છે.  ગ્રુપની ટોપ બે ટીમો ફીફા વર્લ્ડ કપ ક્વાલીફાયર ના ત્રીજા તબક્કા માટ ક્વાલીફાય કરવા સાથે એએફસી એશિયાઈ કપ સઉદી અરબ 2027માં પોતાનુ સ્થાન પાક્કુ કરશે.