શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. શ્રદ્ધા-અંધશ્રદ્ધા
  4. »
  5. અંધશ્રદ્ધા
Written By શ્રુતિ અગ્રવાલ|

જ્યા અપાય છે દવા પુત્ર જન્મની ..!!

એક આયુર્વેદિક ડોક્ટરનો દાવો.

W.D
આજના આધુનિક યુગમાં જ્યારે છોકરીઓ દરેક પગલે પોતાને છોકરાઓથી વધુ સારી સાબિત કરી રહી છે છતાં પણ અનેક એવા પરિવાર છે જે છોકરાની ઈચ્છા રાખે છે. ઘરના દીપકની ઈચ્છા પાછળ તેઓ કન્યા ભ્રૂણ હત્યા થી લઈને કહેવાતા બાબાઓ અને ફર્જી ડોક્ટરોના ચક્કરમાં ફંસાય જાય છે. આસ્થા અને અંધવિશ્વાસની આ કડીમાં અમારો મુદ્દો પણ આજે એ જ છે. આ કડીમાં અમે તમારી મુલાકાત એક એવી વ્યક્તિ જોડે કરાવીએ છીએ જે દાવો કરે છે કે તેમની દવાનુ સેવન કર્યા પછી સો ટકા બાબો જ થશે. જી, હાં પવન કુમાર અજમેરા નામની આ વ્યક્તિનો ધંધો આર્યુવેદિક ડોક્ટર છે અને દાવો કરે છે કે આ પેટમાં જ બાળકનુ લિંગ નક્કી કરી શકે છે.

ઇન્દોરના ગાંધીનગર વિસ્તારમાં આ વ્યક્તિનું ક્લિનિક આવેલું છે, જ્યાંની દિવાલો પર પણ સચોટ છોકરાનો જ જન્મ થવાનો દાવો કરવાની વાત લખેલી છે. ચોક્કસપૂર્વક છોકરો પેદા કરવાનો દાવો કરનાર આ મહાશય એવું પણ કહે છે કે, એમની દવાઓ એવી જ મહિલાઓને અસર કરે છે કે જેને પહેલાથી જ એક દિકરી હોય અને એમની પાસે ઇલાજ માટે આવતા પહેલા તેનું પ્રમાણ પત્ર લાવવું ખૂબજ જરૂરી છે.

મોટા મોટા દાવાઓની વચ્ચે પવન કુમારનુ આ કહેવુ છે કે અત્યાર સુધી ત્રણસો સ્ત્રીઓના ખોળામાં તેઓ પુત્ર નાખી ચૂક્યા છે. તેમના દ્વારા આપવામાં આવેલી દવાને ગાયના દૂધ સાથે સેવન કરવાથી સ્ત્રીને સો ટકા પુત્ર જ થશે.

હવે અમારા સમાજમાં જ્યાં છોકરાઓને જ ઘરનો દિપક સમજે છે ત્યાં આ પ્રકારના દાવા પર વિશ્વાસ કરનારા લોકોની કમી નથી. તેથી આ મહાશયનો ધંધો પણ સારો એવો ચાલે છે. ક્લિનિક પર ચક્કર લગાવનારાઓમાંથી કેટલાક દાવો કરે છે કે પવન કુમારે આપેલી દવાઓના સેવનથી જ તેમને પુત્ર થયો છે. તેમાંથી એક મોહની ઉપાધ્યાયનુ કહેવુ છે કે મને એક પુત્રી છે અને મને બીજા બાળકના રૂપમાં પુત્ર જોઈતો હતો. મને આ ક્લિનિક વિશે ખબર પડી તો હુ અહીં આવી ગઈ. ડોક્ટર સાહેબની દવાઓ પછી જ મને પુત્ર થયો છે.

પવન કુમાર જેવા લોકો કેટલા પણ દાવ કેમ ન કરે પણ અસલી ડોક્ટર આ દાવાઓને ચોખ્ખી રીતે નકારે છે. શિશુ રોગ વિશેષજ્ઞ ડોક્ટર મુકેશ બિડલાએ વેબદુનિયાને જણાવ્યુ કે આવો દાવો લોકોને મૂર્ખ બનાવ્યા સિવાય બીજુ કશુ જ નથી. વિજ્ઞાનના નજરીએ જોઈએ તો અત્યાર સુધી પેટમાં લિંગ નિર્ધારણ કરવુ શક્ય જ નથી.
W.D

અસલી ડોક્ટરોના નકાર્યા પછી જ આ આયુર્વેદાચાર્યનો ધંધો ખૂબ ચમકી રહ્યો છે. પુત્રની ઈચ્છાથી ગ્રસિત લોકો આમના દરવાજે આંટા મારતા રહે છે. પણ આશ્ચર્યની વાત તો એ છે કે આખા દેશમાં જ્યાં છોકરીઓનો જન્મદર ઝડપથી ઘટતો જઈ રહ્યો છે અને સરકારના તરફથી જન્મપૂર્વ લિંગ પરીક્ષણને ગેરકાયદેસર કરાર આપી દેવામાં આવ્યો છે ત્યા બીજી બાજુ મધ્યપ્રદેશની વ્યવસાયિક રાજધાની મનાતા ઈન્દોરમાં સો ટકા છોકરો થવાનો દાવો કરનારો આ ગોરખધંધો ક્લિનિકના નામે વગર રોકટોકે ચાલી રહ્યો છે અને સરકાર આંખો બંધ કરીને બેસી છે. તમે આ અંગે શુ વિચારો છો અમને જરૂર જણાવો.