શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Modified: શનિવાર, 20 જાન્યુઆરી 2018 (06:42 IST)

દુર્ભાગ્ય પીછો નથી છોડી રહ્યુ તો કરો આ એક નાનકડો ઉપાય

દુર્ભાગ્ય પીછો નથી છોડી રહ્યુ કે તમારા કામ બગડતા જઈ રહ્યા છે તો જ્યોતિષ મુજબ તેનુ કારણ મંગલ બુધ અને રાહુનુ અશુભ હોવુ છે. આ ગ્રહોના અશુભ હોવાથી મુશ્કેલીઓ વધવા માંડે છે. સમજી વિચારેલા કામ પૂરા થતા નથી.  પૈસાનુ નુકશાન પણ સતત થતુ રહે છે.. આ ત્રણ ગ્રહોને કારણે ખોટા નિર્ણય પણ લેવાય જાય છે.  જોબ અને બિઝનેસમાં સતત નુકશાન અને વિવાદ નુ થવુ પણ આ ત્રણ ગ્રહોનુ અશુભ હોવુ જ છે.   જેને કારણે કંફ્યૂજન વધે છે. પરિવાર કે કોઈ નિકટના લોકો વચ્ચે મતભેદ પણ થાય છે.  આ ગ્રહોની અશુભ અસરથી બચવા માટે જ્યોતિષમાં કેટલાક મુશ્કેલ અને કેટલાક સહેલા ઉપાય બતાવ્યા છે.  તેમાથી 1 સહેલો ઉપાય અમે તમને બતાવી રહ્યા છીએ. જેને તમે સતત 40 દિવસ સુધી કરશો તો તમને પરેશાનીઓમાંથી મુક્તિ મળશે. 
 
આવો જાણો એ ઉપાય 
 
- ઘરની બહાર કૈક્ટસ લગાવો. રાત્રે સૂતી વખતે 1 લોટો પાણી માથા પાસે મુકો. સવારે ઉઠીને કોઈની સાથે વાત કર્યા વગર એ પાણી કૈકટ્સમાં નાખી દો.  સૂર્યાસ્ત પહેલા 1 લોટો પાણી ફરીથી એ છોડમાં નાખો. આવુ 40 દિવસ સુધી કરો.  ત્યારબાદ કુંડ સહિત આ છોડને જંગલમાં કે કોઈ ગાર્ડનમાં છોડી આવો.