શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
Written By
Last Updated : મંગળવાર, 8 ફેબ્રુઆરી 2022 (23:10 IST)

ચાણક્ય નીતિઃ આ 5 સંકેતો તમારી આર્થિક સ્થિતિ તરફ કરે છે ઈશારો, તમે પણ જાણીને ચેતી જાવ

આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં માનવ જીવન સાથે જોડાયેલા અનેક પાસાઓનું વર્ણન કર્યું છે. ચાણક્યને આર્થિક, રાજકીય અને મહાન શિક્ષણશાસ્ત્રી માનવામાં આવે છે. આચાર્ય ચાણક્યએ પોતાની નીતિઓના બળ પર સામાન્ય બાળક ચંદ્રગુપ્તને મૌર્ય વંશનો સમ્રાટ બનાવ્યો. ચાણક્યએ એક શ્લોકમાં કહ્યું છે કે આખરે, આર્થિક સંકટ આવવાના શું સંકેતો છે.
 
1. પરિવારમાં વિવાદમાં વધારોઃ- આચાર્ય ચાણક્યના મતે આર્થિક સ્થિતિ માટે પરિવારમાં મતભેદ શુભ નથી. કહેવાય છે કે જે લોકોના ઘરમાં લડાઈ અને ઝઘડાનું વાતાવરણ હોય છે, ત્યાં ગરીબી રહે છે. તેથી ઘરનું વાતાવરણ હંમેશા ખુશનુમા હોવું જોઈએ
 
2. તુલસીના છોડ સુકાય જવો - હિંદુ ધર્મમાં તુલસીનો છોડ પૂજનીય છે. તુલસીના છોડને સુખ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જો તુલસીનો છોડ સુકાઈ જાય તો તે કથળતી આર્થિક સ્થિતિનો સંકેત આપે છે. એટલા માટે કહેવાય છે કે ઘરમાં તુલસીના ઝાડને ક્યારેય સુકવા ન દેવો જોઈએ. 
 
3. પૂજાપાઠથી દૂર થવુ - કહેવાય છે કે જે ઘરોમાં પૂજા થાય છે, ત્યાં માતા લક્ષ્મીનો વાસ રહે છે. તેની સાથે સકારાત્મક ઉર્જા પણ આવે છે. જે ઘરોમાં લોકો અચાનક પૂજાથી દૂર થઈ જાય છે ત્યાં આર્થિક સંકટ આવી શકે છે.
 
4. કાચ તૂટવો- નીતિશાસ્ત્ર મુજબ કાચ તૂટવો આર્થિક સ્થિતિ માટે શુભ માનવામાં આવતો નથી. કહેવાય છે કે જે ઘરોમાં કાચ તૂટે છે ત્યાં આર્થિક સંકટ આવવાની શક્યતા છે.
 
5. વડીલોનું સન્માન જરૂરી છે- કહેવાય છે કે જે ઘરોમાં વડીલોનું સન્માન નથી થતું, તે ઘરની આર્થિક સ્થિતિ ક્યારેય સુધરતી નથી. તેથી ઘરના વડીલો સાથે હંમેશા સારો વ્યવહાર કરવો જોઈએ.