1. મનોરંજન
  2. પર્યટન
  3. પર્યટન દિવસ
Written By
Last Updated : શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2024 (13:46 IST)

Pehle Bharat Ghumo - આ પાંચ ભારતીય સ્થળ દુનિયાભરમાં છે પ્રસિદ્ધ, વિદેશી પર્યટકોની રહે છે ભીડ

રાષ્ટ્રીય પર્યટન દિવસ 2024 - 25 જાન્યુઆરીએના રોજ રાષ્ટ્રીય પર્યટન દિવસ ઉજવાય રહ્યો છે. વિવિધતાઓના  દેશ ભારતમાં 28 રાજ્ય અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે.  જુદા જુદા રાજ્યોની જુદી સંસ્કૃતિ, અતિહાસિકતા અને પ્રાકૃતિક નજારાથી પરિપૂર્ણ છે.  પર્યટનના હિસાબથી ભારત સમૃદ્ધ છે. જ્યા કાશ્મીરથી કન્યાકુમારી સુધી ફરવા માટે પર્વતોથી સમુદ્ર તટ સુધીનો વિકલ્પ સહેલાઈથી મળી શકે છે. વિદેશોમાં પણ ભારતના પર્યટન સ્થળ ખૂબ જાણીતા છે. દર વર્ષે હજારો-લાખો વિદેશી પર્યટક ભારત ભ્રમણ પર આવે છે. 
 
ભારતના પર્યટન સ્થળોની વિશેષતાઓથી દેશવાસીઓ જ નહી વિદેશો સુધી પરિચિત કરાવવાના ઉદ્દેશ્યથી દર વર્ષે 25 જાન્યુઆરીના રોજ પર્યટન દિવસ ઉજવાય છે.  આ અવસર પર ભારતના સુંદર પર્યટન સ્થળ પર પ્રચાર પ્રસાર દેશ-વિદેશ સુધી કરવામાં આવે છે. જેનો ફાયદો દેશની અર્થવ્યવસ્થાને પણ થાય છે અને ભારતનુ નામ દુનિયાભરમાં પ્રસારિત થાય છે.  આમ તો કાશ્મીરથી કન્યાકુમારી સુધી અનેક શાનદાર પર્યટન સ્થળ ભારતનુ અંગ છે પણ કેટલાક એવા ભારતીય સ્થળ છે જે વિદેશી યાત્રાઓમાં ખૂબ લોકપ્રિય છે. વિદેશથી આવનારા પર્યટક આ સ્થાન પર ફરવા જવાનુ પસંદ કરે છે.  આવો જાણીએ વિદેશીઓને પસંદ ભારતીય પર્યટન સ્થળ વિશે. 
 
આગરાનુ તાજમહેલ 
દુનિયાના સૌથી જાણીતા ભારતીય પર્યટન સ્થળોની યાદીમાં સૌથી પહેલુ નામ તાજમહેલનુ છે. તાજમહેલ ઉત્તર પ્રદેશના આગરા શહીરમાં આવેલુ છે. સામાન્ય ભારતીય પર્યટકથી લઈને વિદેશથી આવનારા રાષ્ટ્રાધ્યક્ષ પણ અહી આવવાથી બાકી રહ્યા નથી. આગરામા તાજ મહેલ ઉપરાંત આગરાનો કિલ્લો, ફતેહપુર સીકરી, અકબરનો મકબરો, રામબાગ અને સિકંદરનો કિલ્લો પણ ફરવા જઈ શકે છે. તાજમહેલની સરકારી વેબસાઈટના મુજબ, વાર્ષિક 7 થી 8 મિલિયન પર્યટકોને તાજમહેલ આકર્ષિત કરે છે. જેમાથી 0.8 મિલિયનથી વધુ વિદેશી પર્યટક છે. 
 
ગોવા 
 
કેન્દ્રીય પર્યટન મંત્રાલય તરફથી લોકસભામાં રજુ કરવામાં આવેલ આંકડા મુજબ ગોવામાં 2021માં 22000 વિદેશી આવ્યા, બીજી બાજુ 2022માં આ સંખ્યા વધીને 1.75 લાખ થઈ ગઈ હતી. આ આંકડો ત્યારનો છે જ્યારે કોરોના સંક્રમણનો કહેર દુનિયાભરને ડરાવી રહ્યો હતો.  દેશના સૌથી નાના રાજ્યોમાંથી એક ગોવા પર્યટકો માટે આકર્ષણનુ કેન્દ્ર છે. વિદેશમાં ભરેલ અનેક બીચ અને સુંદર સમુદ્રી સ્થાન હોય પણ ગોવાની સુંદરતા કોઈ વિદેશી બીચથી ઓછી નથી. અહીનો ખૂબસુરત સમુદ્રી કિનારો દુનિયાભરમાં જાણીતો છે. ગોવા જાવ તો સી-ફૂડનો સ્વાદ, નાઈટ લાઈફ પાર્ટી અને વોટર સ્પોર્ટ્સનો આનંદ જરૂર ઉઠાવો. 
 
 
રાજસ્થાન - રાજસ્થાનમાં ફ્રાંસ અને બ્રિટનથી સૌથી વધુ પર્યટક આવે છે. પર્યટન વિભાગ મુજબ વર્ષ 2023માં ઓક્ટોબર મહિના સુધી 13 કરોડથી વધુ પર્યટક રાજસ્થાન આવી ચુક્યા છે. ગયા વર્ષેના મુકાબલે 2023માં 4 ગણા વધુ પર્યટક રાજસ્થાન ફરવા આવ્યા. અહીની સુંદરતા ભારતીયો સાથે જ વિદેશીઓને પણ પોતાની તરફ આકર્ષિત કરે છે. જયપુરથી લઈને જૈસલમેર સુધી અને ઉદયપુરથી લઈને માઉંટ આબૂ સુધી રાજસ્થાનનુ દરેક શહેર સુંદરતા, ઐતિહાસિકતા, ભવ્યતા, શાહી શૈલી અને રાજવાડા વિરાસતનો નજારો જોવા મળે છે. અહીના ઐતિહાસિક મહેલ કે કિલ્લા, રેગિસ્થાનની વાદીઓ, રેતી પર્યટકોને દરેક રીતે સંતુષ્ટ કરે છે. 
 
દિલ્હી
 
ભારતની રાજધાની દિલ્હીમાં સૌથી વધુ વિદેશી પ્રવાસીઓ આવે છે. એક રિપોર્ટ અનુસાર 6.06 લાખ વિદેશી પ્રવાસીઓ દિલ્હી આવે છે. દિલ્હીમાં લાલ કિલ્લો, ઈન્ડિયા ગેટ, રાષ્ટ્રપતિ ભવન, જામા મસ્જિદ, હુમાયુ મકબરો, કુતુબ મિનાર જેવા ઘણા પ્રવાસન સ્થળો છે. આ સ્થળો વિદેશી પ્રવાસીઓ અને ભારતીય પ્રવાસીઓ બંનેને પસંદ આવે છે.
કાશ્મીર
 
કાશ્મીર દેશનું સૌથી સુંદર સ્થળ માનવામાં આવે છે. કાશ્મીર ભારતીય પ્રવાસીઓ તેમજ વિદેશીઓ માટે લોકપ્રિય સ્થળ છે. કાશ્મીરની સુંદરતા અને કુદરતી વાતાવરણ આખી દુનિયામાં પ્રખ્યાત છે. કાશ્મીરમાં તમે ગુલમર્ગ, દાલ તળાવ, પરી મહેલ, પહેલગામ અને નાગીન તળાવની મુલાકાત લઈ શકો છો.
 
Edited by - kalyani deshmukh