1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated :મુંબઈ , બુધવાર, 15 ફેબ્રુઆરી 2023 (09:14 IST)

મર્ડર કે મૌસમ મેં પ્યાર ઈઝ બેક- આશિકાના સીઝન-3 ડિઝની+ હોટસ્ટાર પર 27મી ફેબ્રુઆરીએ રિલીઝ થશે

Aashikana Season-3
~ જન ઝેડ સ્ટુડિયોઝ નિર્મિત, સિરીઝ ડાયરેક્ટર ગુલખાન, મુખ્ય કલાકારો ઝાઈન ઈબાદ ખાન અને ખશી દુબે સંપૂર્ણ નવી સીઝન-3માં યશ અને ચિક્કીસ તરીકે પુનરાગમન કરી રહ્યાં છે
 
આ પ્રેમની મોસમમાં ડિઝની+ હોટસ્ટાર દ્વારા શક્તિશાળી ટ્રેલર સાથે ફેન ફેવરીટ આશિકાનાની ત્રીજી સીઝનની ઘોષણા કરવામાં આવી છે. યશ અને ચિક્કીની ગુના અને વિશ્વાસઘાત સાથેની મંત્રમુગ્ધ કેમિસ્ટ્રી જોવા મળી હતી ત્યારે તેઓ અલગ હતાં ત્યારે પણ પ્રેમે તેમને એકતાંતણે બાંધી રાખ્યાં હતાં. આ નવી સીઝન વધુ મોટી રહેશે, કારણ કે દર્શકોને કર્મનું પુનરાગમન અને યશ તથા ચિક્કીના જીવનને તે કઈ રીતે અસર કરે છે તે જોવા મળશે. શું તેઓ રહસ્ય પરથી પડદો ઊંચકીને એકબીજા સાથે પોતાનો માર્ગ શોધી શકશે? ઈન્દરજિત મોદી, અનુરાગ વ્યાસ, રાઘવ તિવારી અને ગીતા ત્યાગી વગેરે જેવા પ્રતિભાશાળી કલાકારો સાથે ત્રણગણી ઊર્જા સાથે ઝાઈન ઈબાદ ખાન અને ખુશી દુબે પુનરાગમન કરી રહ્યાં છે. ગુલ ખાન દ્વારા દિગ્દર્શિત અને જન કે સ્ટુડિયોઝ દ્વારા દિગ્દર્શિત આશિકાના સીઝન 3 ડિઝની+  હોટસ્ટાર પર ખાસ 27મી ફેબ્રુઆરીથી સ્ટ્રીમ થશે.
 
આશિકાના 3 વિશે બોલતાં ઝાઈન ઈબાદ ખાન કહે છે, “આશિકાના બહુ સાહસિક પ્રવાસ છે. યશ તરીકે મારી સામે શારીરિક અને માનસિક પડકાર પણ હતો. મનોરોગીઓ અને ગુનેગારો સાથે લડવા સાથે તેમનું પ્રેમજીવન પણ આ નાટકમાં ગૂંચવાયેલું છે.”
 
ભૂમિકા અને નવી સીઝન વિશે બોલતાં ખુશી દુબે ઉમેરે છે, “ચિક્કી મારા માટે પ્રેરણા છે. અમે તેને સાડીમાં ગુનેગારો સાથે લડતી જોઈ છે. તે જૂની ઘરેડને તોડી નાખે છે અને ગમે તે સામે આવે તો પણ અડીખમ રહે છે. આ નવા અધ્યાયમાં ચિક્કી યશ સાથે અલગ માર્ગે જોવા મળશે ને છતાં પોતાના શ્રેષ્ઠ સાથી સાથે મળીને આગામી ઝળુંબતા ખતરાને દૂર કરવા માટે લડ છે. આટલું જ નહીં યશ અને ચિક્કીના સંબંધોની વચ્ચે ગમે તેટલો ખતરનાક ગુનેગાર આવે તો પણ તેઓ તેને કઈ રીતે પહોંચી વળે છે તે દર્શકો માટે જોવા જેવું છે!”
ડાયરેક્ટર ગુલ ખાન કહે છે, “અમને પ્રથમ બે સીઝનમાં દર્શકો પાસેથી અદભુત સરાહના મળી છે અને અમે યશ અને ચિક્કી સાથે પ્રેમની વધુ એક સીઝન લાવવા માટે ખરેખર રોમાંચિત છીએ. નવી સીઝન સાથે પ્રેમ, ક્રાઈમ, થ્રિલર અને ઘણાં બધાં નવાં પાત્રો અનુભવી શકાશે. 27મી ફેબ્રુઆરીથી નવી સીઝન શરૂ થશે, ફક્ત ડિઝની+ હોટસ્ટાર પર.”
 
~ કર્મનું પુનરાગમન થયું છે અને તે જ રીતે યશ અને ચિક્કીનું પણ! 27મી ફેબ્રુઆરીથી ડિઝની + હોટસ્ટાર પર આશિકાનાના ત્રીજા અધ્યાયમાં તેમની સાથે જોડાઓ ~