રવિવાર, 2 એપ્રિલ 2023
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified સોમવાર, 10 જાન્યુઆરી 2022 (10:09 IST)

'દયાબેન' નો પીછો કરતો જેઠાલાલનો અનસીન વીડિયો, શું તારક મહેતા...શોમાં દિશા વાકાણીની થઇ ગઇ વાપસી?

શું આખરે તારક મહેતા... શોમાં દયા બેનની એન્ટ્રી થવાની છે? અનસીન વીડિયો
 
અભિનેતા દિલીપ જોષીએ પોતાના અભિનયથી દુનિયાભરના લોકોનું મનોરંજન કર્યું છે. લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના તે મુખ્ય ચહેરો છે અને ફેન્સ તેને જેઠાલાલની ભૂમિકામાં જોવાનું પસંદ કરે છે. અભિનેતાઓ પણ આ એપિસોડ ખૂબ જ સકારાત્મક અભિગમ સાથે કરી રહ્યા છે અને તેઓ છેલ્લા 13 વર્ષથી આ શો સાથે જોડાયેલા છે. હાલમાં જ જેઠાલાલનો એક ફની વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ શૂટ દરમિયાનનો બીટીએસ વિડિયો છે જે તમને શોની કેટલીક ફની મોંમેન્ટ્સની યાદ અપાવશે તેમજ આ વિડિયો જોયા પછી તમારા મનમાં એક પ્રશ્ન ઊભો થશે.
 
ભલે દિશા વાકાની ઉર્ફે દયા બેન તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં લાંબા સમયથી જોવા મળી નથી. પરંતુ તેમને શોથી અલગ કરીને ક્યારેય જોઈ શકાશ નહી. જેઠાલાલ અને દયાની કેમેસ્ટ્રી શોની લાઈફ છે. બંને વચ્ચેનો પ્રેમ અને ગુસ્સો જોવા ફેન્સ આતુર છે. હાલમાં જ આ શોનો એક વીડિયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ જોઈને કેટલાક લોકો જુનો વીડિયો સમજી રહ્યા છે, જ્યારે કેટલાક લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું દયાબેન ફરી પાછા ફર્યા છે.


 
વીડિયોમાં જોઈ શકાય છે કે ઘરની અંદર જેઠાલાલથી બચીને કોઇ ભાગતી જોવા મળી રહી છે અને જેઠાલાલ તેની પાછળ જવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે- "અય રુક, ભાગતી કીધર હૈ?" આ પછી બાબુજીનો સીન આવે છે અને તેઓ તૈયારી પણ કરી રહ્યા છે. ફેન્સને આ વીડિયો ઘણો ફની લાગી રહ્યો છે.
આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વિડિયો ટૂંકો છે પણ તારક મહેતાના ફેન્સ તેને સારી રીતે રિલેટ કરી શકે છે કે જ્યારે જેઠાલાલ આવી રીતે કોઈની પાછળ દોડે છે ત્યારે તેને માત્ર દયા આવે છે. હવે આ વીડિયોનું સત્ય શું છે, જેઠાલાલ અને બાબુજી કોના પછી જેઠાના રૂમમાં દોડી રહ્યા છે, તે આગામી એપિસોડમાં ખબર પડશે.
 
દિશા વાકાણીને શો છોડ્યાને 4-5 વર્ષ થઈ ગયા છે. ઘણી વખત તેના શોમાં પાછા ફરવાના અહેવાલો આવ્યા હતા પરંતુ તે અફવા સાબિત થઈ હતી. હવે આ વિડીયોએ ચાહકોના મનમાં એક પ્રશ્ન ઉભો કર્યો છે કે શું આખરે તારક મહેતા... શોમાં દયા બેનની એન્ટ્રી થવાની છે?