રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ફ્લેશબેક 2021
Written By

2021 માં આ સિતારાઓ અમને અલવિદા કહ્યું, સૌની આંખો ભીની થઈ ગઈ

કોરોના કાળની શરૂઆતથી જ બૉલીવુડ ઈંડસ્ટ્રી પર કાળ બન્યુ. આ દરમિયાન અમે ઘણા સ્ટાર્સ ગુમાવ્યા. 2020 થી ચાલી રહેલ આ ખરાબ તબક્કાએ 2021 માં પણ ઘણા સ્ટાર્સ આપણી પાસેથી છીનવી લીધા. એક પછી એક ખરાબ સમાચારોએ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીને ખરાબ રીતે હચમચાવી દીધી. 2021 ની અમારી અંતિમ સલામ એ સિતારાઓને કે જેમણે આ વર્ષે આંસુ સાથે અમને છોડી દીધા છે અને દરેકની આંખો ભીની છે.





-

1. દિલીપ કુમાર (Dilip Kumar) 
હિન્દી સિનેમાના દિગ્ગજ કલાકાર દિલીપ કુમારનુ 7 જુલાઈ 2021ને નિધન થઈ ગયુ. 98 વર્ષની વયમાં દિલીપ કુમારે મુંબઈના ખાર હિંદુજા હોસ્પિટલમાં દુનિયાને અલવિદા કહ્યુ. દિલીપ કુમારના નિધનના સમાચાર મળતા જ બોલીવુડ અને દેશમાં શોકની લહેર દોડી ગઈ. તેમને ભારતીય સિનેમાના પ્રથમ ખાન અને ટ્રેજેડી કિંગ પણ કહેવામાં આવતા હતા. દિલીપ કુમારે શ્રેષ્ઠ અભિનેતાનો સૌથી વધુ ફિલ્મફેયર એવોર્ડ જીતવાનો રેકોર્ડ પોતાને નામ કર્યો છે. દેશમાં પહેલો ફિલ્મફેયર એવોર્ડ મેળવનારા દિલીપ સાહેબ હતા, તેમણે અભિનયની સંસ્થા કહેવામાં આવતા હતા. જ્યારે તેઓ મોટા પડદા પર પોતાના ડાયલોગ બોલતા તો તેમના હાવ ભાવ અને તેમની અભિનય પ્રત્યેની ઈમાનદારી જોઈને બધા તેમના અભિનયમાં ડૂબી જતા હતા. 
 
મોહમ્મદ યુસુફ ખાન બની ગયો બોલીવુડનો ટ્રેજેડી કિંગ 
 
દિલીપકુમારનો જન્મ 11 ડિસેમ્બર, 1922 ના રોજ પેશાવર (હાલ પાકિસ્તાનમાં) માં થયો હતો. દિલીપકુમારનું અસલી નામ મોહમ્મદ યુસુફ ખાન હતું.યુસુફ ઉર્ફે દિલીપ કુમારે નાસિકમાં અભ્યાસ કર્યો હતો. દિલીપ કુમારે 22 વર્ષની ઉંમરે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. દિલીપ કુમારે 1944 માં પહેલી ફિલ્મ 'જ્વાર ભાટા'માં કામ કર્યું હતું. દિલીપકુમારને ભારત સરકાર દ્વારા ઘણા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. દિલીપકુમારને પદ્મ વિભૂષણ, દાદાસાહેબ ફાળકે એવોર્ડ, પદ્મ ભૂષણ એનાયત કરાયો હતો.

2. સિદ્ધાર્થ શુક્લા (Siddharth Shukla) 
 
 સિદ્ધાર્થ શુક્લા (Siddharth Shukla)  
લાખો દિલોમાં રહસ્ય કરનારા સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla)નો અચાનકથી દુનિયાને અલવિદા કહેવા પરિવાર અને મિત્રો માટે કોઈ આઘાતથી ઓછુ નથી. 2 સપ્ટેમ્બરે 40 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા. હાર્ટ એટેક આવવાથી તેમનું મૃત્યુ થયું. સિદ્ધાર્થ શુક્લાને તેમની અંતિમ યાત્રામાં અંતિમ વિદાય આપવા માટે ટીવી જગતના ઘણા સેલેબ્સ જોડાયા હતા. આ દરમિયાન સિદ્ધાર્થના ખાસ મિત્ર શહેનાઝ ગિલ (Shehnaaz Gill) અને માતા રીટા (Rita Shukla) શુક્લાની હાલત જોઈને લોકો પોતાના આંસુ રોકી શક્યા ન હતા. જાણવા મળ્યુ છે કે શહનાઝ અને સિદ્ધાર્થ આ વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કરવાના હતા, જે માટે તેઓએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી.







-

3. સુરેખા સિકરી (Durekha Sikri) 
પ્રખ્યાત એક્ટ્રેસ સુરેખા સીકરીનો આજે નિધન થઈ ગયું. એક્ટ્રેસને 10 મહીના પહેલા બ્રેન સ્ટ્રોક થયુ હતું. જે પછી તેને હોસ્પીટલમાં એડમિટ કરાવ્યુ હતું. એક્ટ્રેસ સુરેખા સીકરીનો 75 વર્ષની ઉમ્રમાં નિધન બાલિકા વધૂ સીરિયલથી થઈ હતી ચર્ચિત પ્રખ્યાત એક્ટ્રેસ સુરેખા સીકરીનો આજે નિધન થઈ ગયું. સુરેખા સિકરીએ મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. સુરેખા સીકરીનો આજે સવારે કાર્ડિયક અરેસ્ટના કારણે 75 વર્ષની વયે અવસાન થયું. બીજા બ્રેઇન સ્ટ્રોક પછી, તે ઘણી બધી મુશ્કેલીઓ સામે લડી રહી હતી. તેના પરિવારના સભ્યો અને સંભાળ લેનારાઓ તેની સંભાળ લેતા હતા. સુરેખા સીકરીને 2020માં અને 2018માં બે વાર બ્રેન સ્ટ્રોક થયું છે. જેના કારણે તે લકવાગ્રસ્ત થઈ ગઈ હતી. તે શૂટિંગ દરમિયાન જ પડી હતી. 
4. અનુપમ શ્યામ (Anupam Shyam)
નાના પડદા પર સૌથી ફેમસ શો પ્રતિજ્ઞા માં સૌથી જોરદાર પાત્ર ભજવનારા ઠાકુર સજ્જન સિંહનુ નિધન થઈ ગયુ. Anupam Shyam મુંબઈના લાઈફલાઈન મેડિકેયર હોસ્પિટલમાં છેલ્લા ચાર દિવસથી દાખલ હતા. ઉલ્લેખનીય છે કે અનુપમ શ્યામના મલ્ટી ઓર્ગેન ફેલિયરને કારણે તેમનુ નિધન થયુ. 
5. પુનીત રાજકુમાર (Puneeth Rajkumar)  
કન્નડ સુપરસ્ટાર પુનીત રાજકુમાના મૃત્યુ બાદ ભારતીય ફિલ્મ ઉદ્યોગ આઘાતમાં છે. પુનીતનું કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ થયું હતું અને બેંગલુરુની વિક્રમ હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું. તે 46 વર્ષનો હતો

6. નટુકાકા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર નટુકાકાનું કેન્સરની બીમારીથી નિધન થયું  ધનશ્યામ ભાઈ નાયક છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. તારક મહેતા સીરીયલ માં તેમણે નટુકાકા નો રોલ નિભાવ્યો હતો. તેમનો આ કિરદાર લોકોએ ખુબ વખાણ્યો. ઘનશ્યામ નાયક છેલ્લા ઘણા સમયથી ટ્રીટમેન્ટ લઇ રહ્યા હતા અને તેમણે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે તેઓ પોતાના અંતિમ શ્વાસ સુધી એક્ટિંગ કરવા માંગે છે તેમ જ તેમની ઈચ્છા તારક મહેતાના સેટ ઉપર અંતિમ શ્વાસ લેવાની છે.
 
ઘનશ્યામ નાયકનો જન્મ 12 મે, 1945ના રોજ મહેસાણા જિલ્લાનાં વડનગર તાલુકાના ઊંઢાઈ ગામમાં થયેલો. તેમણે આશરે 100 જેટલાં નાટક અને 223 ચલચિત્રોમાં અભિનય કરેલો છે. તેમણે બાળવયે શોભાસણ ગામે આવેલા રેવડીયા માતાના મંદિરે ભવાઇમાં સ્ત્રીપાત્ર ભજવ્યું હતું અને ત્યાર પછી મુંબઇ જઇ રામલીલામાં બાળ કલાકાર તરીકે કામ શરૂ કર્યું હતું.
 
તેમની સૌથી પહેલી ગુજરાતી ફિલ્મ વર્ષ ૧૯૬૮માં આવેલી હસ્તમેળાપ હતી. રમેશ મહેતાની પણ આ પ્રથમ ફિલ્મ હતી. આ ફિલ્મમાં નરેશ કનોડિયા મુખ્ય કલાકાર હતા. જ્યારે મહેશ કનોડિયાનું સંગીત હતું. તેમને પાશ્વગાયક બનવા માટે મહેશ કનોડિયાએ પ્રોત્સાહિત કર્યાં હતા. ત્યાર બાદ વેણીના ફૂલ ફિલ્મમાં પણ તેમણે કામ કર્યું હતું, જેના દિગ્દર્શક મનુકાન્ત પટેલ છે. તેમણે ડોશીમાંના અવાજમાં દાદીમાં અનાડી ગીત ગાયું હતું. અત્યાર સુધીની કારકિર્દીમાં તેમણે સુમન કલ્યાણપુર, મહેન્દ્ર કપૂર, આશા ભોંસલે, પ્રિતી સાગર સહિતના ખ્યાતનામ કલાકારો સાથે ગીતો ગાયા છે જેમાં હાસ્ય ગીતોનો પણ સમાવેશ થાય છે. તેમના દ્વારા અભિનય કરાયેલું પ્રથમ હિન્દી ચલચિત્ર માસૂમ હતું. જેમાં તેમણે બાળકલાકાર તરીકે કામ કરેલું. તે સિવાય કચ્ચેધાગે, ઘાતક, હમ દિલ દે ચૂકે સનમ, બરસાત, આશિક આવારા, તિરંગા જેવા હિન્દી ચલચિત્રોમાં તેમણે અભિનય કર્યો છે. તેમનું સર્વપ્રથમ ગુજરાતી નાટક પાનેતર હતું.