શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ફ્લેશબેક 2021
Written By
Last Updated : મંગળવાર, 28 ડિસેમ્બર 2021 (13:38 IST)

Year Ender 2021: આ વર્ષની સૌથી મોટી ઘટનાઓ, જે દરેક કોઈને રહેશે યાદ

વર્ષ 2021 સારી ખરાબ યાદો સાથે વીતી ચુક્યુ છે. એક નવુ વર્ષ, નવી આશાઓ સાથે તમારા જીવનમાં આવશે. વર્ષ 2022ના આવવાની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પણ આ વીતેલા વર્ષની યાદો હજુ લોકોના દિલમાં તાજી છે અને કદાચ હંમેશા તાજી જ રહેશે.  આમ તો વર્ષ 2021ની શરૂઆત કોરોના વાયરસના સંકટ, જરૂરી સ્વાસ્થ્ય સેવાઓની કમી વચ્ચે થઈ. જ્યારે લોકો કોરોનાના ભય હેઠળ હતા. ઓક્સીજનની કમી, હોસ્પિટલોમાં બેડની અછત, સંક્રમણને રોકવા માટે લાદવામાં આવેલા નિયંત્રણો પણ આ વર્ષે લોકોને સહન કરવા પડ્યા. પરંતુ કોરોના સિવાય દેશમાં ઘણી મોટી ઘટનાઓ બની જે દેશના ઈતિહાસમાં કાયમ માટે નોંધાઈ ગઈ છે અને લોકો આ ઘટનાઓને હંમેશા યાદ રાખશે. જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન ઘણી સારી અને ખરાબ ઘટનાઓ બની છે, તો ચાલો જાણીએ વર્ષ 2021ની સૌથી મોટી પાંચ ઘટનાઓ વિશે.
 
અનિશ્ચિત કાળ માટે લાલ કિલ્લો બંધ 
 
પ્રજાસત્તાક દિવસ ખેડૂત હિંસા
 
વર્ષ 2020થી ખેડૂતો કૃષિ કાયદા વિરુદ્ધ ધરણા પર બેઠા હતા. પરંતુ આ વર્ષની શરૂઆતમાં ખેડૂતોનો ગુસ્સો ત્યારે ફાટી નીકળ્યો જ્યારે ખેડૂતોએ પ્રજાસત્તાક દિન નિમિત્તે ટ્રેક્ટર માર્ચ કાઢી હતી. દિલ્હી બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતો જ્યારે લાલ કિલ્લા તરફ આગળ વધ્યા ત્યારે ઉગ્ર લાઠીચાર્જ થયો હતો. પોલીસ અને ખેડૂતો વચ્ચે વિવાદ વકર્યો હતો. ખેડૂતો રોષે ભરાયા હતા. કેટલાક આતંકવાદી આંદોલનકારીઓ લાલ કિલ્લા પર ચઢી ગયા અને નિશાન સાહિબનો ધ્વજ લહેરાવવાનું શરૂ કર્યું. આ ટ્રેક્ટર માર્ચ ગણતંત્ર દિવસની હિંસામાં ફેરવાઈ ગઈ. જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા, સરકારી સંપત્તિને નુકસાન થયું હતું.

 
ઓલિમ્પિક વિજેતાઓનો સન્માન સમારંભ 
 
ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ
 
આ વર્ષે ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે સારા સમાચાર છે. જુલાઈ-ઓગસ્ટમાં યોજાયેલી ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ 7 મેડલ જીત્યા હતા. જેમાં નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે જ ભારતીય પુરુષ હોકી ટીમે 41 વર્ષ બાદ હોકીમાં મેડલ જીત્યો છે. ભારત માટે આ કોઈ ઉજવણીથી ઓછું ન હતું.
 
મોદીના જન્મ દિવસે રેકોર્ડ વેક્સીનેશન 
 
100 કરોડ રસીના ડોઝ પૂરા
 
કોરોના સંક્રમણના ભય વચ્ચે દેશને ત્યારે રાહત મળી જ્યારે ઓક્ટોબરમાં ભારતે રસીના 100 કરોડ ડોઝ પૂરા કરીને ઈતિહાસ રચ્યો. રસીકરણ અભિયાનમાં ભારતના નામમાં એક મોટી ઉપલબ્ધિ જોડાઈ છે. રસીકરણમાં 100 કરોડનો આંકડો પૂર્ણ કરનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. દેશે માત્ર 9 મહિનામાં આ સિદ્ધિ મેળવી છે.
 
 
પેંડોરા પેપર લીક 
 
 
ઓક્ટોબરમાં જ પેંડોરા પેપર્સ લીક ​​થવાથી લોકોને આશ્ચર્ય થયું હતું. આ કૌભાંડમાં 90 દેશોના સેંકડો રાજકારણીઓ અને જાણીતી હસ્તીઓના નામ બહાર આવ્યા, જેમણે પોતાની સંપત્તિ છુપાવવા માટે ગુપ્ત કંપનીઓનો ઉપયોગ કર્યો. ભારત માટે આ ખુલાસો મોટો હતો કારણ કે પેંડોરા પેપર લીકમાં ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરનું નામ પણ સામે આવ્યું હતું. આ યાદીમાં 300 ભારતીયોના નામ સામે આવ્યા છે.
 
શહીદોને સલામ 
 
CDS બિપિન રાવતનું નિધન
 
વર્ષના છેલ્લા મહિનાની શરૂઆતમાં, ભારત માટે દુઃખનો સમય આવ્યો, જ્યારે વાયુસેનાનું Mi 17 હેલિકોપ્ટર ક્રેશ થયું. જ્યારે આ ઘટના બની ત્યારે સેનાના સર્વોચ્ચ અધિકારી સીડીએસ જનરલ બિપિન રાવત તેમની પત્ની સાથે હેલિકોપ્ટરમાં હાજર હતા. હેલિકોપ્ટરમાં કુલ 14 લોકો સવાર હતા, જેમાં સેનાના ઘણા વરિષ્ઠ અધિકારીઓ પણ હતા. આ અકસ્માતમાં દેશે બધાને ગુમાવ્યા.
 
21 વર્ષ બાદ મળ્યો ભારતની દિકરીને મિસ યુનિવર્સનો ખિતાબ 
 
 
સુષ્મિતા સેન અને લારા દત્તા બાદ ભારતની વધુ એક દીકરીને મિસ યુનિવર્સ 2021નો ખિતાબ મળ્યો છે. 21 વર્ષ પછી ચંદીગઢની હરનાઝ કૌર સંધુએ દેશને આ ખુશી આપી. આ ખિતાબ મેળવનાર તે ભારતની ત્રીજી મહિલા છે.