બુધવાર, 27 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: સોમવાર, 7 ફેબ્રુઆરી 2022 (21:26 IST)

મુનમુન દત્તાની ચાર કલાક થઈ પૂછપરછ, આગોતરા જામીન પર મુક્ત થઈ બબીતા જી, જાણો શુ છે પુરો મામલો

કથિત જાતિવાદી ટિપ્પણીને મામલે ટીવી સીરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)ફેમ અભિનેત્રી મુનમુન દત્તા (Munmun Dutta)સોમવારે હાંસી,  હરિયાણા પોલીસ સમક્ષ રજુ થયા અને તપાસ અધિકારીની લગભગ ચાર કલાક પૂછપરછ કર્યા બાદ આગોતરા જામીન પર મુક્ત કરવામાં આવ્યા. અભિનેત્રી પોતાના વકીલ અને સુરક્ષા કર્મચારીઓ સાથે પોલીસ  ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ વિનોદ શંકરની ઓફિસે પહોંચી હતી. આ દરમિયાન તેણે મીડિયા સાથે વાતચીત કરી નહોતી. 
 
13 મે 2021ના રોજ કેસ નોંધાયો
 
ઉલ્લેખનીય છે કે  9 મે, 2021 ના ​​રોજ, મુનમુન દત્તાની  યુટ્યુબ ચેનલ પર ટિપ્પણી વિરુદ્ધ કેસ હાંસીમાં નોંધવામાં આવ્યો હતો.  જોકે, સોશિયલ મીડિયા પર તેમની ધરપકડની માંગ ઉઠતા હેશટેગ્સ બાદ અભિનેત્રીએ ટિપ્પણી માટે માફી માંગી હતી કે તેણીને ભાષાની સમજણ ન પડતી હોવાથી તેનાથી આવી ભૂલ થઈ ગઈ હતી અને કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો તેમનો ઇરાદો નહોતો.
28 જાન્યુઆરીએ રદ્દ થઈ હતી આગોતરા જામીની અરજી 
 
મુનમુન દત્તાની આગોતરા જામીન અરજી હિસારમાં SC ST એક્ટ હેઠળ સ્થપાયેલી વિશેષ અદાલત દ્વારા 28 જાન્યુઆરીએ ફગાવી દેવામાં આવી હતી, જેના પગલે તેણે આગોતરા જામીન માટે પંજાબ હરિયાણા હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. હાઈકોર્ટે અભિનેત્રીને હાંસીમાં તપાસ અધિકારી સમક્ષ હાજર થવા અને તપાસમાં જોડાવા જણાવ્યું હતું અને મુનમુન દત્તાની ધરપકડ કરવા અને પૂછપરછ બાદ તેને વચગાળાના જામીન પર મુક્ત કરવા માટે તપાસ અધિકારીને આદેશ જારી કરવામાં આવ્યો છે.

જામીનની જોગવાઈ નથી 
 
કોર્ટે તપાસ અધિકારીને 25 ફેબ્રુઆરીએ કોર્ટમાં તપાસ રિપોર્ટ રજૂ કરવાનો પણ આદેશ આપ્યો હતો. દરમિયાન, ફરિયાદી રજત કલસને કહ્યુ હતુ કે SC ST એક્ટમાં અ અગોતરા જામીનની જોગવાઈ નથી અને તે સુપ્રીમ કોર્ટમાં જશે. નોંધનીય છે કે મુનમુન દત્તાનો આ વિવાદ ઘણો ગરમાયો હતો, પરંતુ અભિનેત્રીની માફી માંગ્યા બાદ તે પણ શાંત થઈ ગયો હતો.