શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 22 સપ્ટેમ્બર 2016 (12:52 IST)

તારક મહેતાકા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલ આદીવાસી ડાન્સ કરીને બબીતાને મનાવી શકશે?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં હાલમાં ગણેશ ઉત્સવનો એપિસોડ દેખાડવામાં આવી રહ્યો છે. આ એપિસોડમાં સિરિયલના કલાકારો અલગ અલગ વેશમાં સ્ટેજ પર પોતાનું પરફોર્મન્સ આપી રહ્યા છે. ત્યારે ફરીવાર એવું બની રહ્યું છે કે કેટલાક કબિલા વાળાઓનો રોલ કોણ કરે છે તે જોઈને દર્શકો પણ પોતાનું હાસ્ય રોકી નહીં શકે. આ રોલમાં જેઠાલાલ, બબીતા અને બબીતાનો પતિ અય્યર છે. જેઠાલાલ જંગલી બનીને સોસાયટીમાં ફરી રહ્યાં છે. કારણ કે એપિસોડની રમત હરિફાઈમાં જેઠાલાલ બબીતા અને અય્યરનું નામ એક સાથે ખૂલ્યું છે.

આ ત્રણેયને જંગલી અવતારમાં શોલે ફિલ્મનું ગીત મહેબૂબા મહેબૂબા પર ડાન્સ કરવાનો છે. આ ડાન્સમાં જેઠાલાલ અને અય્યર કબિલાની રાણી બબીતાને મનાવવામાં ટકરાઈ જાય છે. આ ડાન્સને લઈને જેઠાલાલે કહ્યું હતું કે જ્યારે મેક અપ કરીને ડ્રેસ પહેરીને હું પોતાને કાચમાં જોવા લાગ્યો ત્યારે દંગ રહી ગયો હતો. મારો ગેટ અપ જ બદલાઈ ગયો હતો. મને આશા છે કે દર્શકોને અમારો ડાન્સ ગમશે. અગાઉ દયા અને માધવીએ કઠપૂતળી ડાન્સ કરીને દર્શકોને ખુશ કરી દીધાં હતાં