મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: સોમવાર, 4 ડિસેમ્બર 2023 (16:40 IST)

UP News: ફેમસ અભિનેતાએ યુવકની કરી હત્યા

બાધાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કુઆખેડા ખદરી ગામમાં રવિવારે બપોરે એક રિજ પર ઉભેલા વિવાદિત વૃક્ષને કાપવાને લઈને થયેલા ગોળીબારમાં પોલીસે ટીવી કલાકાર અને તેના એક નોકરની ધરપકડ કરી છે. ફરાર બે આરોપીઓની શોધખોળ ચાલુ છે.
 
સોમવારે સવારે પોસ્ટમોર્ટમ બાદ લાશ કડક સુરક્ષા હેઠળ ગામમાં પહોંચી હતી. બપોરે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ગામમાં ભારે ફોર્સ તૈનાત છે. બે ફરાર આરોપીઓને શોધવા દરોડા પાડવામાં આવી રહ્યા છે.
 
ભૂપેન્દ્રસિંહનું ફાર્મ હાઉસ
બાદપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કુઆનખેડા ખદરી ગામમાં રહેતા પ્રીતમ સિંહના પુત્ર ભૂપેન્દ્ર સિંહનું ગામની બાજુમાં શેરગઢ નામનું ફાર્મ હાઉસ છે. ગુરદીપ સિંહ ફાર્મ હાઉસ પાસે ખેતીની જમીન ધરાવે છે. જમીનના પાળા પર ઉભેલા નીલગિરીના ઝાડને લઈને બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.
 
રવિવારે વિવાદ દરમિયાન ભૂપેન્દ્રએ પોતાના લાઈસેંસી રિવોલ્વરથી ગોળીઓ વરસાવી. ગોળી વાગવાથી ગુરદીપ સિંહના 22 વર્ષીય પુત્ર ગોવિંદ સિંહનુ ઘટના સ્થળ પર જ મોત થઈ ગયુ. જ્યારે કે ગુરદીપ સિંહ, તેમની પત્ની મીરાબાઈ અને પુત્ર અમરીક ઉર્ફ બૂટા સિંહને ગોળી વાગવાથી તેઓ ગંભીર રૂપે ઘાયલ થઈ ગયા હતા. 
 
ડીઆઈજીએ ઘટનાસ્થળની ચકાસણી કરી 
સૂચના મળતા જ ડીઆઈજી મુનીરાજ ઘટનાસ્થળ પર પહોચી ગયા અને ઘાયલોના હાલચાલ જાણ્યા હતા. મોડી રાત્રે ગુરદીપના ભાઈ જીતની ફરિયાદ પર ભૂપેન્દ્ર અને તેના નોકર જ્ઞાન સિંહ, જીવન સિંહ અને ગુરજર સિંહના વિરુદ્ધ હત્યાની ધારામાં કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે મોડી રાત્રે જ્ઞાન સિંહની પણ ધરપકડ કરી લીધી. સોમવારે ધરપકડ કરાયેલા આરોપી ભૂપેન્દ્ર સિંહ અને જ્ઞાન સિંહને કોર્ટમાં રજુ કરવામાં આવશે. 
  
સીરિયલમાં કામ કરી ચુક્યા છે ભૂપેન્દ્ર સિંહ 
ભૂપેન્દ્ર સિંહ કાલા ટીકા, એક થી હસીના અને કાર્તિક પૂર્ણિમા સીરિયલમાં કામ કરી ચુયા છે. બીજી બાજુ પોસ્ટમોર્ટમ માટે ગોવિંદની ડેડ બોડી ગામ કુઆખેડા પહોચી ગઈ છે.  આ દરમિયાન સીઓ નગીના સહિત અનેક પોલીસચોકીના પોલીસ પણ ગામમાં છે. સીઓ નગીનાએ જણાવ્યુ કે બાકી આરોપીઓની શોઘખોળ કરવામાં આવી રહી છે.