રવિવાર, 19 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 4 ડિસેમ્બર 2023 (13:23 IST)

શરીરમાં દેખાય આ 5 લક્ષણ તો એલર્ટ, તમને હાર્ટ એટેક આવી શકે છે, ધ્યાન નહી આપો તો બની શકે છે જીવલેણ

heart attack symtoms
heart attack symtoms
Change In Body Before Heart Attack Symptoms: શરીરમાં થનારા કેટલાક ફેરફારોને ભૂલથી પણ ઈગ્નોર ન કરવી જોઈએ. કારણ કે કેટલાક ફેરફાર હાર્ટ એટેક જેવી જીવલેણ સ્થિતિઓના શરૂઆતી સંકેત પણ હોઈ શકે છે. 
 
હાર્ટ એટેકના લક્ષણ - કોઈપણ બીમારીનુ શરીરમાં દાખલ થતા પહેલા શરીર સંકેત આપવા માંડે છે. જો કે આપણે અનેકવાર આવી વાતોને નાની-નાની સમજીને નજરઅંદાજ કરી દઈએ છીએ. હાર્ટ સાથે જોડાયેલ સમસ્યા થતા શરીર અનેક પ્રકારના સંકેત આપે છે. હાર્ટ એટેક આવતા પહેલા શરીરમા કેટલાક લક્ષણ જોવા મળ એછે. તેને ઈગ્નોર કરવા જીવલેણ સાબિત થઈ શકે છે. છેલ્લા કેટલાક વર્ષમાં હાર્ટ એટેકના મામલા ખાસ કરીને ગુજરાતમાં વધી રહ્યા છે. હાર્ટ એટેકના સંકટને દૂર કરવા માટે ફક્ત ડાયેટ અને લાઈફસ્ટાઈલમાં સુધાર જ જરૂરી નથી. તમને હાર્ટ અટેકના લક્ષણોની ઓળખ કરતા પણ આવડવુ જોઈએ.  તમને હાર્ટ અટેકના શરૂઆતી લક્ષણો વિશે ખબર હોવી જોઈએ. જો અચાનક તમારા શરીરમાં થોડો ફેરફારનો અનુભવ થાય તો તેના પર ધ્યાન જરૂર આપો.  આજે અમે તમને હાર્ટ એટેક સાથે જોડાયેલ બીમારીના શરૂઆતના લક્ષણ બતાવી રહ્યા છે જેના પર તમારે ધ્યાન આપવુ જરૂરી છે. 
 
 હાર્ટ એટેક આવતા પહેલા શરીરમાં દેખાતા  લક્ષણ  (Pre Heart Attack Symptoms)
 
શ્વાસમાં ફેરફાર  (Change in breathing)- જો તમને અચાનક તમારા શ્વાસ લેવાની પેટર્નમાં થોડો ફેરફાર લાગે છે, તો તે ચિંતાનો વિષય બની શકે છે. જો શરીરમાં હૃદય સંબંધિત સમસ્યા હોય તો શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. હાર્ટ એટેક આવે તે પહેલા જ શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે. શ્વાસ ફુલવા માંડે છે અને અનેક વખત શ્વાસ ઝડપી પણ બની જાય છે. જો તમને આવો અનુભવ થાય તો ડોક્ટરની સલાહ લો. 
 
ખૂબ પરસેવો આવવો  (Increased sweating)- જો તમને બેસ્યા બેસ્યા જ ખૂબ પરસેવો થાય છે, તો તે શરીરની ઘણી બીમારીઓનું સંકેત હોઈ શકે છે. હાર્ટ એટેક આવતા પહેલા પણ વધુ પડતો પરસેવો આવવા જેવા લક્ષણો દેખાય છે. જો તમને ખાસ કરીને રાત્રે સૂતી વખતે પરસેવો આવવા લાગે તો તેના વિશે ડૉક્ટરની સલાહ લો. તેને અવગણવાની ભૂલ ન કરો.
 
ડાબી બાજુએ કમજોરી  (Weakening the left side of body)- જો તમે તમારા શરીરના ડાબી બાજુએ કમજોરી અનુભવી રહ્યા છો તો જેવા કે હાથમાં દુખાવો, ખભા અને જબડામાં નબળાઈ અનુભવો તો આ ખતરનાક સાબિત થઈ શકે છે.  હાર્ટ જ્યારે ઠીક રીતે કામ નથી કરતુ તો એવી પરેશાની થઈ શકે છે હાર્ટ જ્યારે સારી રીતે કામ નથી કરતુ તો એવી પરેશાની થઈ શકે છે હાર્ટ જ્યારે ઠીક રીતે કામ નથી કરતી તો એવી પરેશાની થઈ શકે છે. હાર્ટની સમસ્યા થતા અનેક દિવસ પહેલા પણ શરીર આવા સંકેત આપવા માંડે છે. આ લક્ષણને લઈને ડોક્ટર સાથે વાત કરો. 
 
જલ્દી થાકનો અનુભવ થવો (Get tired easily) - જો તમે વગર કોઈ ફિઝિકલ એક્ટિવિટીએ થાકનો અનુભવ કરી રહ્યા છો તો આ પરેશાનીવાળી વાત બની શકે છે. હાર્ટના દર્દીને શરીરમાં થાક અને નબળાઈનો અનુભવ થઈ શકે છે અનેકવાર થોડુ કામ કરવા પર જ શ્વાસ ફુલવા માંડે છે. 
 
પાચન ધીમુ થઈ જવુ   (Digestion slowing down)-  હાર્ટ સાથે જોડાયેલ પરેશાની થતા પાચન પર પણ અસર પડે છે.  જો તમે યોગ્ય ડાયેટ લઈ રહ્યા છો અને લાઈફસ્ટાઈલ પણ ઠીક છે પણ પાચન સારુ નથી તો આ ચિંતાનુ કારણ છે. હાર્ટ સંબંધી બીમારી થતા પણ આવુ થઈ શકે છે. તેથી લાંબા સમય સુધી આ સમસ્યાને નજર અંદાજ ન કરો.