ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. કામની વાત
Written By
Last Modified: સોમવાર, 18 માર્ચ 2024 (14:30 IST)

436 રૂપિયામાં મેળવો 2 લાખનો લાભ

PM Jeevan Jyoti Bima Yojana માં પૉલીસી ધારકને દર વર્ષે 436 રૂપિયાની ચુકવણી કરવી પડશે. એક વર્ષ પહેલા આ યોજના માટે માત્ર 330 રૂપિયા આપવા પડતા હતા પણ પછી પ્રીમિયમ રાશિને વધારી દીધુ. પ્રીમિયમની ચુકવની એક જૂનથી 30 ના વચ્ચે કરાશે. 
 
આ યોજના હેઠળ 18 થી 50 વર્ષની વયના વ્યક્તિને 2 લાખ રૂપિયા સુધીનો વીમો આપવામાં આવે છે. જો તે વ્યક્તિ વીમા કવરેજ દરમિયાન મૃત્યુ પામે છે, તો તેના આશ્રિતોને 2 લાખ રૂપિયાનો વીમો આપવામાં આવે છે. આ માટે, વીમાધારકે પ્રતિ વર્ષ માત્ર રૂ. 436નું પ્રીમિયમ ચૂકવવું પડે છે અને તેને એક વર્ષ (1 જૂનથી 31 મે સુધી) કવરેજ મળે છે.
 
દેશના નાગરિકોને આર્થિક રૂપથી મજબૂત અને સુરક્ષિત બનાવવા માટે સરકાર દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે તે યોજનાઓમાંથી એક છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના  (PM Jeevan Jyoti Bima Yojana) જેમાં દેશના બધા નાગરિકોને વીમો કરવાનો લાભ આપવામાં આવે છે. આ યોજનાના લાભ ઉઠાવવા માટે માત્ર 436 રૂપિયા વર્ષના આપવા પડે છે. જે પછી લાભાર્થીને 2 લાખ રૂપિયાનો વીમાનો ફાયદો મળે છે. કેંદ્ર સરકારે આ યોજનાની શરૂઆત વર્ષ 2015માં કરી હતી. 

Edited By-Monica Sahu