ગુરુવાર, 5 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ઉત્તરાયણ/મકરસંક્રાતિ
Written By
Last Updated : રવિવાર, 15 જાન્યુઆરી 2023 (09:19 IST)

Makar Sankranti 2023 Upay: મકર સંક્રાતિ પર કરો તલ સંબંધી આ ખાસ ઉપાય, ભાગ્ય જાગવાની સાથે જ થશે ધન વર્ષા

હિંદુ ધર્મમાં મકરસંક્રાંતિનું વિશેષ મહત્વ છે. કારણ કે આ દિવસે ભગવાન સૂર્યની કૃપાથી દરેક વ્યક્તિના જીવનમાં અનેક પ્રકારના કષ્ટોમાંથી મુક્તિ મળે છે. એવું માનવામાં આવે છે કે મકરસંક્રાંતિના દિવસે સ્નાન કરીને દાન કરવાથી શુભ ફળ મળે છે અને સૂર્ય ભગવાનની કૃપાથી દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે.વ્યક્તિ પોતાનું નસીબ ચમકાવી શકે છે. જાણો તલ સંબંધિત કયા ઉપાયો શુભ રહેશે.   
 
આ દિવસે સ્નાન પહેલા કશુ પણ ખાવુ પીવુ ન જોઈએ. મકર સંક્રાતિના દિવસે તલનુ દાન કરવુ ખૂબ શુભ રહે છે. આ દિવસે કાળા તલનુ દાન કરવાથી શનિની સાઢેસાતી અને ઢૈય્યાથી રાહત મળે છે.   
 
- મકર સંક્રતિના દિવસે સૂર્ય દેવની પૂજાનુ વિશેષ મહત્વ હોય છે. આ દિવસે તેમને પ્રસન્ન કરવા માટે સૂર્ય દેવ મંત્રોનો જાપ જરૂર કરો. આ દિવસે સૂર્યના ખાસ મંત્ર ૐ હ્રી હ્રી સૂર્યાય નમ: નો જાપ કરતા તેમને અર્ધ્ય આપો.   
 
આ વસ્તુઓનુ કરો દાન   
મકર સંક્રાતિના દિવસે કાળા તલના લાડુ, ગોળ, કાળા તલ, સફેદ તલ ઉપરાંત રેવડીનુ દાન કરવુ શુભ માનવામાં આવે છે.  
 
ધન લાભ માટે   
 
મકર સંક્રાતિના દિવસે એક મુઠ્ઠી કાળા તલ લઈને પરિવારના બધા સભ્યો પરથી 7 વાર ઉતારી લો. ત્યારબાદ  તેમને ઘરમાંથી બહાર લઈ જઈને ઉત્તર દિશા તરફ ફેંકી દો. આવુ કરવથી ઘરમાંથી સુખ સમૃદ્ધિ સાથે ધન ધાન્યનો વધારો થશે.  
 
નજર દોષ માટે 
 
મકર સંક્રાતિના દિવસે ન્હાવાના પાણીમાં તલ નાખી દો. આ ઉપરાંત તલથી બનેલી ઉબટન લગાવવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે અને નજર દોષથી મુક્તિ મળે છે.   
 
મનોકામના પૂરી કરવા માટે  
 
મકર સંક્રાતિના દિવસે ભગવાન સૂર્યને તાંબાના લોટામાં તલ, થોડા કાળા તલ, લાલ રંગનુ ફુલ, સિંદૂર અને ચોખા નાખીને અર્ધ્ય કરો. આ સાથે જ ૐ સૂર્યાય  નમ: નો જાપ કરો.