ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ઉત્તરાયણ/મકરસંક્રાતિ
Written By
Last Modified: શુક્રવાર, 13 જાન્યુઆરી 2023 (13:29 IST)

Makar Sankranti 2023: મકર સંક્રાતિ પર બનશે મહાયોગ, રાશિ મુજબ કરો પૂજા અને દાન, મળશે યશ-કીર્તિ અને સન્માન

Makar Sankranti 2023 Daan and Puja Accoding to Rashi: પોષ મહિનામાં આ વખતે મકર સંક્રાતિનો તહેવાર રવિવાર 15 જાન્યુઆરી 2023 ના રોજ ઉજવાશે. સામાન્ય રીતે મકર સંક્રાતિ 14 જાન્યુઆરીએ આવે છે,  પણ આ વર્ષે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ 14 જાન્યુઆરીએ રાત્રે 8 વાગીને 43 મિનિટ પર થશે, તેથી ઉદયાતિથિ મુજબ બીજા દિવસે 15 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિ ઉજવાશે. 
 
મકર સંક્રાતિ પર બની રહ્યો છે મહાયોગ 
 
આ વખતે મકરસંક્રાંતિ પર મહાયોગ બની રહ્યો છે. આ દિવસે સૂર્ય, શનિ અને શુક્ર મકર રાશિમાં રહેશે જેના કારણે ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. આ સાથે ચિત્રા નક્ષત્ર, શશ યોગ સુકર્મ યોગ, વશી યોગ, સનફળ યોગ અને બાલવ કરણ યોગ પણ રચાશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ યોગથી ઘણી રાશિઓ વાળા લોકોનું ભાગ્ય ચમકી ઉઠશે. બીજી તરફ આ યોગોમાં શુભ કાર્ય, દાન, સૂર્ય પૂજા, તીર્થયાત્રા, ભાગવત મહાપુરાણનો પાઠ વગેરે ખૂબ જ શુભ રહેશે, તેનાથી ભાગ્યના બંધ દરવાજા પણ ખુલી જશે.
 
રાશિ મુજબ કરો દાન અને મેળવો યશ-કીર્તિ અને સન્માન 
 
મકરસંક્રાંતિ રવિવારે આવી રહી છે. આવી સ્થિતિમાં, સૂર્યની સંક્રાંતિ ખાસ કરીને ફાયદાકારક છે, કારણ કે મકરસંક્રાંતિનો તહેવાર સૂર્ય ઉપાસના સાથે જોડાયેલો છે અને રવિવાર સૂર્ય ભગવાનને સમર્પિત છે.
 
આ દિવસે સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે. મકર રાશિ એટલે શનિ જે સ્વયં સૂર્યના પુત્ર છે. સૂર્યના પુત્ર હોવાથી સૂર્ય પણ પુત્રના ઘરમાં થોડો શાંત થઈ જાય છે. સૂર્ય ગ્રહોના રાજા છે અને તે શનિના પિતા પણ છે. તેઓ તેમના પુત્ર એટલે કે શનિદેવના ઘરે મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે.
 
મકરસંક્રાંતિ પર રાશિ પ્રમાણે દાન કરો અને સૂર્યને અર્ઘ્ય આપો 
 
સ્કંદ પુરાણમાં પણ કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ સૂર્યોદય સમયે સૂર્યને જળ અર્પણ કર્યા વિના ભોજન કરે છે તે ભોજન નહી પણ પાપને ગ્રહણ કરે છે. સૂર્યને જળ ચઢાવવાથી સૂર્ય આપણને તેજ આપે છે, નવી ઉર્જા આપે છે. આ સાથે, આપણા હાડકાં, આંખો, કેલ્શિયમ માટે સૂર્ય ગ્રહ કારક છે, સૂર્ય આપણને આત્મવિશ્વાસ, ઉર્જા અને એકાગ્રતા આપે છે.
 
આપણને સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવાની ઉર્જા સૂર્ય પાસેથી જ મળે છે. આવો જાણીએ કે મકરસંક્રાંતિના દિવસે કઈ રાશિના લોકોને કઈ વસ્તુઓનું દાન કરવાથી ફાયદો થશે. આ સાથે રાશિ પ્રમાણે સૂર્ય ભગવાનને કેવી રીતે અર્ઘ્ય ચઢાવવું અને કયા મંત્રોના જાપ સાથે સૂર્યની પૂજા કેવી રીતે કરવી.
 
મેષ: મકરસંક્રાંતિના દિવસે મેષ રાશિવાળા લોકોએ પાણીમાં લાલ ફૂલ, હળદર, તલ મિક્સ કરીને તલ અને ગોળનું દાન કરવું જોઈએ. તેનાથી ઉચ્ચ પદની પ્રાપ્તિ થશે.  આ દિવસે તમારે 'ઓમ સર્વાય નમઃ' મંત્રની ઓછામાં ઓછી એક માળાનો જાપ કરવો જોઈએ.
 
વૃષભ: વૃષભ રાશિવાળા લોકો પાણીમાં સફેદ ચંદન, દૂધ, સફેદ ફૂલ, તલ નાખી સૂર્યને અર્ઘ્ય આપે  આવુ કરવાથી તમને  મોટી જવાબદારી મળવાની અને મહત્વની યોજનાઓ શરૂ થવાના યોગ બનશે.  પૂજામાં 'ઓમ જગત નંદાય નમઃ...' મંત્રની એક માળાનો જાપ કરો.
 
મિથુન રાશિ: મિથુન રાશિવાળા લોકો તલ, દુર્વા અને ફૂલોને પાણીમાં ભેળવીને સૂર્યને અર્ઘ્ય આપે અને ગાયને લીલો ચારો ખવડાવો. મકર સંક્રાંતિ પર મગની દાળની ખીચડીનું દાન કરો, તેનાથી ધનની પ્રાપ્તિ થશે. પૂજામાં 'ઓમ જરતકરાય નમઃ..' ની માળાનો જાપ કરો.
 
કર્કઃ  કર્ક રાશિવાળા પાણીમાં દૂધ, ચોખા, તલ ભેળવીને સૂર્યને અર્ઘ્ય  આપો અને 'ઓમ આત્મા રુપિણે નમઃ...' મંત્રની માળાનો જાપ કરો. સાથે જ ચોખા, સાકર અને તલનું દાન કરો. આનાથી ક્લેશ, સંઘર્ષ અને અવરોધોનો અંત આવશે.
 
સિંહ રાશિ: મકરસંક્રાંતિના દિવસે સિંહ રાશિવાળા લોકો પાણીમાં કુમકુમ, લાલ ફૂલ અને તલ નાખીને સૂર્યને અર્ઘ્ય આપે અને 'ઓમ ધૃણિ સૂર્યાય નમઃ' ની એક માળાનો જાપ કરે. આ દિવસે તલ, ગોળ, ઘઉં, સોનું દાન કરો. આનાથી કોઈ મોટી સિદ્ધિ મળશે.
 
કન્યા: કન્યા રાશિના લોકો પાણીમાં તલ, દુર્વા, ફૂલ નાખી સૂર્યને અર્ઘ્ય આપો અને મગની દાળની ખીચડીનું દાન કરો અને ગાયને ચારો આપો, તેનાથી શુભ સમાચાર મળશે. પૂજામાં 'ૐ દીપ્ત મૂર્તયે નમઃ' ની માળાનો જાપ કરો
 
તુલા રાશિ - તુલા રાશિના જાતકો મકર સંક્રાતિ પર સફેદ ચંદન, દૂધ ચોખા અને તલ મિક્સ કરીને સૂર્યને અર્ધ્ય આપો અને ૐ શ્રીમંતે નમ ની એક માળાનો જાપ કરો. આ દિવસે ચોખાનુ દાન કરવાથી વ્યવસાયમાં લાભ થશે અને શત્રુ અનુકૂળ થશે. 
 
વૃશ્ચિક રાશિઃ મકરસંક્રાંતિના દિવસે વૃશ્ચિક રાશિના જાતક પાણીમાં કુમકુમ, લાલ ફૂલ અને તલ મિક્સ કરીને સૂર્યને અર્ઘ્ય અર્પણ કરો અને ગોળનું દાન કરો. આવુ કરવાથી વિદેશના કામોથી લાભ થશે અને સુખદ પ્રવાસ થશે. પૂજામાં 'ૐ બ્રહ્મણે નમઃ...' મંત્રની માળાનો જાપ કરો.
 
ધનુ: ધનુરાશિના જળમાં હળદર, કેસર, પીળા ફૂલ અને તલ મિક્સ કરીને સૂર્યને અર્ઘ્ય ચઢાવો. આવુ કરવાથી ચારેબાજુ વિજય પ્રાપ્તિ થશે. તમે 'ૐ  વીરાય નમઃ' મંત્રની માળાનો જાપ કરો.
 
મકર રાશિ - મકર રાશિના જાતકો પાણીમાં ભૂરા ફુલ અને તલ મિક્સ કરીને સૂર્યને અર્ધ્ય આપો. ગરીબ અને અપંગોને ભોજન કરાવો. તેનાથી વિશેષ અધિકારની પ્રાપ્તિ થશે. સાથે જ ૐ જયાય નમ: મંત્રની એક માળાનો જાપ કરો. 
 
કુંભ રાશિ - કુંભ રાશિવાળા જળમાં ભૂરા ફુલ, કાળી અડધ, સરસવનુ તેલ અને કાળા તલ મિક્સ કરીને સૂર્યને અર્ધ્ય આપો. આ દિવસે તલ અને તેલનુ દાન કરવુ ઉત્તમ રહેશે. તેનાથી વિરોધી હારી જશે અને ભેટ મળશે. પૂજામાં ૐ સત્યાનંદ સર્વસ્વરૂપિણે નમ: મંત્રની એક માળાનો જાપ કરો. 
 
મીન રાશિ - મીન રાશિના જાતકો કેસર, પીળા ફુલ અને તલ મિક્સ કરીને સૂર્યને અર્ધ્ય આપો અને ૐ ભગવતે નમ: ની એક માળાનો જાપ કરો. આ દિવસે સરસવ અને કેસરનુ દાન કરો. તેનાથી સન્માન અને યશ વધશે.