બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. વેલેન્ટાઈન ડે
Written By Author કલ્યાણી દેશમુખ|

એ છે પ્રેમ ....

N.D
કંટકો ભર્યા જીવનમાં
જે સ્મિતના પુષ્પો ખીલાવે એ છે પ્રેમ

પ્રિયતમના દુ:ખને પોતાનુ સમજીને
જે તેના દુ:ખનો ભાગીદાર બની જાય એ છે પ્રેમ

પ્રેમમાં સાથીને પામવાની ઈચ્છા ન રાખતા
જે સમર્પણ અને ત્યાગની ભાવના રાખે એ છે પ્રેમ

આજના સુંદરતા અને ફેશનના યુગમાં પણ
જે દિલને ઓળખીને સાદગીને વરી જાય એ છે પ્રેમ

બદલામાં કંઈક લેવાની તમન્ના રાખ્યા વગર
જે પ્રિયતમને ખુશીઓ આપતો રહે એ છે પ્રેમ