શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 28 ડિસેમ્બર 2017 (17:34 IST)

વાસ્તુ ટિપ્સ 2018 - નવા વર્ષમાં ધનની કમી નહી રહે.. ફક્ત કરી લો આ 4 ઉપાય

વાસ્તુશાસ્ત્રમાં ધન લાભ સાથે સંબંધિત પણ અનેક ઉપાય બતાવ્યા છે. ધન કમાવવા માટે દરેક કોઈ કમર તોડ મહેનત કરે છે. વ્યક્તિ આખો દિવસ વિચાર કરે છે કે વધુથી વધુ ધન કેવી રીતે કમાવવામાં આવે. સાથે જ વ્યક્તિની એ પણ માનસિકતા રહે છે કે કેવા પ્રકારના ધનનું યોગ્ય રોકાણ કરવામાં આવે જેથી ભવિષ્યમાં કામ આવી શકે.  
 
બીજી બાજુ અનેકવાર એવુ પણ થાય છે કે લોકો પોતાના પૈસા બીજાને ઉધારના રૂપમાં તો આપી દે છે પણ પરત મળવા મુશ્કેલ થઈ જાય છે. જો તમારી સાથે પણ કંઈક આવુ જ થઈ રહ્યુ છે તો અમે તમને બતાવી રહ્યા છે કે વાસ્તુ શાસ્ત્રના કયા ઉપાયોથી વર્ષ 2018માં તમને ડૂબેલા પૈસા પરત મળી શકે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ આ ઉપાયોને જો વ્યવસ્થિત રૂપે કરવામાં આવે તો ધન સાથે સંબંધિત સમસ્યાઓનુ સમાધાન સહેલાઈથી મળી શકે છે. 
ગલ્લો - સૌ પહેલો ઉપાય છે તમારો ગલ્લો.. હા પૈસાનો ડબ્બો એવી રીતે મુકો કે તેનુ મોઢુ ઉત્તર દિશા તરફ હોય. ઉત્તર દિશા ધનના દેવતા કુબેરની છે. આવુ કરવાથી તમારી આવકમાં જરૂર વધારો થશે. 
 
અરીસો - વાસ્તુશાસ્ત્રમાં અરીસાનુ ખૂબ મહત્વ છે. જો તમે તમારા વોલેટ કે પર્સમાં નાનકડો અરીસો મુકો છો તો ખૂબ જ જલ્દી ધન તમારી તરફ આકર્ષિત થવા માંડશે. તમે જુદા જુદા સ્થાનો પરથી ધન મળવા લાગશે.  સાથે જ તમને તમારા ઘરમાં કોઈ પ્રકારની કોઈ નકારાત્મક ઉર્જાનો વાસ નથી રહી શકતો. 
 
તુલસીનો છોડ - જો તમારા ઘર ઓફિસ કે દુકાનની ઉત્તર પૂર્વ દિશા તરફ કોઈ કબ્રસ્તાન, કચરાપેટી વગેરે આવેલુ છે.  એવામાં તમારે એ દિશા તરફ તુલસીનો છોડ ન લગાવવો જોઈએ.  જેથી નકારાત્મક ઉર્જાઓ તમારી તરફ ન વધી શકે.  નહી તો તમે જેટલી મરજી કોશિશ કરી લો ધનની કમી સામે ઝઝૂમતા રહેશો.