શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By

વાસ્તુ - આ વાસ્તુ ટિપ્સથી તમારા ઘરમાં ધનની વર્ષા થશે

જો તમે પૈસાની તંગી અનુભવી રહ્યા છો. ઘરમાં આવકથી વધુ ખર્ચ તમારે માટે હંમેશા માનસિક તણાવનું કારણ બની જાય છે તો નીચે જણાવેલ વાસ્તુપ્રયોગ અપનાવીને તમે પણ લક્ષ્મીની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકો છો.

- વર્ષમાં એક બેવાર હવન કરો.
- ઘરમાં વધુ ફાલતુ સામાન એકત્ર ન થવા દો.
- સાંજના સમયે આખા ઘરની લાઈટ એકવાર જરૂર સળગાવો. આ સમયે ઘરમાં લક્ષ્મીનો પ્રવેશ થાય છે.
- સવાર-સાંજ સમૂહ આરતી કરો.
- મહિનામાં એકાદ બે વાર ઉપવાસ કરો.
- ઘરમાં હંમેશા ચંદન અને કપૂરની ખુશ્બુનો પ્રયોગ કરો.
- જે વ્યક્તિ શ્રેષ્ઠ ધનની ઈચ્છા રાખે છે તે રાત્રે સત્તાવીસ હકીક પત્થર લઈને તેના પર લક્ષ્મી ચિત્ર સ્થાપિત કરશો તો ઘરમાં ચોક્કસ વધુ ઉન્નતિ જોવા મળશે.
- જો અગિયાર હકીક પત્થર લઈને કોઈ મંદિરમાં ચઢાવી દો. એવુ બોલો કે અમુક કામમાં સફળ થવા માંગુ છુ તો નક્કી એ કાર્યમાં વિજય પ્રાપ્તિ થશે.

- કોઈ શુક્રવારના દિવસે રાત્રે પૂજા ઉપાસના કર્યા પછી હકીક માળા લો અને એકસો આઠ વાર ૐ હ્મીં હ્મીં શ્રી શ્રી લક્ષ્મી વાસુદેવાય નમ: મંત્રનો જાપ કરો. ત્યારબાદ માળાને લક્ષ્મીજીના મંદિરમાં અર્પિત કરો. ધન સાથે સંકળાયેલી દરેક સમસ્યાનુ નિરાકરણ થઈ જશે.