વાસ્તુ ટિપ્સ - આટલુ કરશો તો ઉર્જાથી ભરાશે જીવન

Last Modified શનિવાર, 29 જૂન 2019 (17:26 IST)
આપણી આસપાસ રહેલ ઉર્જા આપણા જીવનને ખૂબ પ્રભાવિત કરે છે. જો તમે તમારી આસપાસ સકારાત્મક ઉર્જા છે તો તેના સકારાત્મક પરિણામ સામે આવશે. જો નકારાત્મક ઉર્જાએ આપણને ઘેરી રાખ્યા છે તો બનતા કાર્ય પણ અટકી પડે છે. નકારાત્મક ઉર્જાનો પ્રભાવ આપણા શારીરિક અને માનસિક વ્યવ્હાર પર પણ પડે છે.
તમારી આસપાસ સકારાત્મક ઉર્જાનો પ્રભાવ કાયમ રાખવા માટે વાસ્તુના કેટલાક ઉપાયો બતાવ્યા છે તેને જરૂર જાણો

- તમારા ઘરનો ગેટ ક્યારેય પણ બહારની તરફ ન ખોલશો. આવુ કરવાથી ઘરમાંથી ઉર્જા દૂર ધકેલાય જાય છે.

- ઘરમાં પર્યાપ્ત પ્રાકૃતિક અજવાળુ આવે એવી વ્યવસ્થા કરો. સવારે ઘરની બધી બારીઓ ખોલી નાખો અને સૂરજની રોશની આવવા દો. બપોરે ઘરની બારેઓ બંધ જ રાખો.
- સવારના સમયે ઘરમાં ધાર્મિક સંગીત વગાડો.
- ઘરના કોઈપણ ભાગમાં જો કરોળિયાનુ ઝાળુ હોય તો તેને તરત જ હટાવો. આ નકારાત્મક ઉર્જા વધારે છે.
- તમારી આસપાસ જો તૂટેલી કે તિરાડ
પડેલી વસ્તુઓ હોય તો તેને તરત હટાવી દો. બાથરૂમનો દરવાજો બંધ જ રાખો.
- ઘરનો પ્રવેશ દ્વાર હંમેશા સ્વચ્છ રાખો. ઘરની આસપાસ જો કોઈ સુકાયેલુ ઝાડ છે તો તેને હટાવી દો.
- ઘરમાં હંમેશા તુલસીનો છોડ રાખો.
આ નકારાત્મક ઉજ્રાને દૂર કરે છે. ઘરમાં શાંતિ માટે કપૂર પ્રગટાવો.
- લીમડાના પાનને અઠવાડિયામાં બે વાર સળગાવીને ઘરમાં ધુમાડો કરો.
- દવાઓ રસોડામાં ક્યારેય ન મુકશો.


આ પણ વાંચો :