શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: બુધવાર, 7 ઑક્ટોબર 2020 (11:20 IST)

Vastu Tips - ઘરમાં છવાયુ છે ઉદાસીનુ વાતાવરણ તો આજે જ શરૂ કરો આ ઉપાય, ચોક્કસ ફાયદો થશે

ઘરમાં નકારાત્મક અને સકારાત્મક બંને  પ્રકારની ઉર્જા પ્રવેશ કરે છે. ઘરમાં જો ઉદાસી પસરી રહી છે મતલબ ઘરમાં રહેતા સૌનો વ્યવ્હાર ઠંડો છે કે કોઈને કંઈ સુઝતુ નથી કે ઘરના સભ્યો નકારાત્મક વાતો કરે છે તો સમજો આપના ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ છે.  નકારાત્મક ઉર્જાનો પ્રભાવ ઘરમાંથી દૂર કરવો ખૂબ જરૂરી છે. વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં નકારાત્મક ઉર્જાને દૂર કરવાના પ્રાકૃતિક ઉપાયો વિશે બતાવ્યુ છે. આવો જાણીએ તેના વિશે.. 
 
- સૂર્યદેવનો પ્રકાશ પ્રાકૃતિક રૂપથી નકારાત્મકતાને દૂર કરવાનુ સૌથી સારુ માધ્યમ માનવામાં આવે છે. સૂર્યદેવનો પ્રકાશ ઉર્જા અને ઉત્સાહ લાવે છે. બ્રહ્મમુહુર્તનો સમય ઉર્જાનો ભંડાર માનવામાં આવે છે.  
- સૂર્યોદયના સમયની કિરણો સ્વાસ્થ્ય માટે સર્વોત્તમ માનવામાં આવે છે. સૂર્યોદયના સમયે ઘરના દરવાજા અને બારીઓ ખુલા મુકવા જોઈએ.  
- ઘરમાં એવી વ્યવસ્થા કરો કે રસોડા અને સ્નાનઘરમાં પણ સૂર્યનો પ્રકાશ પહોંચે.  
- સકારાત્મકતા બનાવી રાખવા માટે ઘરમા કુત્રિમ રોશનીનો ઉપયોગ ઓછામાં ઓછો કરો. 
- ભગવાન સૂર્યને રોજ તાંબાના પાત્રમાં જળ ભરીને અર્ધ્ય અર્પિત કરો. સૂર્યદેવના પૂજનમાં લાલ પુષ્પ, લાલ ચંદન, કનેરનુ ફુલ, ચોખા અર્પિત કરો. 
-  એક વાડકીમાં પાણી લઈને તેને 3 થી 4 કલાક માટે સૂર્યની રોશનીમાં મુકી દો અને પછી ભગવાનનુ સ્મરણ કરતા આ પાણીને કેરીના પાન કે આસોપાલવના પાનથી સમગ્ર ઘરમાં છાંટી દો. 
- નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે ગુગળની ધૂપ સળગાવીને ઘરમાં ફેરવો  
- ઘરના બધા ખૂણામાં મીઠુ ભભરાવો અને સવારે ખૂણાની સફાઈ કરી મીઠાને બહાર કરી દો. 
- ઘરમાં રોજ ભજન કીર્તન કરો.  પૂજા કરતી વખતે ઘંટી વગાડો.  શંખ વગાડો  
- ગાયના ઘી નો દીવો રોજ ઘરમાં પ્રગટાવવાથી ઘરની ઉદાસીનતા અને નકારાત્મકતા દૂર થઈ જાય છે. ઘરના મંદિરમાં દેવી દેવતાઓને અર્પિત કરેલા ફુલો બીજા દિવસે જરૂર બદલી નાખો.  
- ઘરમાં તુલસીનો છોડ જરૂર લગાવો અને તેની નિયમિત પૂજા કરો. તુલસીનો છોડ ઘરના આંગણામાં મુકવામાં આવે છે અને આ છોડ પોઝીટીવ ઉર્જાને ઘર તરફ આકર્ષિત કરે છે.