શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ ગુજરાતી
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: શનિવાર, 17 ફેબ્રુઆરી 2024 (12:30 IST)

આ દિશામાં સાવરણી મુકવી કરી શકે છે તમને કંગાલ, જાણો યોગ્ય રીત અને ન કરશો આ ભૂલ

vastu tips
vastu tips
સાવરણીને મુકવાની યોગ રીત (best direction to keep broom) વિશે ઘણા લોકો જાણતા નથી. મોટાભાગના લોકો તેને પોતાના મન મુજબ ક્યાય પણ મુકી દે છે. પણ ક્યાય પણ અને ખાસ કરીને ખોટી દિશામાં તેને મુકવી અનેકવાર મુશ્કેલીઓને આમંત્રણ આપવાનુ કામ કરી શકે છે.  ઉલ્લેખનીય છે કે કોઈપણ દિશામાં સાવરણી મુકવી તમારા પરિવારમાં વિવાદ વધારવા ઉપરાંત પૈસાની કમીનુ પણ કારણ બની શકે છે.  આ ઉપરાંત સાવરણી ખોટી દિશામાં મુકવી ઘરના વાસ્તુ દોષોનુ કારણ બની શકે છે. કેવી રીતે આવો જાણીએ. 
 
સાવરણી મુકવાની યોગ્ય દિશા શુ છે  
તમારે ઘરના ઉત્તર-પશ્ચિમ કે પશ્ચિમ ખૂણામાં પોતો અને સાવરણી મુકવા જોઈએ. તેનાથી ઘરમાં સુખ-શાંતિ સાથે બરકત પણ કાયમ રહે છે. પણ ક્યારેય પણ તેને તમારે ઉત્તર-પૂર્વ કે દક્ષિણ-પૂર્વ દિશા કે પૂજા કક્ષમાં ન મુકવી જોઈએ. તેનાથી ઘરમાં નેગેટિવિટી વધે છે. 
 
ઘરના આ સ્થાન પર સાવરણી મુકવાથી બચો 
 
ઘરની આ દિશા ઉપરાંત કેટલાક સ્થાન પર પણ સાવરણી મુકવાથી બચવુ જોઈએ. જેવુ કે તમે સાવરણીને ક્યારેય પણ ઘરના ઈશાન ખૂણામાં અને ઘરની બહાર ન મુકવી જોઈએ. આ ઉપરાંત તમારે સાવરણીને અગાશી કે ખુલ્લામાં રાત્રે ન છોડવી જોઈએ.  આવ કરવુ ઘરમાં પૈસાના નુકશાનનુ કારણ બને છે. સાથે જ બેડરૂમમાં, ડ્રોઈંગ રૂમમાં અને પૂજા ઘરમાં સાવરણી મુકવાથી બચવુ જોઈએ.  
 
સાવરણીને લઈને આ વાતોનુ રાખો ધ્યાન 
સાવરણીને પગ લગાવવાથી બચો કારણ કે તેને લક્ષ્મીનુ અપમાન માનવામાં આવે છે. આ ઉપરાંત જો તમે નવા ઘરમાં જાવ તો નવી ઝાડૂનો ઉપયોગ કરો. જૂની ઝાડૂનો ઉપયોગ કરવાથી બચો. આ ઉપરાંત તૂટેલી સાવરણીનો ઉપયોગ કરવાથી પણ બચવાની કોશિશ કરો. સાથે જ જો તમારી સાવરણી તૂટી જાય કે ખરાબ થઈ જાય તો  તેને શનિવારના દિવસે ઘરમાંથી બહાર કચરાપેટીમાં નાખી દો.  સાથે જ રવિવાર અને મંગળવાર છોડીને કોઈપણ દિવસે સાવરણી ખરીદી લો.