1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પશ્ચિમ બંગાળ ચૂંટણી 2021
Written By
Last Modified: રવિવાર, 2 મે 2021 (16:59 IST)

પશ્વિમ બંગાળમાં ટીએમસી જીતના આ રહ્યા કારણો

5 રાજ્યોના વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં સૌથી વધુ ચર્ચા પશ્વિમ બંગાળમાં ચૂંટણીની થઇ રહી છે. પશ્વિમ બંગાળની ચૂંટણી એટલા માટે ખાસ નજર એટલા માટે પણ છે, કારણ કે કેંદ્રની સત્ત્તારૂઢ ભાજપ અને પશ્વિમ બંગાળમાં 10 વર્ષથી શાસન કરી રહેલી તૃણમૂલ કોંગ્રેસની વચ્ચે મોટી ટક્કર ગણવામાં આવી રહી છે.
 
ભાજપએ આ ચૂંટણી માટે પશ્વિમ બંગાળમાં 'દીદી' મમતા બેનર્જીને હરાવવા માટે પોતાનું જોર લગાવ્યું છે અને પ્રચાર માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિત ઘણા કેંદ્રીય નેતાઓ સતત બંગાળ પહોંચ્યા, જ્યારે તૃણમૂલ કોંગ્રેસની મમતા બેનર્જી અહીં ત્રીજીવાર સરકાર બનાવવા માટે પુરજોશમાં ઇરાદા સાથે મેદાનમાં ઉતરી છે. 
 
પશ્વિમ બંગાળ ચૂંટણીમાં જે એક વિધાનસભા સીટ પર બધાની નજર છે. તે છે નંદીગ્રામ સીટ... અહીં મમતા બેનર્જી અને ભાજપના શુવેંદુ અધિકારી વચ્ચે આકરી ટક્કર છે. જાણકારોના અનુસાર પાર્ટીની જીત, આગામી સમયમાં રાજ્યની રાજકારણને પ્રભાવિત કરશે. 
 
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે મમતા બેનર્જીને રાષ્ટ્રીય સ્તર પર મોદી વિરોધના ચહેરાના રૂપમાં જોવામાં આવે છે. સમયાંતર અને આ ચૂંટણીમાં તેમણે આ વાત પર ભાર મુક્યો છે કે તે નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીને પોતાના દમ પર હરાવી શકે છે અને જો તે નંદીગ્રામ સીટ પરથી ચૂંટણી જીતી જાય છે તો તેનાથી તેમનો હેતું સફળ થશે.