જ્યારે પણ વાત આવે છે ગુજરાતી ભોજનની ત્યારે સૌથી પહેલાં ગુજરાત બહારના લોકોને તો એમ જ લાગે છે કે ગુજરાતી જમવાનું એટલે ગળ્યું. ગુજરાતીઓ દરેક વસ્તુમાં ખાંડ ઉમેરે છે એમ જ લોકો માન છે. પરંતુ ના એમ નથી ગુજરાતની અંદર પણ અલગ અલગ પ્રદેશ મુજબ તેનો સ્વાદ બદલાઈ જાય છે. જેમકે જો દક્ષિણ ગુજરાત તરફ જઈએ તો ત્યાં થોડોક મહારાષ્ટ્રીયન ટેસ્ટ હોય છે. કોઈ જગ્યાએ ગળ્યું વધારે ખાય છે તો કોઈ જગ્યાએ બિલકુલ નહી. ગુજરાતી જમવાનો સ્વાદ તેના હવામાન પર રહેલો છે. જેમ જેમ હવામાન બદલાય છે તેમ તેમ તેનો ટેસ્ટ પણ બદલાય છે.
આજથી અમુક વર્ષો પહેલાં ઘઉંનો ઉપયોગ ખુબ જ ઓછો થતો હતો અને કોઈ શ્રીમંતને ત્યાં જ તેનો ઉપયોગ થતો હતો. સામાન્ય માણસને ત્યાં તો પ્રસંગે જ ઘઉંની રોટલી બનાવાતી હતી. નહિતર તો તેમનો ખોરાક બાજરી, જુવાર અને મકાઈ જ હતો. પરંતુ સમય બદલાયાની સાથે સાથે તેઓ ભાવ ઘટતાં આજે દરેકના ઘરમાં ઘઉં વપરાય છે.
હવે ગુજરાતી જમવાની વાત કરીએ તો ગુજરાતી થાળીની અંદર અથાણું, પાપડ, કચુંબર, છશ, ચટણી, દાળ, ભાત, શાક, રોટલી વગેરેનો સમાવેશ થાય છે તેથી જ તેમાંથી સમતોલ આહાર પુરો પડે છે. તેમાં આદુ, લસણ, ડુંગળી અને લીલાં મરચાંનો પણ ઉપયોગ થાય છે.
P.R
ગુજરાતમાં ખાસ કરીને ચણાંની દાળનો વધારે પડતો ઉપયોગ થાય છે. કેટલાક પ્રદેશની અંદર મગની દાળ પણ વપરાય છે.
ગુજરાતમાં જ્યારે પણ કોઈ પ્રસંગ હોય ત્યારે કંસાર, લાપસી, શીરો જેવી શુકનના પ્રસંગે બનાવવામાં આવતી મીઠાઈથી તેની શરૂઆત થાય છે.
આ સિવાય ગુજરાતની અંદર ઢોકળા, ખમણ, સુરતની ઘારી, વડોદરાનો લીલો ચેવડો, ભાખરવડી, અથાણા, પાપડ, કેરી, ઢેબરા, ખાખરા, કઢી, ભજીયા, ગાંઠિયા વગેરે ખુબ જ વખણાય છે. જે ગુજરાત સિવાય બીજે ક્યાંય જ મળતું નથી.