રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. યોગ
  3. યોગાસન
Written By
Last Modified: ગુરુવાર, 26 મે 2022 (12:45 IST)

Yoga For Eyes - આંખો માટે લાભકારી છે આ યોગ

yoga for eyes
આપણી આંખો ખૂબ જ સંવેદનશીલ હોય છે અને તેથી તેની વધુ દેખરેખની જરૂર હોય છે. આંખોને લઈને થયેલ એક નાનકડી બેદરકારી પણ ખતરનાક સાબિત થઈ શકે છે.  
 
પર્યાવરણ પ્રદૂષણ, વાતાવરણીય કારણ, કૉન્ટેક્ટ લેંસેજનો ઉપયોગ કરવો, ખૂબ વધુ સમય સ્ક્રીન સામે વીતાવવો, ઊંઘ ઓછી આવવી, ચિડચિડાપણુ, શરીરમાં પાણીની કમી, ખૂબ વધુ દવાઓ લેવી કે પછી કલાકો મોબાઈલમાં જોતા રહેવથી આંખોમાં બળતરા, થાક અને સંક્રમણની ફરિયાદ થઈ જાય છે. 
 
તેના ન ફક્ત બીજા કાર્યોને કરવામાં પરેશાની થાય છે પણ સુંદરતા પર પણ અસર પડે છે. તમે ચાહો તો આ સમસ્યાઓને દૂર કરવા માટે યોગ અપનાવી શકો છો. યોગના અભ્યાસથી આંખોની સમસ્યાઓ દૂર થવા ઉપરાંત આંખોની જ્યોતિ પણ વધશે. તો આવો જાણીએ આંખો માટે કયા યોગ કરવા જોઈએ. 
 
 
-  સૌથી પહેલા સુખાસનમાં બેસો. 
 
- તમારા જમણા હાથને તમારી આંખો સામે સીધો રાખો.હાથની મુઠ્ઠી બંધ કરીને અંગૂઠો સીધો ઉપર તરફ રહેવા દો. 
 
- અંગૂઠાના નખને જોતાં જોતાં હાથને ડાબા ખભા તરફ લઇ જાઓ. 
 
- હાથને ધીમે ધીમે બહારની તરફ લેતા જાઓ, સાથે સાથે માથું હલાવ્યાં વગર અંગૂઠાને જોતાં રહો.
 
- હાથને મૂળ સ્થિતિમાં પાછો લઇ આવો. 
 
- આ પ્રક્રિયા હવે ડાબા હાથે કરો. 
 
- આ વ્યાયામના જ અન્ય ભાગમાં જમણા હાથને તમારી  આંખો સામે સીધો રાખો,તમારી મુઠ્ઠી બંઘ કરા ે અને  અંગૂઠાના નીચેના હિસ્સા પર  જૂઓ. હવે તમારી મુઠ્ઠી તમારા કપાળથી થોડો ઉપર તરફ લઇ જાઓ. ત્યાર બાદ તમારા અંગૂઠાને  ધીમે ધીમે તમારી બંને આંખોની વચ્ચે લઇ આવો.સમગ્ર પ્રક્રિયા દરમિયાન તમારી નજરઅંગૂઠા પર જ રાખો. ત્રાટક નામે ઓળખાતી આ પ્રક્રિયા પાંચેક વખત કરી શકાય. 
 
ત્રાટક પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમારી બંને હથેળીઓને જોરથી ઘસો. આમ કરવાથી હથેળીઓમાં ગરમી આવશે. હવે આ હથેળીઓ વડે આંખો ઢાંકો. આમ કરવાથી નેણને જે હૂંફ મળશે તે હકીકતમાં આંખોને આરામ આપશે. 
 
જોકે આંખોને સ્વસ્થ રાખવા પૌષ્ટિક આહાર પણ એટલો જ મહત્વનો છે. ખાસ કરીને લીલા શાકભાજી અને મોસમી ફળો વધુ પ્રમાણમાં લેવાથી દ્રષ્ટિ સ્પષ્ટ રહે છે.
 
- કલાકો સુધી કમ્પ્યુટર સ્ક્રીન સામે જોતાં બેસી રહેવાથી આંખોને ભારે ત્રાસ થાય છે. તેથી દર ૨૦ મિનિટે ૨૦ સેકન્ડ માટે ૨૦ ફૂટ દૂર નજર નાખો. 
 
- મીણબત્તી પ્રગટાવીને  તેને આંખોના સ્તરથી થોડી નીચે તરફ રાખો અને તેની સામે એકીટશે જૂઓ. આમ કરવાથી નેત્રને આરામ મળે છે. આ વ્યાયામ મન-મગજને પણ શાંતિ બક્ષવા સાથે તેને સ્થિર,સંતુલિત રાખવામાં મદદ કરે છે. 
 
- જો આ પ્રક્રિયા દરમિયાન આંખોમાં પાણી આવવા લાગે તો મીમબત્તી બુઝાવી દો. 
 
- બાળકોને આંખોનો વ્યાયામ રમત રમતમાં કરાવી શકાય. જેમ કે તેમને રમવા માટે દડો આપો. તેમને આ બોલ એક હાથમાંથી બીજા હાથમાં ફેંકવાનું કહો. જ્યારે દડો એક હાથમાંથી બીજા હાથમાં ફેંકવામાં આવે ત્યારે બાળકને માથું હલાવ્યા વગર જ માત્ર બોલ સામે જોવાનું કહો. આમ કરવાથી બાળકનાઆંખોની કીકી સતત ડાબે-જમણે ફરતી રહેશે. નેણને સ્વસ્થ રાખવા માટે આ ઉત્તમ વ્યાયામ છે. જ્યારે મોટી વયના લોકો આંખોની કીકીઓ ડાબે-જમણએ ફેરવીને આ કસરત કરી શકે. 
 
- નેણના અન્ય એક વ્યાયામમાં મોઢામાં પાણી ભરી લો. હવે પાણી ભરેલું મોઢું કોગળો કરતાં હો એ રીતે ફૂલાવી રાખીને આંખો પર પાણીની છાલકો મારો. આમ કરવાથી આંખોની આસપાસ રક્તપરિભ્રમણ વધે છે. 
 
આ સઘળા વ્યાયામ ઉપરાંત નિયમિત રીતે સૂર્યોદય જૂઓ. માથા, કાન, ગાલની આસપાસ માલીશ કરો. રાતના સમયે આકાશમાં એક તારો શોધી કાઢો અને થોડી મિનિટો સુધી તેની સામે જોતાં રહો.