સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શુક્રવાર, 27 માર્ચ 2015 (17:40 IST)

ઘરમાં હશે આ નારિયલ તો મળશે ધન અને સફળતા

નારિયળને લક્ષ્મીનું  સ્વરૂપ ગણાય છે. આથી દરેક પૂજા અને માંગલિક કાર્ય પર નારિયળનો પ્રયોગ કરવામાં આવે  છે. એમાં  પણ એકાક્ષી નારિયળ એવું છે જે ખૂબ જ શુભ અને ચમત્કારી ગણાય છે. તમે પણ આ નારિયળ થી જીવનને સફળતા તરફ લઈ જઈ શકો છો. 

 
એકાક્ષી નારિયળથી લાભ મેળવાના ઉપાય જાણતા પહેલા આ જાણી લો આ નારિયળ બીજા નારિયળોથી કેવી રીતે જુદુ  છે. સામાન્ય નારિયળના ઉપરની બાજુ ત્રણ કાળા નિશાન હોય છે. જ્યારે એકાક્ષી નારિયલના મુખ પર માત્ર એક જ નિશાન હોય છે. 
 
પૂજા ઘરમાં દેવી લક્ષ્મી સાથે આ નારિયળને રાખો અને નિયમિત ચંદન, કેસર અને રોલી થી એની પૂજા કરો . જ્યારે પણ  કોઈ મહ્ત્વપૂર્ણ કાર્ય માટે જાવ ત્યારે આ નારિયળ પર લાગેલા ચંદનથી તિલક કરો. આવું કરવાથી કાર્યમાં સફળતાની શકયતા વધી જાય છે. 
 
એકાક્ષી નારિયળને નકારાત્મક ઉર્જા રોકનારુ ગણાવ્યુ છે. ઘરમાં એના હોવાથી તંત્ર-મંત્ર , જાદૂ ટોના અને ઉપરી તાકતના પ્રભાવથી ઘરના લોકો સુરક્ષિત રહે છે. 
 
વ્યાપારમાં ઉન્નતિ અને લાભ અને વૃદ્ધિ માટે એકાક્ષી નારિયળમાં કાણું કરી તેમાં ઘી ભરી દો. આ નારિયળની અગ્નિમાં આહુતિ આપો. 
 
ઘરમાં ઉન્નતિ અને સુખ સમૃદ્ધિ માટે એકાક્ષી નારિયળ લાવી પૂજા સ્થાન પર મુકી દો. આ નારિયળની ગિરિથી બીજા દિવસે હવન કરો. માન્યતા છે કે આથી ભાગ્ય પ્રબળ થાય છે અને ઉન્નતિના માર્ગ ખુલે છે.