બુધવાર, 27 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. હિન્દુ
  4. »
  5. હિન્દુ ધર્મ વિશે
Written By વેબ દુનિયા|

જો ફકીરી શીખવી હોય તો....

N.D

આબિદા જ્યારે પોતાના સૂફી અંદાજમાં રાબિયાની પંક્તિઓ ગાય છે તો જીવન દર્શનના નિત નવા અર્થ સામે આવે છે. તે ગાય છે કે-

'सीखनी है गर फकीरी
तो पनिहारन से सीख
बतियाती है सहेलियों से
ध्यान गागर के बिच।'

અહીંયા પનિહારણ છે ગૃહસ્થાશ્રમની બધી જ જવાબદારીઓ સંભાળવી અને સાથે સાથે પૂજન-આરાધનામાં લિપ્ત એક ગૃહસ્થ, સહેલીઓ છે જીવન-યાત્રામાં સંપર્કમાં આવનાર અલગ અલગ લોકો, ક્રિયાકલાપ જ્યારે કે ગાગર છે માથા પર સાક્ષાત પ્રભુનો પડછાયો. મનુષ્ય યોનિમાં સૌથી વધારે મહત્વપૂર્ણ અને નાજુક સમય છે ગૃહસ્થાશ્રમ.

બધી જ જવાબદારી અને સમસ્યાઓની સાથે તાલમેળ બેસાડતાં પ્રભુભક્તિની અંદર લીન રહેવું એક ગૃહસ્થ માટે ખુબ જ મહત્વપુર્ણ કાર્ય છે. ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું છે કે કળયુગમાં મનુષ્ય સંસારના ભવસાગરમાં પોતાના જીવનરૂપી નૈયા જો ભૌતિકતાનું એક જ હલ્લેસુ મારતાં રહીશું તો ત્યાંને ત્યાં ગોળ ગોળ જ ફરતાં રહીશું પરંતુ જેવો તે પોતાના બીજા હાથમાં આધ્યાત્મિકતાનું હલ્લેસુ પકડી લેશે તો તે તુરંત જ તરી જશે.

એટલા માટે ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં પણ ગૃહસ્થે થોડીક હદ સુધી ફકીરી પણ શીખવી જોઈએ. જેના લીધે તેનું જીવન સંયમિત, સંતુલિત અને સ્થિર રહે. કબીરદાર જેવા ફકીર જે વણતાં-વણતાં ફકીર બની ગયાં. રૈદાસ જેવા ફકીર જે જુતા સીવતાં-સીવતાં ફકીર બની ગયાં અને અહીયા સુધી કે મીરા બાઈ જેવી ભક્ત તો શ્રી કૃષ્ણને ભજતાં ભજતાં જ બધા કરતાં આગળ નીકળી ગઈ હતી.

મીરાબાઈએ પોતાના કાવ્ય રચનામાં લૌકિક પ્રતિકો અને રૂપકોનો સમાવેશ કર્યો છે. પરંતુ તેમનો ઉદ્દેશ્ય પારલૌકિક ચિંતનધારાને અનુકુળ છે. આ જ કારણ છે કે તે બંને બંને દ્રષ્ટિઓથી સ્વીકારવા યોગ્યની સાથે સાથે રૂચિપૂર્ણ અને હૃદયસ્પર્શી પણ છે.

વર્તમાન પરિપ્રેક્ષ્યમાં આપણે મીરાબાઈ, કબીર, રૈદાસ અને રાબિયાની જેટલી ઉંચાઈઓ સુધી તો આપણે પહોચી શકીયે તેમ નથી પરંતુ કળયુગની અંદર આટલી બધી ઉપાધિયોના ભવસાગરની વચ્ચે આપણે આપણું ધ્યાન ગાગરરૂપી ઈશ્વર પર કેંદ્રીત કરીને થોડીક હદ સુધી પોતાના જીવનને સાર્થક કરી શકીયે છીએ.