સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

અમાસ પર જરૂર જાણો શું કરવુ શું ન કરવું - કામની વાત

જો તમે ધન સંબંધી પરેશાનીઓને દૂર કવા માંગો છો તો આ અમાસ પર આ ખાસ ઉપાય કરો. ઉપાય મુજબ તમે કોઈ પીપળાના ઝાડ નજીક જાવ અને પોતાની સાથે જનોઈ અને સંપૂર્ણ પુજન સામગ્રી લઈને જાવ. પીપળાની પૂજા કરો અને જનેઉ અર્પિત કરો. આ સાથે જ ભગવાન શ્રીહરિના મંત્રોનો જાપ કરો અથવા તો ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો. 
 
ત્યારપછી પીપળાની પરિક્રમા કરતા ૐ નમો ભગવતે વાસુદેવાય નમ: મંત્રનો જાપ કરો. આ ઉપાય દ્વારા પિતર દેવતાઓની કૃપા પણ પ્રાપ્ત થાય છે. 
 
જો આ દિવસે શક્ય હોય તો તમે કોઈ એવા સરોવર કે કોઈ એવા સ્થાન પર જાવ. જ્યા માછલીઓ હોય. ત્યા જતી વખતે તમારી સાથે ઘઉંના લોટની ગોળીઓ બનાવીને લઈ જાવ. સરોવરમાં માછળીઓને લોટની ગોળીઓ ખવડાવો. આ ઉપાય પણ તમને પિતર દેવતાઓ ઉપરાંત અન્ય દેવી દેવતાઓની કૃપા અપાવશે. 
 
અમાસ પર આ વાતનુ વિશેષ ધ્યાન રાખો કે આ દિવસે તુલસીના પાન કે બિલી પત્ર ન તોડવા જોઈએ. જો તમે અમાસ પર દેવી-દેવતાઓને તુલસીના પાન અને શિવલિંગ પર બિલ્વ પત્ર ચઢાવવા માંગો છો તો એક દિવસ પહેલા જ પાન તોડીને મુકી લો. જો અમાસના દિવસે નવુ બિલિપત્ર ન મળે તો જૂના પાનને જ ધોઈને ફરીથી શિવલિંગ પર અર્પિત કરી શકો છો. 
 
ધન સંબંધી સમસ્યાઓ માટે કેટલાક ટોટકા 
 
લક્ષ્મી પ્રાપ્તિ માટે શુ કરશો 
બંને હાથોથી માથુ ન ખંજવાળવું જોઈએ. તમારા  હાથથી શરીરનુ કોઈપણ અંગ ન વગાડવુ જોઈએ. પગ પર પગ મુકીને ન બેસશો. પગને હલાવશો નહી. માટીના ગાંગડાઓને ફોડશો નહી. દેવતાઓ અને વરિષ્ઠોના સામે થુંકશો નહી.. પગથી આસન ખેંચીને ન બેસશો.  આવુ કરવાથી લક્ષ્મીનો નાશ થાય છે. 
 
કણ-કણ અને પલ-પલની કિમંત 
વિદ્યા મેળવવાની ઈચ્છા રાખનારાઓએ ક્ષણ અને ધનની ઈચ્છા રાખનારાઓએ કણને પણ વ્યર્થ ન કરવો જોઈએ. પણ ક્ષણ ક્ષણ વિદ્યાભ્યાસ કરતા રહેવુ જોઈએ અને ધનની ઈચ્છા રાખનારાઓએ કણ કણ ધનનો સંગ્રહ કરવો જોઈએ.