મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

Mauni Amavasya 2023: મૌની અમાવસ્યાના દિવસે કરો રાશિ મુજબ દાન, મળશે મનપસંદ વરદાન

somvati amavasya
Mauni Amavasya 2023: માઘ માસની અમાવસ્યાને મૌની અમાવસ્યા કહેવાય છે. હિંદુ ધર્મ અનુસાર આ તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મૌની અમાવસ્યાના દિવસે મૌન ધારણ કરીને સ્નાન અને દાન કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવતી પૂજા અને દાન અન્ય દિવસો કરતાં હજારો ગણું વધુ ફળ આપે છે. આ વર્ષે મૌની અમાવસ્યાએ 21 જાન્યુઆરીએ  ઉજવાશે.  આ દિવસે કરવામાં આવેલ દાન અખૂટ ફળ આપે છે. જ્યોતિષી  મુજબ  આવો જાણીએ કે આ મૌની અમાવસ્યા પર કઈ રાશિને કઈ વસ્તુઓનું દાન કરવું સૌથી વધુ ફાયદાકારક રહેશે. .
 
મેષ :- મેષ રાશિનો  રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે તેથી મૌની અમાવસ્યાના દિવસે મેષ રાશિના લોકોએ તલ અને ઘઉંનું દાન કરવું જોઈએ. આમ કરવાથી વ્યક્તિના જીવનમાં ખુશીઓ આવે છે.
 
વૃષભ રાશિ :- વૃષભનો  રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે. તેથી આ રાશિના વ્યક્તિએ જવ અને ખાંડનું દાન કરવું જોઈએ. આમ કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
 
મિથુન:- મિથુન રાશિનો સ્વામી બુધ છે, તેથી આ દિવસે મિથુન રાશિના લોકોએ કોઈપણ સ્ત્રીને લીલા વસ્ત્રોનું દાન કરવું જોઈએ. આમ કરવાથી ધન અને અનાજની કમી નહીં રહે.
 
સિંહ -  સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે તેથી અમાવાસ્યાના દિવસે સિંહ રાશિના લોકો સૂર્યોદય સમયે સૂર્યદેવને જળ અર્પણ કરે તો માન-સન્માનમાં વૃદ્ધિ થાય છે.
 
કન્યા - કન્યા રાશિના જાતકોનો સ્વામી ગ્રહ બુધ છે, તેથી કન્યા રાશિના જાતકોએ પ્રાણીઓને લીલા ચાર ખવડાવવા જોઈએ. આ સાથે કઠોળ, તિલકૂટ વગેરેનું દાન પણ કરવું જોઈએ.
 
તુલાઃ- તુલા રાશિના જાતકોનો સ્વામી ગ્રહ શુક્ર છે, તેથી તુલા રાશિના લોકોએ મૌની અમાવસ્યાના દિવસે કન્યાઓને ખીર ખવડાવવી જોઈએ.
 
વૃશ્ચિક - વૃશ્ચિક રાશિના જાતકોનો સ્વામી મંગળ છે અને તેથી મૌની અમાવસ્યાના દિવસે વૃશ્ચિક રાશિના જાતકોએ તાંબાની વસ્તુઓનું દાન કરવું જોઈએ.
 
ધનુ - ધનુ રાશિના જાતકોનો સ્વામી ગ્રહ ગુરુ છે. તેથી મૌની અન્વાસ્યાના શુભ અવસરે કોઈ મંદિરમાં ચણાની દાળ, ગોળ, મધ વગેરેનું દાન કરો.
 
મકર - શનિ મકર રાશિના જાતકોનો સ્વામી ગ્રહ છે.  તેથી મૌની અમાવસ્યાના દિવસે કાળા રંગની વસ્તુઓનું દાન કરો. આમ કરવાથી તમારી પૈસા સંબંધિત સમસ્યાઓ પણ દૂર થઈ જશે.
 
કુંભ - કુંભ રાશિના જાતકોએ લોખંડની વસ્તુઓ, તલ અને સરસવના તેલનું દાન કરવું જોઈએ. આમ કરવાથી તમારા વ્યવસાયમાં આવનારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે.
 
મીન - મૌની અમાવસ્યાના દિવસે મીન રાશિના લોકોએ પીળા ચંદન, ચણા અને ધાબળાનું દાન કરવું જોઈએ. આમ કરવાથી મીન રાશિના જાતકોના જીવનમાં કોઈ આર્થિક સમસ્યા નહીં આવે