શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: મંગળવાર, 17 જાન્યુઆરી 2023 (13:30 IST)

Tulsi Upay: તુલસીમાં દિવો પ્રગટાવતી વખતે કરો આ નાનકડુ કામ, મળશે ધનની દેવીનો આશીર્વાદ

tulsi divo
Tulsi ke Upay:  હિન્દુ ધર્મમાં તુલસીનુ ખૂબ મહત્વ છે. જો જોવામાં આવે તો લગભગ બધા ઘરના આગણમાં તુલસીનો છોડ હોય છે. એવી માન્યતા છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે ત્યા સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધુ રહે છે.  શાસ્ત્રોમાં પણ આ છોડનુ ધાર્મિક મહત્વ ખૂબ બતાવ્યુ છે. શાસ્ત્રોનુ માનીએ તો તુલસીના છોડમાં મા લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુનો વાસ હોય છે.  આ ઉપરાંત તુલસીની જડમાં ભગવાન શાલિગ્રામનો વાસ હોય છે. એવુ કહેવાય છે કે નિયમિત રૂપે તુલસીના છોડની પૂજા કરવાથી મા લક્ષ્મી ખુશ થઈને પોતાની કૃપા વરસાવે છે. સાથે જ ઘરમાં રહેનારા સભ્યોનો પણ પ્રોગ્રેસ થાય છે. પણ તુલસીજીની પૂજા દરમિયાન તમારે કેટલીક વસ્તુઓ જરૂર કરવી જોઈએ. આવો જાણીએ... 
 
 આ રીતે પ્રગટાવો તુલસીની સામે દીવો 
 
જ્યોતિષ શાસ્ત્ર મુજબ નિયમિત રૂપથી સાંજે તુલસીના છોડ નીચે ઘી નો દિવો પ્રગટાવવો જોઈએ. તમે ચાહો તો તેમા થોડી હળદર નાખી શકો છો. આવુ કરવાથી પૈસાની તંગીથી છુટકારો મળી શકે છે. સાથે જ તમને ઘણો લાભ મળશે. 
 
પ્રગટાવો લોટનો દિવો 
 
શાસ્ત્રો મુજબ તુલસીના છોડ નીચે લોટથી બનેલો દીવો પ્રગટાવો. ત્યારબાદ બીજા દિવસે આ દીવાને ગાયને ખવડાવો. શાસ્ત્રોમાં તેને સૌથી વધુ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે આવુ કરવાથી મા લક્ષ્મી સાથે અન્નપૂર્ણાનો પણ આશીર્વાદ મળે છે. સાથે જ તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે. 
 
દીવા નીચે મુકો ચોખા 
 
ચોખાને ખૂબ શુભ માનવામાં આવે છે. તેથી તુલસીના નીચે દીવો પ્રગટાવતા પહેલા થોડા ચોખા જરૂર મુકો. એવુ કહેવાય છે કે આવુ કરવાથી દરિદ્રતા દૂર થાય છે સાથે જ મા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. 
 
તુલસીની પૂજાના સમયે આ વાતોનુ રાખો ધ્યાન 
 
 -સવારે તુલસીના છોડની પૂજા કર્યા બાદ તેમા જળ જરૂર ચઢાવો 
- નિયમિત રૂપથી સાંજે તુલસીના છોડ નીચે દીવો પ્રગટાવવો જોઈએ. તેનાથી ઘરમાં લક્ષ્મીજીનો વાસ રહે છે. 
 - રવિવારે અને એકાદશીના દિવસે તુલસીમાં ભૂલથી પણ જળ ન ચઢાવો અને ન તો તેના પાન તોડો 
 - માન્યતાઓ મુજબ, તુલસીની નિયમિત પૂજા કરવાથી જીવનમાં ચાલી રહેલ પરેશાનીઓ દૂર થઈ શકે છે.