બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શનિવાર, 26 માર્ચ 2022 (00:20 IST)

શનિવારના ઉપાય - શનિ દોષથી મુક્તિ માટે કરો આ નાનકડુ કામ, શનિદેવ થઈ જશે મેહરબાન

આજે શનિવાર છે. ધાર્મિક માન્યતા અનુસાર શનિવારનો દિવસ શનિદેવ અને હનુમાનનો દિવસ છે. આ દિવસે વિધિ-વિધાનથી શનિદેવ અને હનુમાન જીની પૂજા કરવી જોઈએ. શનિદેવની અશુભ અસરોને લીધે વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શનિદેવના અશુભ પ્રભાવોથી બચવા માટે તમારે શનિવારે હનુમાનની પૂજા કરવી જોઈએ. હનુમાન જીની પૂજા કરવાથી શનિના અશુભ પ્રભાવોથી બચી શકાય છે. હનુમાનજીના ભક્તો પર શનિદેવનો અશુભ પ્રભાવ પડતો નથી. આવો જાણીએ શનિવારના દિવસે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે શું કરવું 
 
ચોલા ચઢાવો -  શનિ દોષોથી મુક્તિ મેળવવા હનુમાનજીને શનિવારે ચોલા અર્પણ કરો. જે વ્યક્તિ હનુમાનજીને અર્પણ કરે છે તેમના પર હનુમાનજીનો વિશેષ આશીર્વાદ રહે છે.
 
એકથી વધુ વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો -  નિયમિતરૂપે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી તમામ પ્રકારના દોષોથી મુક્તિ મળે છે. શનિવારે એકથી વધુ વાર હનુમાન ચાલીસાના પાઠ કરો. આવુ કરવાથી શનિ દોષથી મુક્તિ મળે છે.
 
હનુમાનજીને  ભોગ લગાવો - શનિવારે હનુમાનજીને ભોગ જરૂર લગાવો. તમારી ઈચ્છા મુજબ ભોગ લગાવી શકો છો. આ વાતનુ ધ્યાન રાખો કે ભગવાનને ફક્ત સાત્વિક વસ્તુઓનો જ ભોગ લગાવી શકાય છે. 
 
ભગવાન રામના નામનુ સંકીર્તન કરો - હનુમાનજીને ખુશ કરવાનો સૌથી સહેલો અને સરળ ઉપાય છે ભગવાન રામનું નામ જપવુ.  જે વ્યક્તિ નિયમિતપણે ભગવાન રામનું નામ લે છે, તેના પર હનુમાનજી ખાસ કૃપા રહે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ જેમના પર હનુમાનજીની કૃપા રહે છે, એ વ્યક્તિના જીવનથી સંકટ હંમેશા હંમેશા મટે દૂર થઈ જાય છે.