ચોખાના આ ઉપાય ગરીબીને કહેશે બાય બાય
શાસ્ત્રો મુજબ જ્યારે પણ કોઈ પૂજન કરવામાં આવે છે તો તેમા મુખ્ય રૂપે ગુલાલ, કંકુ, સિંદૂર, હળદર, અબીલ અને ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. આ લેખમાં આપને વાત કરીશુ અક્ષત મતલબ ચોખાની.
આવો જાણીએ પૂજન સામગ્રીમાં તેનુ શુ છે મહત્વ ?
અક્ષત મતલબ ચોખા. અક્ષતનો અર્થ છે જે તૂતેલો ન હોય. કોઈપણ પ્રકારની પૂજા વગેરેમાં અક્ષતનુ હોવુ અનિવાર્ય માનવામાં આવે છે. કારણ કે આ પૂર્ણતાનુ પ્રતિક છે. ત્યારે જ તો કોઈના માથા પર તિલક લગાવીને તેના પર અક્ષત જરૂર લગાવવા આવે છે. ચોખાનો ઉપયોગ ઘરની દરિદ્રતા પણ દૂર કરે છે. આવો જાણીએ અક્ષત દ્વારા કેવી રીતે ઢગલો લાભ મેળવી શકાય છે...
- ધનની કમીને દૂર કરવા માટે પૂર્ણિમા પછી આવનારા સોમવારે ભગવાન શિવના મંદિરમાં જાવ. ધ્યાન રાખો મંદિરમાં વધુ ભીડ ભાડ ન હોય. ચારે બાજુ શાંતિ હોવી જોઈએ. પોતાની શક્તિ મુજબ ચોખા લઈ જઈને શિવલિંગનો સ્પર્શ કરાવો. હવે તેમાથી એક મુઠ્ઠી તેમના પર ચઢાવી દો. બાકી બચેલા ચોખા કોઈ ગરીબને દાન કરો અથવા શિવાલયમાં જ છોડી આવો.
- ગાયને ગળ્યો ભાત ખવડાવવાથી મનપસંદ નોકરી મળે છે અને ઓફિસમાં ચાલી રહેલ બધી સમસ્યાઓનો હલ થઈ જાય છે.
- મનપસંદ ધનની પ્રાપ્તિ માટે રોજ એક મુઠ્ઠી ચોખા માછલીઓને નાખો.
- કુંડળીના મંગલ દોષને શાંત કરવા માટે બાફેલા ભાતથી શિવલિંગનો શૃંગાર કરી ભોલેનાથની પૂજા કરો.