સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : સોમવાર, 22 એપ્રિલ 2019 (16:40 IST)

કર્જથી મુક્તિ મેળવવી હોય કે માંગલિક દોષ દૂર કરવા હોય, દરેકમાં લાભકારી વડની જડ

હિન્દુ ધર્મમાં ઘણા વૃક્ષ એવા છે જેમને પૂજનીય માનવામાં આવે છે.  તેનુ કારણ પણ છે. કારણ કે અનેક ઝાડ છોડ ફુલ અને વૃક્ષોની જડમાં વિવિધ દેવતાઓ અને ગ્રહોનો વાસ માનવામાં આવે છે. અને તેમના દ્વારા જીવનની અનેક પરેશાનીઓ કષ્ટોથી મુક્તિ મેળવી શકાય છે. આવુ જ એક ખાસ ઝાડ છે વડનુ. તેને વટવૃક્ષ પણ કહે છે.  તેમા દેવતાઓનો  વાસ માનવાથી તેને પૂજવામાં આવે છે અને વિશેષ દિવસમાં તો તેની ખાસ પૂજા પણ કરવામાં આવે છે. વડના વૃક્ષને જ્યોતિષ અને તાંત્રિક ગ્રંથો સાથે આયુર્વેદમાં પણ મહત્વનુ સ્થાન પ્રાપ્ત છે. કારણ કે આ ઝાડના પંચગવ્ય એટલે કે ફૂલ ફળ પાન છાલ અને જડ દ્વારા અનેક રોગોનુ નિદાન કરવામાં આવે છે. 
 
આવો જાણીએ વડના ઝાડની જડના  ફાયદા 
 
વડના ઝાડના જડના ફાયદા વિશે વાત કરીએ તો તેની જડ ગ્રહોની શાંતિ કરવા જેવા કાર્યમાં ખૂબ જ કામ આવે છે. લોકોને આ વાતની જાણકારી નથી કે તેની જડ કેટલી ચમત્કારિક રૂપથી લાભ પહોચાડે છે. આવો જાણીએ વડના જડને કેમ  અને કેવી રીતે ધારણ કરવામાં આવે છે. 
 
વડના ઝાડ પર મંગળનુ અધિપત્ય હોય છે.  તેથી મંગળ ગ્રહની શાંતિ માટે વડની જડને ધારણ કરવાનુ વિધાન છે. જો કોઈ જાતક વડવૃક્ષની જડને ધારણ કરે ક હ્હે તો તેની જન્મકુંડ્ળીમાં મંગળ સાથે જોડાયેલ સમસ્ત દોષ સમાપ્ત થાય છે. માંગલિક દોષના કારણે કોઈ જાતકના વિવાહમાં અવરોધ આવી રહ્યો છે તો વડ વૃક્ષની જડથી મંગળ દોષની શાંતિ થાય છે.  વડ વૃક્ષની જડ ધારણ કરવાથી કુંડળીના અંગારક દોષ શાંત થાય છે.  જમીન ભવન સંપત્તિ સંબંધી કાર્યોમાં અવરોધ આવી રહ્યા હો તો વડ વૃક્ષની જડ ધારણ કરવી જોઈએ. 
 
જો કર્જથી મુક્તિ મેળવવા માંગો છો તો આ રીતે ધારણ કરો વડની જડ 
વડના જડના લોકેટનુ મહત્વ 
 
- જો પ્રોપર્ટી વ્યવસાય ખેતી સાથે જોડાયેલ કાર્ય કરનારાઓએ આ વડની જડનુ લોકેટ જરૂર ધારણ કરવુ જોઈએ. 
- વડ વૃક્ષની જડ કર્જમુક્તિ ક અરવાનુ મુખ્ય માર્ગ છે.    તેને પહેરવાથી જલ્દી કર્જથી મુક્તિ મળે છે. 
-  સ્ત્રીઓમં રક્ત સંબંધી અનિયમિતતાઓ વડ વૃક્ષની જડ પહેરવાથી દોરો થઈ જાય છે. 
- દેવતાઓમાં બ્રહ્માનો વાસ વડ વૃક્ષમાં માનવામાં આવ્યો છે. તેથી બ્રહ્માની કૃપા પણ પ્રાપ્ત થાય છે. 
- તેની જડ ધારણ કરવાથી માનસિક શાંતિ મળવા ઉપરાંત વિચારોને શુદ્ધતા પ્રાપ્ત થાય છે  અને મગજ એક કેન્દ્રીત કરી શકય છે.  
- અનેક બીમારીઓમાં પણ વડની જડ લાભકારી હોય છે. 
- તેની જડને જો દૂધ સાથે ઘસીને મહિલાઓને પીવડાવવામાં આવે તો નિસંતાનતાની સમસ્યા દૂર થાય છે. 
 
હવે જાણો કેવી રીતે પહેરશો વડના વૃક્ષની જડ 
 
વડના વૃક્ષની જડ પહેરતા પહેલા તેને ગંગાજળ અને ગાયના કાચા દૂધથી સારી રીતે ધોઈ લ ઓ. 
તેની સામાન્ય પૂજા કર્યા પછી તેને સફેદ કપડામાં બાંધીને કમર પર કે બાજુ બંધમાં બાંધી લો.  
- તેને લોકેટમાં ભરીને પણ પહેરી શકાય છે 
- વડ વૃક્ષની જડ ધારણ કર્યા પછી બ્રહ્માજીના નામનો દીવો અને ધૂપ જરૂર લગાવો અને એ સમયે ૐ ક્રાં ક્રી. ક્રૌ સ: ના મંત્રની એક માળાનો જાપ કરો. 
વડની જડ બુધવાર મંગળવાર કે મૃગશિરા ચિત્રા કે ધનિષ્ઠા નક્ષત્રમાં પહેરવી જોઈએ. 
 
તો મિત્રો આ હતા તમારા ભાગ્યને ચમકાવવા અને તમારી અનેક સમસ્યાઓ દૂર કરવા માટે વડની જડ ધારણ કરવાના મહત્વ વિશે માહિતી.. જો આપને અમારો વીડિયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેયર જરૂર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવુ  ભૂલશો નહી.