રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

બુધવારે ગણેશજીને પ્રસન્ન કરવા અને લક્ષ્મીજીનો આશીર્વાદ માટે કરી લો આ મંત્રોનો જાપ

ગણેશ ઉત્સવના દિવસોમાં કરવામાં આવેલ ગણેશની વિશેષ પૂજાથી બધા દુખ દારિદ્ર દુર થઈ શકે છે અને કાર્યોમાં આવતા અવરોધ પણ દૂર થાય છે.  આજે અમે તમને ગણેશજીના એવા કેટલાક મંત્રો જણાવીશુ જેનો જાપ  ગણેશ ઉત્સવના દિવસો દરમિયાન કરવા જોઈએ....
 
ગણેશજીની આરાધનાથી અર્થ, વિદ્યા, બુદ્ધિ, વિવેક, યશ, પ્રસિદ્ધિ સહજ રીતે પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે વિધ્નહર્તા ગજાનંદના આ મંત્રો પણ એટલા જ ચમત્કારી છે. આ મંત્રોનો રોજ જાપ કરવામાં આવે તો કોઈપણ પ્રકારની સમસ્યા હોય, સંકટ હોય કે પછી ધનનો અભાવ આ તમામનું તુરંત નિવારણ થઈ જાય છે. તેમાં પણ આવતી કાલે છે ગણેશ ચતુર્થીનો પર્વ તો આ મંત્રોમાંથી કોઈપણ એકનો જાપ કરવાની શુભ શરૂઆત તમે કરી શકો છો.
 
ગણપતિજીનો બીજ મંત્ર ‘ॐ ગં ગણપતયે નમ:’નો જાપ કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. ઘરમાં શ્રીગણેશ પધાર્યા હોય તો રોજ આ મંત્રનો જાપ જરૂર કરો. તેવી જ રીતે ગણેશજીના અન્ય મંત્રો પણ આર્થિક સમૃદ્ધિ તેમજ માનસિક શાંતિ પ્રદાન કરે છે. તો જાણી લો કયા કયા છે આ મંત્ર
 
1.  ઈચ્છાપૂર્તિ માટેનો મંત્ર - માણસનો તેના મન પર અને તેની ઈચ્છાઓ પર કાબૂ નથી હોતો, એટલા માટે જ અનેકવિધ કામનાઓથી વ્યક્તિ હંમેશા ઘેરાયેલી રહે છે. આવી જ વિવિધ કામનાઓની પૂર્તિ માટે ઉચ્છિષ્ટ ગણપતિની સાધના કરવી જોઈએ. આ સાધના અક્ષય ભંડાર પ્રદાન કરે છે. તેના માટે નીચે આપેલા મંત્રનો જાપ કરવો.
 
ॐ હસ્તિ પિશાચિ લિખે સ્વાહા
 
2. જીવનના અવરોધો અને નિરાશા દૂર કરવા -  નિરાશા, ક્લેશ, વિધ્નને દુર કરવા માટે વિધ્નરાજના આ મંત્રનો જાપ કરો 
 
ગં ક્ષિપ્રપ્રસાદનાય નમ:
 
3. ધન અને આત્મબળ વધારવા -  વિધ્નને દુર કરવા માટે તેમજ ધન અને આત્મબળ વધારવા માટે શ્રી ગણપતિના મંત્રનો જાપ કરવાથી લાભ થાય છે. 
ॐ ગં નમ:
 
4. રોજગાર માટે -  રોજગાર પ્રાપ્તિ અને આર્થિક વૃદ્ધિની ઈચ્છા હોય તો લક્ષ્મી વિનાયક મંત્રનો જાપ કરવો.
 
ॐ શ્રીં ગં સૌમ્યાય ગણપતયે વર વરદ સર્વજનં મે વશમાનય સ્વાહા