શનિવાર, 2 ડિસેમ્બર 2023
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

Budhwar Astro Tips- માતા લક્ષ્મીનો ઘરમાં સ્થાયી નિવાસ ઈચ્છો છો તો બુધવારે કરો આ ઉપાય

આ સંસારમાં દરેક વ્યક્તિ ધન કમાવવા માટે મહેનત કરે છે.  પરંતુ મહેનત કરીને ક્યારેક આપણે એટલુ નથી કમાવી શકતા કે જેનાથી બધા સપના પુરા થઈ જાય. તેથી જ તો લોકો નસીબ પર વિશ્વાસ કરે છે અને નસીબને જગાડવા ઈશ્વરને પ્રાર્થના કરે છે. આજે અમે તમને એવા કેટલાક ઉપાયો બતાવી રહ્યા છે જે કરવાથી માતા લક્ષ્મી થશે પ્રસન્ન અને આપશે તમને ધન વૈભવ 
 
1. જીવનમાં આર્થિક અને કોઈપણ પ્રકારના સંકટ નિવારણ માટે શુક્લ પક્ષના બુધવારથી શરૂ કરતા ભગવાન ગણેશની મૂર્તિ પર ઓછામાં ઓછા 21 દિવસ સુધી થોડી થોડી જાવિત્રી ચઢાવો અને રાત્રે સૂતા સમયે થોડી જાવિત્રી પોતે પણ ખાઈને સૂઈ જાવ. આ પ્રયોગ 21, 42, 64 કે 84 દિવસ સુધી જરૂર કરો. તેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ રહે છે.
 
2. જીવનમાં ધન લાભ અને કાર્યોમાં મનોવાંછિત સફળતા પ્રાપ્ત કરવા માટે ઘરમાં બજરંગ બલીનો ફોટો જેમા તે ઉડતા દેખાય રહ્યા હોય તેને મુકીને તેની વિધિ પૂર્વક પૂજા કરવી જોઈએ.
 
3. દરેક મહિના પ્રથમ બુધવારે પાંચ મુઠ્ઠી લીલા આખા મગ સાફ કરો રૂમાલ/કપડામાં બાંધીને સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલા વહેતા જળમાં પ્રવાહિત કરી દો. તેનાથી ધન સંબંધી કાર્યોમાં વિધ્ન નથી આવતા. આર્થિક પક્ષ મજબૂત થતો જાય છે.
 
4. આર્થિક લાભ પ્રાપ્ત કરવા માટે બુધવારે લીલી વસ્તુનુ સેવન કરો પણ પીળી વસ્તુનુ સેવન બિલકુલ ન કરો અને ગુરૂવારે પીળી વસ્તુ ખાવ પણ લીલી વસ્તુ ન ખાવ તો ધન સંપત્તિમાં વધારો થાય છે.
 
5. ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવા માટે ઘરના વાયવ્ય ખૂણામાં ચોખ્ખી જગ્યા પર સુંદર માટીથી બનેલ વાસનમાં થોડા સોના ચાંદીના સિક્કા લાલ કપડામાં બાંધીને મુકો. પછી એ 
 
વાસણને ઘઉં કે લોકાથી ભરી દો. આવુ કરવાથી એ ઘરમાં ધનનો પ્રવાહ સતત બની રહે છે. ધનનો અપવ્યય થતો નથી.
 
6. ઘરમાં ઝાડુ કોઈ સ્વચ્છ અને ચોક્કસ સ્થાન પર મુકો. ઘરમાં ઝાડૂ એવા સ્થાન પર મુકો કે કોઈપણ બહારવાળાને દેખાય નહી. ઝાડૂને હંમેશા સૂવાડીને મુકો. તેને ઉભી ન 
 
મુકશો તેને ક્યારેય પગ ન લગાડશો કે ન તો ક્યારેય તેને ઓળંગશો. નહી તો કેટલાય પ્રયાસ છતા પણ ઘરમાં લક્ષ્મી ટકી નહી શકે.
 
7. ઘરના મુખિયા જે પોતાના ઘર વેપારમાં મા લક્ષ્મીની કૃપા ઈચ્છે છે તે રાતના સમયે ક્યારેય ભાત, સત્તૂ, દહી, દૂધ, મૂળા વગેરે ખાવાની સફેદ વસ્તુઓનુ સેવન ન કરે. આ 
 
નિયમ જીવનભર યથાસંભવ પાલન કરવાથી આર્થિક પક્ષ હંમેશાથી જ મજબૂત બન્યો રહે છે.
 
8. હિન્દુ ધર્મમા અક્ષત(ચોખા)ને ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે જો તમે લાલ રંગના પર્સનો ઉપયોગ કરો અને તેમા એક કાગળમાં અખંડિત ચોખા અને માં 
 
લક્ષ્મીને પ્રિય કોડી મુકો તો તમને ધનની કમી ક્યારેય કોઈપણ પ્રકારની ઉણપ નહી રહે.
 
9. જે વ્યક્તિ નહાતી વખતે અથવા પગ ધોતા પગને પગથી રગડીને સાફ કરે છે. માથા પર તેલ લગાવ્યા પછી હાથનુ તેલ મોઢા પર હથેળીઓ પર કે હાથ પર રગડે છે. 
 
નોટને થૂંક લગાવીને ગણે છે. તેનાથી માતા લક્ષ્મી રિસાય જાય છે. તેને હંમેશા ધનનુ કષ્ટ રહે છે. તમે પણ આવી ભૂલ તો નથી કરી રહ્યા ને..