1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : ગુરુવાર, 24 ફેબ્રુઆરી 2022 (01:19 IST)

ધનની કમી સતાવે તો ગુરૂવારે કરો આ 5 ઉપાય

પૈસો એક એવી વસ્તુ છે જેની પાસે જેટલો હોય એટલો ઓછો જ પડે છે.  પૈસાની કમીથી જ મોટાભાગની સમસ્યાઓ ઉભી થાય છે. જો આપ પણ આર્થિક રૂપથી પરેશાન રહો છો. ફાલતુ ખર્ચને કારણે દર મહિને તમારુ બજેટ બગડી રહ્યુ છે તો ગુરૂવારના દિવસે ધન વૃદ્ધિના ઉપાય અજમાવવા જોઈએ.  
 
જ્યોતિષશાસ્ત્રમાં બતાવ્યુ છે કે ગુરૂ ધનનો કારક ગ્રહ છે. જે વ્યક્તિ પર ગુરૂની કૃપા હોય છે તેની આર્થિક સ્થિતિ સારી રહે છે. આ માટે કેટલાક ઉપાય લાલ કિતાબમાં બતાવ્યા છે.   ગુરૂવારના દિવસે સવાર સાંજ કરો આ કામ 
 
-ગુરૂવારના દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને  સ્નાન ધ્યાન કરો અને ઘી નો દીવો પ્રગટાવીને ભગવાન વિષ્ણુની પૂજા કરો. ત્યારબાદ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. 
 
-વ્યક્તિ આર્થિક રૂપથી પરેશાન છે તો તે ગુરૂવારના દિવસે સવારે ઉઠીને સ્નાન વગેરેથી પરવરીને પીળા વસ્ત્ર ધારણ કરો અને પીપળના વૃક્ષ પર મા લક્ષ્મીનુ નમ લેતા સાત પરિક્રમા લગવો. પીપળાના વૃક્ષનુ પૂજન કરો. જળ ચઢાવો અને લક્ષ્મીજીની ઉપાસના કરો અને કોઈપણ એક લક્ષ્મી મંત્રથી એક માળાનો જાપ ઝાડ નીચે બેસીને કરો. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે અને તમારા ઘરને ધન ધાન્યથી ભરી દેશે. 
 
-ગુરૂવારના દિવસે એક પાણી ભરેલા ઘડામાં રાઈના પાન નાખીને આ જળને અભિમંત્રિત કરીને આ જળથી સ્નાન કરો તેનાથી તમારી દરિદ્રતા રોગ નષ્ટ થશે.  આ ઉપાયને કરવાથી તમારા ઘરમાં સંપત્તિનો વાસ થશે. 
 
- ગુરૂવારે સાંજના સમયે કેળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવીને લાડુ કે બેસનની મીઠાઈ અર્પિત કરો અને લોકો વચ્ચે વહેંચી દો.  ગુરૂવારે ભગવાનને એપૂજા પછી કેસરનુ તિલક લગાવો. જો કેસર ન હોય તો હળદરનુ તિલક પણ લગાવી શકો છો.  
 
ગુરૂનો પ્રભાવ ધન પર હોય છે. જો કોઈ તમારી પાસે ગુરૂવારે રૂપિયા કે તમારુ કોઈ ધન માંગે તો તે આપવાથી બચવુ જોઈએ.  ગુરૂવારે ધન આપવથી ગુરૂ કમજોર થઈ જાય છે. અને આર્થિક પરેશાની વધે છે.  
 
જો તમે ઈચ્છો છો કે તમારી પર ગુરૂની કૃપા કાયમ રહે તો તો માતા પિતા અને ગુરૂનો આશીર્વાદ લો. તેમનો આશીર્વાદ ગુરૂનો આશીર્વાદ માનવામાં આવે છે.  તેમની પ્રસન્નતા માટે પીળા રંગના વસ્ત્ર  ભેટ સ્વરૂપ આપો.  ગુરૂવારે ધાર્મિક પુસ્તકોનુ દાન કરવાથી પણ ગુરૂ મજબૂત થાય છે. ખાસ કરીને વિદ્યાર્થીઓએ આ કામ કરવુ જોઈએ. ગુરૂવારે જો તેઓ ધાર્મિક પુસ્તકોનુ દાન કરે તો તેમના અભ્યાસમાં આવતા તમામ અવરોધ દૂર થઈ જશે.