રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : બુધવાર, 23 માર્ચ 2022 (00:10 IST)

દરિદ્રતા દૂર કરવા માટે આ દિવસે કરો વિશેષ ઉપાય, લક્ષ્મીનુ ઘરમાં થશે આગમન

દરિદ્રતા યોગને દૂર કરવા માટે શાસ્ત્રોમાં અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે. શાસ્ત્રો અનુસાર જે ઘરમાં શાંતિનું વાતાવરણ બને છે, તે ઘરના સભ્યો પર ગરીબી આવતી નથી. સાથે જ જ્યાં વાત અને વિચાર ખામીયુક્ત હોય છે ત્યાં લક્ષ્મીનો વાસ હોય છે. આ સિવાય જ્યાં ઘરના સભ્યો વચ્ચે પરસ્પર સુમેળ રહે છે, ત્યાં ધનની દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે. જે ઘરના લોકો ઉગતા સૂર્યના  દર્શન કરે છે તે ઘરથી ગરીબી હંમેશા દૂર રહે છે.
 
એવા ઘરોમાં પણ ગરીબી રહેતી નથી, જ્યાં એકાદશી અને પૂર્ણિમાના દિવસે બ્રાહ્મણને આદરપૂર્વક ભોજન કરાવાય છે.  બીજી તરફ જે ઘરમાં ગંદકી, દુર્ગંધ અને ભીનાશ હોય છે ત્યાં ગરીબી ખીલે છે અને ગરીબીનો વાસ રહે છે. શાસ્ત્રોમાં કેટલાક એવા ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને કરવાથી ઘરમાં ગરીબીનો વાસ નથી થઈ શકતો.
 
ઘરની ગરીબી દૂર કરવા માટે કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવવામાં આવી છે. 
 
-દરિદ્રતાને  દૂર કરવાના ઉપાય
 
-  ખાલી પગે બાથરૂમ ન જવું જોઈએ. 
- સ્નાન કરતી વખતે પણ ઉઘાડા પગે ન રહેવું જોઈએ. 
- ઘરમાંથી દરિદ્રતા દૂર કરવા માટે શુક્રવારે દહીં અને મખાનાનું દાન કરવું જોઈએ. 
- જે ઘરમાં મહિલાઓનું સન્માન અને આદર કરવામાં આવે છે ત્યાં ગરીબી રહેતી નથી. 
- . જે ઘરમાં સાંજે દીવો પ્રગટાવવામાં આવે છે ત્યાં ગરીબી નથી રહેતી. 
- જે ઘરના સભ્યો વર્ષમાં એક વખત તીર્થયાત્રા કરીને ગરીબોની સેવા કરે છે, તેમની ગરીબી દૂર થવાના યોગ છે. 
- શુક્રવારના દિવસે હળદર, ચણાનો લોટ અને ગોળ કોઈપણ ખાડામાં કે કૂવામાં નાખવાથી ગરીબી ઓછી થાય છે.
- જે ઘરના ઉત્તર દિશાથી હવા નથી આવતી કે બાથરૂ હોય છે ત્યા દરિદ્રતા આવે છે. જો ઉત્તર દિશામા બાથરૂમ હોય તો બાથરૂમમાં મીઠ મુકો 
- જો ઘરમાં નકારાત્મક ઉર્જા હોય તો મુખ્ય દ્વાર પર રોક મીઠું મુકો. ગુરુના હાથમાંથી ભેટ મેળવવાથી ગરીબી દૂર થાય છે. - રવિવાર અને ગુરુવારે ઘઉંનું દાન કરવાથી દરિદ્રતા દૂર થાય છે.