Dev Diwali Upay 2024: દેવ દિવાળીના દિવસે કરો આ ખાસ કામ, ધનથી ભરાય જશે તમારી ધનની તિજોરી
Dev Deepawali Upay: કારતક મહિનાની પૂર્ણિમાનો દિવસ કારતક મહિનાનો અંતિમ દિવસ હોય છે. આ દિવસે દેવ દિવાળી પણ ઉજવાય છે. ખાસ કરીને વારાણસીમાં દેવ દિવાળી ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ દિવસે કાશીના 84 ઘાટને દિવાઓથી સજાવવામાં આવે છે. આ વખતે દેવ દિવાળી 15 નવેમ્બરના રોજ ઉજવાશે.
પૌરાણિક કથાઓ મુજબ આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર રાક્ષસનો વધ કરીને દેવતાઓને સ્વર્ગ પાછુ અપાવ્યુ હતુ. આ ખુશીમાં દેવતાઓએ આ દિવસે દિવાળી ઉજવી. એક અન્ય માન્યતા મુજબ આ દિવસે ભગવાન વિષ્ણુએ મત્સ્યાવતાર લીધો હતો. આ દિવસે સંપૂર્ણ વિધિ વિધાનથી ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલા કેટલાક વિશેષ ઉપાય કરવાથી ધન લાભ થાય છે.
દેવ દિવાળીના દિવસે કરો આ કામ
- દેવ દિવાળીના દિવસે ઘરમાં તુલસીનો છોડ જરૂર લગાવો.
- આ દિવસે ભગવાન વિષ્ણુનુ ચિત્ર કે મૂર્તિ પર તુલસીના 11 પાનને બાંધી દો. એવુ માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ઘરમાં ક્યારેય પણ ધન સંપત્તિની કમી થતી નથી અને ધનની તિજોરી હંમેશા ભરેલી રહે છે.
- દિવ દિવાળીના દિવસે લોટના વાસણમાં તુલસીના 11 પાન નાખીને છોડી દેવા જોઈએ. આવુ કરવાથી ઘરમાં શુભ પરિવર્તન જોવા મળે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે.
- દેવ દિવાળી, અગિયારસ, અનંત ચતુર્દશી, દેવ શયની, દેવ ઉઠની, દિવાળી, ખરમાસ, પુરૂષોત્તમ માસ, તીર્થ ક્ષેત્ર, પર્વ વગેરે ખાસ અવસર પર વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવાથી બધા અવરોધનો નાશ થાય છે.
- દેવ દિવાળીના દિવસે તુલસીના છોડ પર પીળા રંગનુ કપડુ બાંધી દો. માન્યતા મુજબ આ દિવસે આ ઉપાય કરવાથી વેપારમાં પ્રગતિ થાય છે અને નોકરીમાં પ્રમોશન પણ મળે છે.
- દેવ દિવાળીના દિવસે ઘરમાં સત્યનારાયણ ભગવાનની કથા કરાવવી જોઈએ. આ દિવસે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવાથી બધા કષ્ટોનો નાશ થાય છે અને જીવનમાં ખુશહાલી આવે છે.
- દેવ દિવાળીના દિવસે ગંગા સ્નાન પછી દીપ-દાન જરૂર કરવુ જોઈએ. માન્યતા છે કે આ દિવસે દિપ દાન કરવાથી દસ યજ્ઞોના સમાન ફળ પ્રાપ્ત થાય છે.
Edited by - Kalyani Deshmukh