રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: મંગળવાર, 7 જૂન 2022 (15:50 IST)

Ganesh Puja- બુધવારે ગણેશ પૂજા કેવી રીતે કરવી

અષ્ટસિદ્ધિ દાયક ગણપતિ સમૃદ્ધિ, યશ-એશ્વર્ય, વૈભવ, સંકટ નાશક, શત્રુ નાશક, રિદ્ધિ સિદ્ધિ દાયક, ઋણહર્તા, વિદ્યા-બુદ્ધિ-જ્ઞાન અને વિવેકના પ્રતીક માનવામાં આવે છે. શિવ પુરાણ મુજબ ગણેશાવતાર ભાદ્રપદના કૃષ્ણપક્ષની ચતુર્થીના દિવસે થયો હતો. શિવ-પાર્વતીએ તેમને પોતાની પરિક્રમા લગાવવાથી પ્રસન્ન થઈને સર્વપ્રથમ પૂજાવવાનો આશીર્વાદ આપ્યો હતો જે આજે પણ પ્રચલિત અને માન્ય છે અને બધા દેવી-દેવતાઓના પૂજન પહેલા તેમની પૂજા કરવામાં આવે છે.
 
સૌ પ્રથમ દીપ પ્રજ્જવલ્લિત કરો.
2. પાણી ચઢાવીને આચમન કરો.
3. પવિત્રકરણ - મૂર્તિ પર જળ છાંટો.
4. ફૂલોનુ આસન પાથરો
5. સ્વસ્તિવાચાન કરો.
6. પૂજા માટે સંકલ્પ લો.
7. ગણપતિજીનુ ધ્યાન કરો.
8. ગણેશજીનુ આહ્વાન કરો.
9. ચોખા ચઢાવીને પ્રતિષ્ઠાપન કરો.
10. દૂર્વાથી જળ છાંટીને મૂર્તિને સ્નાન કરાવો.
11. વસ્ત્ર અને ઉપવસ્ત્ર ચઢાવો.
12. સિન્દૂર ચઢાવો
13. ફૂલ ચઢાવો.
14. દૂર્વા ચઢાવો
15. સુગંધિત ધૂપ અને દીપના દર્શન કરાવો.
16. મોદકનો ભોગ લગાવો.
17. દક્ષિણા અને શ્રીફળ ચઢાવો.
18. ગણેશજીની આરતી ઉતારો
19. ફૂલોથી પુષ્પાંજલિ અર્પિત કરો.
20. ભૂલચૂક માટે ક્ષમા પ્રાર્થના કરો.
21. પ્રણામ કરીને પૂજા સમર્પિત કરો.
 
શ્રદ્ધા મુજબ ગં ગણપતયે નમ: મંત્રનો જાપ કરો.