ગણપતિ નો થાળ
જમવાંને પધારો ગજાનંદ રે ... મારા પ્રેમની થાળી
મેં તો રસોઈ મારાં હાથે બનાવી ..(૨)
પ્રેમે જમાડું ગજાનંદ રે ... મારા પ્રેમની થાળી
ભાતરે ભાતનાં ભોજન બનાવ્યા ..(૨)
વિધવિધનાં પકવાન રે ...મારાં પ્રેમની થાળી
જળ રે જમનાની મેં તો, જાળી ભરી લાવી ..(૨)
આચમન કરોને ગજાનંદ રે ... મારા પ્રેમની થાળી
લવિંગ સોપારીને પાનનાં બિલડાં ...(૨)
મુખવાસ કરોને ગજાનંદ રે ...મારા પ્રેમની થાળી
અંતરનું આસન આપું અલબેલાં ..(૨)
બાલકનાં જીવન પ્રાણ રે મારાં પ્રેમની થાળી
રિધ્ધી સિધ્ધીનાં સ્વામી ગજાનંદ ..(૨)
એ તમપર જાવ બલિહાર રે ...મારાં પ્રેમની થાળી
જમવાં પધારોને ગજાનંદ રે મારાં પ્રેમની થાળી