રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શનિવાર, 7 નવેમ્બર 2020 (09:58 IST)

પુષ્ય નક્ષત્ર 2020 - રાશિ મુજબ શુ ખરીદવુ તમારા માટે છે લાભકારી

મેષ રાશિ - મેષ રાશિ નો સ્વામી મંગળ છે. આ રાશિના લોકો પુષ્ય નક્ષત્રમાં વાહન જમીન મકાન વગેરે ખરીદી શકે છે. સાથે જ ખેતી અને તેની સાથે જોડાયેલ સામાનમાં રોકાણ કરવુ તેમને માટે લાભકારી છે.  
શુ ન ખરીદવુ - આ રાશિના લોકોએ શેયર કેમિકલ ચામડાને વસ્તુ કે લોખંડ સંબંધી કાર્યમા રોકાણ કરવાથી બચવુ 
 
વૃષભ રાશિ - આ રાશિનો સ્વામી શુક્ર છે. શુક્ર ચંચળ ગ્રહ છે. અને ચંદ્રમા આ રાશિમાં ઉચ્ચ હોય છે. આ રાશિવાળા લોકોએ પુષ્ય નક્ષત્રમાં અનાજ, ખાંડ ચોખા દૂધ અને તેનાથી બનેલા પદાર્થ કોસ્ટમેટિક્સ ખરીદવા જોઈએ. સાથે જ કપડા ચાંદી પ્લાસ્ટિકનો સામાન ખાદ્ય તેલ ઓટો પાર્ટસ વાહનમાં લગનારી એસેસરીઝ શેયર અને રત્નોમાં રોકાણ કરવુ લાભકારી રહેશે. 
 
શુ ન ખરીદવુ  શનિનો ઢૈયા ચાલી રહ્યો છે. તેથી લાંબુ રોકાન કરવાથી બચો.  આ રાશિના લોકો જમીન ખનીજ કોલસો સોનુ સ્ટીલ ચામડુ લાકડી વાહન વિદેશી દવાઓ વગેરેમાં રોકાણ કરવાથી બચવુ જોઈએ. 
 
મિથુન રાશિ - આ રાશિનો સ્વામી બુધ છે. બુધ વેપાર કરનારાઓને લાભ આપનારો ગ્રહ છે.  આ રાશિના લોકો પુષ્યના શુભ યોગમાં લાકડી પીત્તળ ઘઉ દાળ કપડા સ્ટીલ પ્લાસ્ટિક તેલ વગેરે ખરીદી શકે છે. સોનુ કાગળ સીમેંટ વાદ્ય યંત્રમાં રોકાન કરવુ લાભકારી છે. ગુરૂ ષષ્ઠમાં હોવાથી બીજા ફાયદા પણ થશે.  
શુ ન કરવુ તો  મિથુન રાશિના લોકોએ ખાંડ ચોખા સૂકા મેવા લોખંડ કાંસુ જમીન સેંટ કેબલ તાર વાહન દવા પાણી સંબંધિત પદાર્થમાં રોકાણ કરવાથી બચવુ 
 
કર્ક રાશિ - કર્ક રાશિનો સ્વામી ચંદ્રમાં છે.  આ રાશિના લોકોએ ચાંદી ચોખા ખાંડ શાક અને કપડા ઉત્પાદ કરનારી કંપનીઓને શેયર પ્લાસ્ટિક અનાજ લાકડી કેબલ તાર ખાદ્ય સામગ્રી આધુનિક ઉપકરણ બાળકોને ખરીદવા કે ફાયનેંસ કંપનીઓને રોકાણ કરવા લાભદાયી રહેશે. 
 
શુ ન ખરીદવુ - આ રાશિના લોકો રાહુના ગોચર રાશિમાં છે તેથી તેઓ આજે જમીન પ્લોટ મકાન દુકાન તેલ સોનુ પીત્તળ વાહન પશુ રત્ન ફર્ટીલાઈઝર્સ સીમેંટ વિદેશી દવા કંપનીમાં રોકાણ કરતા પહેલા  સાવધ રહે. 
 
સિંહ રાશિ -  આ રાશિનો સ્વામી સૂર્ય છે. આ રાશિના લોકો માટે સોનુ ઘઉ કપડા દવા રત્ન શેયર અને જમીન મિલકત  કાગળ લાકડી અને તેનાથી બનેલી વસ્તુઓ પ્લાસ્ટિક કેબલ તાર ઈલેક્ટ્રોનિક્સ વગેરે ખરીદવુ કે તેમા રોકાણ કરવાથી ફાયદો થવાના યોગ બની રહ્યા છે. 
શુ ન ખરીદવુ - આ રાશિના લોકોનો ગુરૂ ચતુર્થમાં હોવાથી શેયર અને વાયદા બજારમાં રોકાન બિલકુલ ન કરવુ. 
 
કન્યા રાશિ - આ રાશિનો સ્વામી બુધ છે. આ રાશિના લોકો પુષ્ય પર સોનુ ઔષધિ કેમિકલ ફર્ટીલાઈઝર્સ ચામડાથી બનેલી વસ્તુ ખેતી અને ખેતીના ઉપકરણ ખરીદી શકે છે. સાથે જ તેમા રોકાણ પણ કરી શકે છે.  તેનાથી તેમને ખૂબ જ જલ્દી ફાયદો મળવાના યોગ બની રહ્યા છે. 
શુ ન ખરીદવુ - આ રાશિ પર શનિની ઢૈય્યા ચાલી રહી છે તેથી જમીન ચાંદી સીમેંટ ટ્રાંસપોર્ટ પશુઓમાં રોકાણ કરવાથી બચો. વાયદા બજારમાં સારી સલાહ પછી જ રોકાણ કરો. 
 
તુલા રાશિ - આ રાશિનો સ્વામી શુક્ર છે.  આ રાશિના લોકો પુષ્યના શુભ યોગમાં લોખંડ સીમેંટ સ્ટીલ દવા કેમિકલ ચામડાનો સામાન ખરીદી શકો છો.  સાથે જ ફર્ટીલાઈઝર્સ કપડા તાર લોખંડ કોલસુ રત્ન પ્લાસ્ટિકમાં રોકાણ કરવુ શુભ રહેશે. 
શુ ન ખરીદવુ - આ રાશિના લોકો જમીન મકાન ખેતી અને ખેતી સંબંધી ઉપકરણમાં રોકાણ કરતા બચો.  વર્તમાન શેયર અને વાયદા બજારમાં હાલ રોકાણ ન કરશો. 
 
વૃશ્ચિક રાશિ - આ રાશિનો સ્વામી મંગળ છે. મેષ રાશીની જેમ આ રાશિના લોકો માટે જમીન મકાન દુકાન ખેતી સીમેંટ રત્ન ખનીજ ખેતી અને મેડિકલના ઉપરકરણ કાગળ વસ્ત્રમાં રોકાણ કરવાથી કે ખરીદવાથી લાભ થશે. 
શુ ન ખરીદવુ  - પરંતુ હાલ શનિની સાઢેસાતી હોવાથી શેયર કેમિકલ લોખંડ ચામડી સોના ચાંદી સ્ટીલ લાકડી લોખંડના ઉપકરણ અને તેલમાં રોકાણ બિલકુલ ન કરો. 
 
ધનુ રાશિ - આ રાશિનો સ્વામી ગુરૂ છે.  ગુરૂ વેપારીઓને લાભ આપનારો ગ્રહ છે. ખાસ કરીને સોનુ અને અનાજનો વેપાર કરનારાઓ માટે.  આ રાશિના લોકોને રોકાણ માટે પણ આ વસ્તુઓ પર ધ્યાન આપવુ જોઈએ.  આભૂષણ રત્ન સોનુ અનાજ કપાસ ચાંદી ખાંડ ચોખા ઔષધી દૂધથી બનેલી વસ્તુઓ. પશુઓના વેપાર કરવા અને તેમા રોકાન કરવા કે ખરીદવાથી લાભ થશે. 
શુ ન ખરીદવુ - આ રાશિના લોકોએ તેલ કેમિકલ ખનીજ કરિયાણુ વેપાર કેબલ તાર કાચ લાકડી જમીન મકાન સીમેંટમાં રોકાન કરવાથી નુકશાન થવાની શક્યતા છે. વર્તમાનમાં શનિની સાઢેસાતી હોવાથી જોખમપૂર્ણ રોકાણ કરતા બચો. 
 
મકર રાશિ - આ રાશિનો સ્વામી શનિ છે. આ રાશિના લોકોએ લોખંડ કેબલ તેલ બધા પ્રકારની ખાદ્ય સામગ્રી ઈલેક્ટ્રોનિક્સ સામાન ખનીજ પદાર્થ ખેતી ઉપકરણ વાહન સ્ટીલ વગેરેમાં રોકાન કરો કે ખરીદો. તેનાથી તેમને અનેક ગણો ફાયદો મળી શકે છે. 
શુ ન ખરીદવુ - જમીન મકાન સીમેંટ સોનુ ચાંદી રત્ન પીત્તળ અનાજ વસ્ત્ર વગેરે ન ખરીદો  શનિની સાઢીસાતી હાલ ચાલી રહી છે તેથી શેયર વગેરેમાં રોકાણથી બચો 
 
કુંભ રાશિ - આ રાશિનો સ્વામી શનિ છે.  પુષ્યના શુભ યોગમાં આ રાશિના લોકો તેલ બધા પ્રકારની ખાદ્ય સામગ્રી ઈલેક્ટ્રોનિક્સ સામાન લોખંડ કેબલ ખનીજ પદાર્થ ખેતીના ઉપકરણ વાહન સ્ટીલ વગેરેમાં રોકાણ કરો કે ખરીદો. તેનાથી તેમને ફાયદો થશે. 
શુ ન ખરીદવુ - આ રાશિના લોકોએ રત્ન પીત્તળ અનાજ વસ્ત્ર જમીન મકાન સીમેંટ સોનુ ચાંદી શેયર વગેરેમાં રોકાણ કરવાથી બચવુ. 
 
મીન રાશિ - આ રાશિનો સ્વામી ગુરૂ છે.  આ રાશિના લોકો ઘરેણા રત્ન સોનુ ચાંદી તેલ ટીવી વગેરે ઈલેક્ટ્રોનિક્સ સામાન વાહન વાસણ સ્ટીલ ખેતીના ઉપકરણ વગેરે ખરીદી શકે છે. ગુરૂની પંચમ પૂર્ણ દ્રષ્ટિ પ્રાપ્ત થવાથી બધા પ્રકારના રોકાણથી લાભ પ્રાપ્ત થઈ શકે છે. 
શુ ન ખરીદવુ - આ રાશિના લોકો કેમિકલ કોલસા લાકડી અને લોખંડની વસ્તુ ન ખરીદે.