1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
  4. Pushya Nakshtra 5 Upay for Laxmi and money

પુષ્ય નક્ષત્ર 2020 - શુભ મુહુર્તમાં કરશો આ કામ તો આખુ વર્ષ લક્ષ્મીની કૃપાથી વરસશે ધન

પુષ્ય નક્ષત્ર 2020
7 નવેમ્બરે  શનિ-રવિના શુભ યોગમાં, 2020એ પુષ્ય નક્ષત્રના યોગ બની રહ્યા છે. આ દિવસે ખરીદી અને રોકાણ માટે ખૂબ શુભ છે. 
 
આ દિવસે શુભ મૂહૂર્તમાં મકાન, જમીન, વાહન, ઘરેણા વગેરે બીજી ખરીદી કરવી શ્રેષ્ઠ હોય છે. આ યોગમાં ખરીદેલ વસ્તુ લાંબા સમય સુધી ચાલે છે અને શુભ ફળ આપે છે. 
 
1. ભગવાન શનિદેવના દિવસે  પુષ્ય નક્ષત્રના શનિ-રવિનાશુભ યોગમાં સોનાથી નિર્મિત ઘરેણા ખરીદવાથી દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે અને દિવાળી સુધી તેમના આગમનના માર્ગ ખુલે છે. 
 
2. પુષ્ય નક્ષત્રમાં ચાંદી કે તેનાથી નિર્મિત ઘરેણા, વાસણ, પૂજન સામગ્રી શુભ પ્રતીક વગેરે ખરીદવાથી ઘરમાં બરકત રહે છે. આજના દિવસે પન્ના, હીરા, પુખરાજ, નીલમ, મોતી વગેરે રત્ન ખરીદવાથી આ ભવિષ્યમાં મોટું લાભ આપે છે. 
 
3. આ શુભ યોગમાં ટુ કે થ્રી વ્હીલર વાહન ખરીદી શકાય છે. આ દિવસે ખરીદેલ વાહન લાંબા સમય સુધી ચાલે છે. તે તેમની સાથે બીજા શુભ સંયોગ પણ લઈને આવે છે. 
 
4. આ ખાસ યોગમાં મકાન, પ્લાટ અને ફ્લેટ ખરીદવું પણ શુભ હોય છે. તેનાથી સ્થાયી સંપત્તિમાં ચાર ગણી વૃદ્ધિ હોય છે. 
 
5. અ યોગમાં પીત્તળ, તાંબા કે કાંસાના વાસણની ખરીદી કરવી પણ શુભ હોય છે. 
 
6. મિલકતમાં રોકાણ કરવા માટે પુષ્ય નક્ષત્રના દિવસ ખૂબ શુભ છે. 
 
આગળનો લેખ
Pushya Nakshtra 2020: આજે પુષ્ય પુષ્ય નક્ષત્ર બની રહ્યો છે પુણ્યામૃત યોગ, ખરીદી માટે ધનતેરસથી પણ વધુ શુભ