1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતીમાંં રેસીપી
  3. શાકાહારી વ્યંજન
  4. Cheese Garlic Onion Sandwich Recipe

ચીઝ ગાર્લિક ઓનિયન સેન્ડવિચ રેસીપી

cheese garlic
નાસ્તામાં રોજ કંઈક નવું અને સ્વાદિષ્ટ ખાવાનું મન થાય તો ચીઝ ગાર્લિક ઓનિયન સેન્ડવિચ એકદમ બેસ્ટ વિકલ્પ છે. આ સેન્ડવિચ બહારથી ક્રિસ્પી અને અંદરથી ચીઝી તથા ફ્લેવરફુલ બને છે. બાળકો તો શું, મોટા લોકો પણ તેને જોઈને ખાવા માટે લલચાઈ જશે. સૌથી ખાસ વાત એ છે કે આ સેન્ડવિચ મિનિટોમાં તૈયાર થઈ જાય છે.

સામગ્રી

બ્રેડ સ્લાઇસ – 8
ડુંગળી – 1 મોટી, બારીક સમારેલી
ચીઝ – 1 કપ, છીણેલું
લસણ – 4-5 કળી, બારીક સમારેલું
બટર – 2-3 ટેબલસ્પૂન
મેયોનેઝ – 2 ટેબલસ્પૂન
ઓરેગાનો – 1/2 ટીસ્પૂન
ચિલી ફ્લેક્સ – 1/2 ટીસ્પૂન
કાળા મરી પાવડર – 1/4 ટીસ્પૂન
મીઠું – સ્વાદ મુજબ

બનાવવાની રીત

સૌપ્રથમ એક બાઉલમાં બારીક સમારેલી ડુંગળી, લસણ, છીણેલું ચીઝ અને મેયોનેઝ લો.
તેમાં ઓરેગાનો, ચિલી ફ્લેક્સ, કાળા મરી પાવડર, મીઠું અને કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરો.
હવે બ્રેડની એક સ્લાઇસ પર બટર લગાવો અને તેના પર તૈયાર કરેલું ચીઝ-ઓનિયનનું મિશ્રણ સરખી રીતે ફેલાવો.
ઉપર બીજી બ્રેડ સ્લાઇસ મૂકી હળવા હાથે દબાવો.
તવા પર થોડું બટર ગરમ કરો અને સેન્ડવિચ મૂકી બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો.
ચીઝ સારી રીતે ઓગળી જાય પછી સેન્ડવિચને તવામાંથી કાઢી લો.
સેન્ડવિચને ત્રિકોણ આકારમાં કાપીને ટોમેટો કેચઅપ અથવા તમારી મનપસંદ ડિપ સાથે ગરમાગરમ સર્વ કરો
આગળનો લેખ
કાશ... પહેલા ખબર હોત, વય ઘટાડવા માટે એક્સપર્ટએ બતાવ્યા 6 ઉપાય, લાંબુ અને સ્વસ્થ જીવનના રહસ્ય