રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

દુર્ભાગ્યને દૂર કરવા બેડરૂમમાં મુકો રાધા-કૃષ્ણની મૂર્તિ

જ્યોતિષનુ માનીએ તો અનેકવાર કેટલાક લોકોને ખૂબ પરેશાનીઓનો સામનો કરવો પડે છે. મોટાભાગે આ સૌનુ કારણ કુંડળીમાં ચાલી રહેલા ગ્રહના દોષ હોય છે.  એટલુ જ નહી આ ગ્રહ દોષોને કારણે વ્યક્તિના વૈવાહિક જીવન પર પણ ઊંડો પ્રભાવ પડી શકે છે  તેથી જો કોઈના જીવનમાં વૈવાહિક પરેશાનીઓ ઉભી થવા માંડે તો તેમણે નીચે જણાવેલ ઉપાય કરવા જોઈએ જેથી તેમના જીવનમાંથી દુર્ભાગ્ય દૂર થઈ શકે. 
 
- પતિ-પત્નીએ પ્રેમના પ્રતીક રાધા-કૃષ્ણની સુંદર તસ્વીર પોતાના બેડરૂમની દિવાલ પર લગાવવી જોઈએ.  જો તસ્વીરમાં લાલ રંગની ફ્ર્મ બની હોય તો આ ખૂબ સારુ રહેશે.  તેનાથી પતિ-પત્ની વચ્ચે પરેશાનીઓ ખતમ થઈ શકે છે.  સાથેજ ખરાબ સમય પણ દૂર થઈ જશે. 
 
- ઘરમાં જે દિવાલ પર રાધા-કૃષ્ણની તસ્વીર લાગી હોય ઠીક તેની સામે દિવાલ પર પતિ-પત્નીએ પોતાની પણ તસ્વીર લગાવવી જોઈએ. 
 
- રાધા-કૃષ્ણને અતૂટ પ્રેમનુ પ્રતીક માનવામાં આવે છે. તેથી એમની તસ્વીર બેડરૂમમાં એવા સ્થાન પર લગાવો જ્યા સવાર-સાંજ તેના પર નજર પડતી રહે. તેનાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે. 
 
- ધ્યાન રાખજો કે રાધા-કૃષ્ણની જે તસ્વીર તમે બેડરૂમમાં લગાવો તેમા રાધા-કૃષ્ણ ઉપરાંત અન્ય ગોપીઓ ન હોય. 
 
- જો સવાર-સાંજ પતિ-પત્ની આ તસ્વીરના દર્શન કરશે તો તેમનો માનસિક તનાવ ઓછો થશે સાથે જ પરસ્પર પ્રેમ અને વિશ્વાસ વધશે.