1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : મંગળવાર, 26 એપ્રિલ 2022 (10:16 IST)

Varuthini Ekadashi 2022 - આજે વરુથિની એકાદશી જાણો શુભ મુહૂર્ત, કથા અને મહત્વ

devshayani-ekadashi-
Varuthini Ekadashi 2022 - પંચાગ મુજબ 26 એપ્રિલ 2022  વૈશાખ માસની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ છે. આ અગિયારસ તિથિને વરુથિની એકાદશી કહે છે. વૈશાખ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજાનુ વિશેષ મહત્વ બતાવ્યુ છે. વૈશાખના મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા સાથે ભગવાન શિવની અને બ્રહ્માજીની પૂજાનુ પણ વિશેષ પુણ્ય બતાવ્યુ છે. 
 
વરુથિની એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. માન્યતા છે કે વરુથિની એકાદશી વ્રતને વિધિપૂર્વક પુર્ણ કરવાથી બધા પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે.  જે લોકોના જીવનમાં મૃત તુલ્ય કષ્ત બનેલુ હોય છે તેમને આ વ્રત કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે અને કષ્ટ દૂર થાય છે. 
 
વરુથિની એકાદશી વ્રત કથા 
 
પૌરાણિક કથા મુજબ રાજા માંધાતા ખૂબ દાની અને તપસ્વી રાજા માનવામાં આવત હતો. તેની ખ્યાતિ ચારે બાજુ ફેલાઈ હતી એક વાર તે જંગલમાં તપસયા કરી રહ્યો હતો. ત્યારે ત્યા અચાનક એક રીંછ આવી ગયુ અને તેમના પગ ખાવા લાગ્યુ. ત્યારબાદ પણ રાજા માંઘાતા પોતાની સાધનામાં લીન રહ્યા. તેમણે ક્રોધ પણ ન આવ્યો. તેમણે ભાલૂને કશુ ન કર્યુ.  પણ જ્યારે તેમને દુખાવો અસહનીય બની ગયો ત્યારે રાજાએ ભગવાન વિષ્ણુનુ સ્મરણ કર્યુ. 
 
ભક્તની પુકાર પર ભગવાન વિષ્ણુ રાજાની મદદ માટે આવ્યા અને રાજાના પ્રાણ બચાવ્યા. પણ રીંછ ત્યા સુધી રાજાના પગને ખૂબ નુકશાન પહોંચાડી ચુક્યો હતો. રાજા એ જોઈને દુ: ખી થયા પણ ભગવાન વિષ્ણુએ કહ્યુ કે રાજા પરેશાન ન થાવ. કારણ કે રીંછે તમને એટલુ જ નુકશાન પહોચાડ્યુ છે  જેટલા પાછલા જન્મમાં તમારા પાપ કર્મ હતા. ભગવાન વિષ્ણુએ ત્યારે રાજાને કહ્યુ કે તમારા પગ ઠીક થઈ જશે. જો તમે મથુરાની ભૂમિ પર વરુથિની એકાદશીનુ વ્રત કરો. રાજાએ ભગવાનની વાતનુ પાલન કર્યુ અને તેમના પગ ઠીક થઈ ગયા. 
 
વરુથિની એકાદશી વ્રત મુહુર્ત 
 
વરુથિની એકાદશી વ્રત -  26 એપ્રિલ 2022 
એકાદશી તિથિ શરૂ -  26 એપ્રિલ 2022 ના રોજ બપોરે 02 વાગીને 10 મિનિટથી 
એકાદશી તિથિ સમાપ્ત - 08ના રોજ સાંજે 05 વાગીને 35 મિનિટ પર 
એકાદશી વ્રત પારણા મુહૂર્ત -સવારે 05 વાગીને 35 મિનિટથી લઈને સવારે 08 વાગીને 16 મિનિટ સુધી